________________
શારદા રત્ન
६०७
નમિરાજે તે પોતાની જન્મદાત્રી માતાને અને મોટાભાઈને આજે જ જોયા, તેથી ખૂબ આનંદ છે. ભલે, માતા સાથ્વીવેશમાં છે પણ માતા તે મળી ને ! હવે સુત્રતા સાધવી છે ત્યાં બધા જશે ને શું બનશે તેને ભાવ અવસરે.
ચરિત્ર -રક્ષકો બંને બાળકોને લઈને જ્યાં સભા ઠઠ ભણી છે ત્યાં આવે છે. બંને બાલુડા રાજાના ચરણમાં પડ્યા. રાજાને તો ગુસ્સાનો પાર નથી, પણ બાળકના હૈયામાં તે શીતળ ઠંડી હીમની વર્ષા વરસી રહી છે. આ બંને બાલુડાને નથી મૃત્યુની યાતના કે નથી જીવવાની ઝંખના, નથી સુખની તૃષ્ણ કે નથી દુઃખની મુંઝવણ. તેમના મુખ પર નીડરતા અને વીરતાની ચમક ઉઠતી હતી. તેમની નિર્દોષ મુખાકૃતિ જોઈને કંઈક લોકે કહેવા લાગ્યા કે આ બાળકે તદ્દન નિર્દોષ લાગે છે. કોઈ એમ કહે છે કે એના બાપને રાજ્ય લેવું હતું ને તેથી રાજકુંવરને મારવા આવ્યો હતો, પણ સારું થયું કે આપણું કુંવરને કંઈ ન થયું. પણ એને એના કર્મો ભોગવવા પડ્યા.
રાજાનો હુકમ થયે કે આ ગુનેગાર બાળકોને ચંડાળને સોંપી દો અને કહો કે ફાંસીએ લટકાવી દો. ગુનેગારને સજા થવી જ જોઈએ. રાજાની આ આજ્ઞા સાંભળતા કેટલાય સભાજને ખળભળી ઉઠયા. આ તે કેવા પ્રકારને ન્યાય ! બાળહત્યા ! રાજાની બુદ્ધિ બગડી છે. ખરેખર રાજ્યમાં કોઈ અનિષ્ટ થવાનું હશે. નહિ તો રાજા આ પ્રમાણે. ન કરે. કરૂણાસાગર, અનાથના નાથ, દયાસાગર, રાજપતિ માર્ગ તે નથી ભૂલ્યા ને? મશરૂ જેવા ગભરુ બાળકોને એ શો અપરાધ હશે કે જેથી ફાંસીએ ચઢવું પડશે ! શું આ બાળકાની બૈર્યતા છે! પ્રતિભા છે. આમ વિચાર કરતા કેટલાક સજજનના, કરૂણાસાગરના નયને કરૂણાથી છલકાઈ ગયા. દિલમાં દયાને સાગર ઉમટશે, તે કોઈ વિચિત્ર સ્વભાવવાળા રાજાને દોષ દેવા લાગ્યા. કોઈ સાગરદત્ત શેઠને, તે કોઈ બાળકોને વૈષ દેવા લાગ્યા. જેમ જેની બુદ્ધિ દોડી તેમ તક ચલાવી બોલવા લાગ્યા, પણ કોઈ એ હિંમતવાન ન નીકળ્યો કે જે રાજાને સાચું સમજાવી શકે. સત્ય વાત કહેતા બધા ડરતા હતા. બધા સમજતા હતા કે સત્તાના અને સિંહના માર્ગમાં આડા આવવું એ યમરાજાના આગમનના ઢોલ-નિશાન છે.
મૃત્યુને ભેટવા જતાં બાળકોઃ રાજા કહે છે, આપ જલ્દી કરો. તેમને ગળામાં કણેરની માળા અને નવા કપડાં પહેરાવો. કપાળમાં મેશનું તિલક કરે. બાળકોએ ના પાડી. છતાં તેમને સ્નાન કરાવી કપડાં પહેરાવ્યા. કણેરની માળા પહેરાવી, મેશનું તિલક કર્યું. આગળ શરણાઈ ને ઢોલ વાગે છે ને બંને બાળકો મૃત્યુને ભેટવા હસતા મુખડે જઈ રહ્યા છે. આ બાળકોને જોઈને લોકોની આંખમાં આંસુ આવી ગયા. અરેરે...રક્ષક જ ભક્ષક બને ત્યાં પોકાર કયાં જઈને કરવાનો ? આ બંને બાળકોને તો મૃત્યુનો ભય નથી. તેમનો એક રોમાંચ પણ ફરતો નથી. પગલામાં પામરતા કે મુખ પર દીનતાની છાયા પણ નથી, એવા બાળકોની આંખમાં આંસુ તે દેખાય જ કયાંથી? શૌર્યતાથી મૃત્યુને ભેટવા જતાં બાળકોના પ્રતાપી મુખડાને જોઈને લોકો તે મુખમાં આંગળી નાંખી ગયા,