________________
૬૦૬
શારદા રત્ન
છે કે આ રીતે કહેવાથી પોતાના પક્ષને નાશ થવાનો છે, છતાં સત્ય એટલે સત્ય. આજે તે ડગલે પગલે માનવ અસત્ય બેલત થઈ ગયો છે. | દુર્યોધનની દુષ્ટતા ? દુર્યોધન કહે ધર્મરાજા ! ક્યા પાપીનું અન્ન લઈ આવું? એ પાપી કેણુ છે કે જેના ભેજનથી ભીષ્મપિતામહની પણ બુદ્ધિ બગડે. દુર્યોધન ! તારે ક પાપી શોધવા જેવો છે? તારા જેવો અધમમાં અધમ પાપી, દુષ્ટમાં દુષ્ટ બીજે શેવ્યો જડે તેમ નથી. ભીષ્મ પિતામહ જે દાદા સમાન ગણાય તે, ગુરૂ દ્રોણાચાર્ય, વિદુરજી, ધૃતરાષ્ટ્ર આદિ સેંકડે માણસે બેઠા હતા ને તે કહ્યું, દ્રૌપદી ! આવ, મારી જાંઘ પર બેસ. તારા જેવો કોણ દુષ્ટ હોય! એટલેથી પત્યું નહિ, પણ તે સતી દ્રૌપદીને નગ્ન બનાવવા ચીર ખેંચ્યા. એ તો સતીના સતના પ્રભાવે તેની આબરૂ રહી અને શીલરક્ષક દેવોએ તેના ચીર પૂર્યા. પણ તું તો નગ્ન કરવા ઉઠ્યો હતો ને? તારા આ નિર્લજજ કૃત્ય પાસે બાકીના બધા કૃત્યો પાણી ભરે છે. તારા જેવો અધમ પાપી, બીજે કેણ હોય ? આ જગતમાં મોટામાં મોટે પાપી તું છે. તારા ભેજનને એક કોળિયો પણ ભીષ્મપિતામહની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં બસ છે.
દુર્યોધન તે ત્યાંથી ગયે. ખરેખર બીજા દિવસે દુર્યોધને તેને માટે બનાવેલી થેડી રાઈ ચોરી છૂપીથી ભીષ્મપિતામહની રસઈમાં મિકસ કરી દીધી. ભીષ્મપિતામહે તે ચહાર ખાધે. જ્યાં પેટમાં ઉતર્યો ત્યાં તેમની વૃત્તિ બદલાઈ ગઈ. તે દિવસના યુદ્ધમાં
ભીમે પાંડવ સેનાને અભૂતપૂર્વ કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. ભેજનની કેટલી જબરજસ્ત + અસર ! આપણે તે આ ન્યાયથી એ સમજવું છે કે ગુણવાન યુધિષ્ઠિર કેટલા સત્યનિર્ણ! પોતાની સેનાને નાશ થશે તે જાણવા છતાં દુર્યોધનને સત્ય વાત કહર્તા અચકાયા નહિ.
ચંદ્રયશ અને નમિરાજા બંને પરસ્પર ભેટી પડ્યા. જ્યાં સંગ્રામ ખેલાવાના હતા, તલવાર ઉડવાની હતી ત્યાં પ્રેમના સરોવર ભરાઈ ગયા. સ્નેહની સરવાણી વહેવા લાગી. જે એકબીજાને શત્રુ માનતા હતા તે હવે ભાઈ બની ગયા. બંને ભાઈઓએ આનંદથી એકબીજાના ગળામાં હાથ નાંખી દીધા. લોકો મહારાજા ચંદ્રયશને જય હો, નમિરાજને જય હો, એમ જયજયકાર બોલાવવા લાગ્યા. ત્યારે ચંદ્રયશ કહે–અમારો જયજયકાર બોલાવતા પહેલા સુવ્રતા મહાસતીજીને જયજયકાર બેલા જેના પ્રતાપથી આજે અપૂર્વ આનંદનો પ્રસંગ ઉભે થયો છે. આજનો દિવસ યુદ્ધના કારણે ભયંકર હાહાકારને હતો. જે આ સતાજી આવ્યા હોત તે લેહીની નદીઓ વહી હેત, પણ સતીજીના પ્રતાપે આજે શાંતિ થઈ ગઈ છે. બંને ભાઈની જોડી થઈ ગઈ. બંને રાજાના લશ્કરો અને સુદર્શનની પ્રજા તે જોઈ રહી. શું બંને ભાઈઓના પ્રેમ છે! સ્નેહ છે! બે ભાઈની જેડી કોઈ ના શકે તેડી”
બંને ભાઈ આગળ ચાલે છે. ભેરી નાદ વાગી રહ્યા છે. બધાના ઉરમાં ઊર્મિ ઉછળી રહી છે. બંનેના દિલમાં આનંદ છે કે કેટલા વર્ષે માતાનું મુખ જોયું અને