SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન મેળવવાનું કે દેવગતિમાં જવાનું ન હોય પણ આપણું યેય તે પરમ ઉચ્ચપદ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. જે મોક્ષ મેળવો છે તે દેના સુખ પાછું છોડવા પડશે, કારણ કે એ આપણું દયેય નથી. આપણું ધ્યેય સ્થાન મોક્ષ તે હજુ ૨૪ છે, છતાં તે મેળવવું છે તો કંટાળે કે થાયે આરો આવવાને નથી. વચ્ચે વિસામા જરૂર લઈ શકાય. આપણે જે ભવ કરીએ છીએ તે વિસામા નથી તે શું છે? ત્યાં જરા થાક ખાઈ લે, પછી તાજામાજા થઈ વીતરાગની વાણું રૂપી ભાતું સાથે લઈને પંથે પડે. નિર્ણય મક્કમ છે તે ધ્યેયને આંખ સામે રાખી પ્રભુની વાણીની રોશનીથી અજવાળાયેલા રાજમાર્ગ ઉપર વણથંભી આગેકૂચ કરો. સંસારના નાના મોટા કામ કરતા પ્રભુની વાણી યાદ રાખો, અને એને તમારા અંતરના ઉંડાણમાં સંઘરી રાખે. તમારી મહામૂલી મૂડી હોય તેમ જતનાથી એને જાળવી રાખો. સમરાંગણ બન્યું સ્નેહાંગણ-જેમનું ધ્યેય પરમપદને પામવાનું છે એવા સુત્રતા સાધ્વીજીના પ્રતાપે બંને ભાઈનું મિલન થયું, ને જયજયકાર થઈ ગયો. પછી કહે, ચાલે, હવે આપણે તે મહાસતીજી પાસે જઈએ ને તેમને ઉપકાર માનીએ, આગળ બંને રાજા અને પાછળ પ્રજા. બંનેની સેના એકબીજાને દુશ્મન માનતી હતી તે પણ એકબીજાને મિત્ર રૂ૫ માની આનંદથી સાથે ચાલતી હતી. આ રીતે બધા, સતીજીને અને બંને રાજાઓનો જયજયકાર બોલાવતા સતીજી પાસે પહોંચ્યા. જઈને બધાએ વંદન નમસ્કાર કર્યા ને કહ્યું, હે સતીજી! ધન્ય છે, ધન્ય છે, આપના સાધુપણાને. આજને દિવસ ઘણે અનર્થકારી હતો પણ આપે એકબીજાની અજ્ઞાનતા દૂર કરી. વિષમય વાતાવરણને અમૃતમય બનાવી દીધું. સંગ્રામને સ્થાને સ્નેહની સરવાણી વહાવી દુશ્મનને દોસ્ત બનાવ્યા. શત્રુને મિત્ર બનાવ્યા. વરીને વહાલા બનાવ્યા. જ્યાં લોહીની નદીઓ વહેવાની હતી ત્યાં પ્રેમના સરોવર છલકાઈ ગયા. એમ કહી બધા લળી લળીને પગે લાગે છે. આ સુત્રતા સાધ્વીજી પોતાના યશગાન સાંભળીને ફૂલાઈ જાય તેવા ન હતા. તે ખૂબ ગંભીર, ગુણીયલ સાવી છે. આ સતીજી તો આટલા મહાન છે, પણ કયારેક શિખ્યા ગુરૂ કરતાં ચઢી જાય એવા આગળ વધે તે પણ એ શું કહે ? આ બધા પ્રતાપ મારા ગુરૂણદેવને છે. જ્યાં ત્યાં પોતાના ગુરૂને આગળ કરે. અહીં આ સતીજી કહે છે, આપ મારું બહુમાન ન કરશે. આપ મારા ગુણલા ન ગાશે કે મારી વાહ વાહ ન બોલશે. તમે બંને શત્રુતાને ત્યાગ કરી એકબીજાને મળી ગયા એમાં મારો પ્રતાપ માનો છે, પણ એ પ્રતાપ મારો નથી પણ મારા ગુરૂણીને છે. ગુરૂનું તે ઉપાશ્રયમાં બેઠા છે, છતાં પ્રતાપ ગુરૂણીનો માને છે. તેમણે કહ્યું મારા પૂ. ગુરૂણીએ મને જ્ઞાન આપ્યું. જ્ઞાન મેળવ્યા પછી હું ધ્યાનમાં રહેતી તેથી હું જાણું શકી કે મારા બંને પુત્રો એકબીજાને શત્રુ માની મારી નાંખવા ઈચ્છે છે, તેથી હું પૂજ્ય ગુરૂણીની આજ્ઞા લઈને અહીં આવી છું, અને લડાઈ બંધ કરાવી, માટે પહેલે ઉપકાર મારા ગુરૂણદેવને છે. બીજે ઉપકાર સર્વર ભગવાન મહાવીર પ્રભુના જ્ઞાનને છે. જ્ઞાનના અભાવે યુદ્ધ થઈ રહ્યું હતું. જે જ્ઞાન ન હત, તે આ લડાઈ કેવી રીતે બંધ થઈ શકત? જ્ઞાન આવે ત્યારે દિવ્યરક્ષ મળે છે. ૩૯
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy