SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શારદા રત્ન જેને લગની લાગી છે તેવા આત્માએ આવા ઉચ્ચ પ્રકારના સાત્ત્વિક તપનું શરણુ વાર'વાર શેાધે છે. તપ એકરૂપ કાદવને સૂકવનાર સૂર્ય છે. પારણા કર્મોને ખાળવા માટે તપ એ જડીબુટ્ટી છે, પણ તપ કરનાર સાધકે એ ખાસ ધ્યાન રાખવાનુ કે તપ એ તાપ ન થઈ જાય. તપ કરીને જો ક્રોધ રૂપી ગરમીના પારા ચઢી જાય તેા એ તપ નથી રહેતા, પણ તાપ થઈ જાય છે, માટે તપની સાથે જો જીવનમાં ક્ષમા રહે તે એ જીવન ઉજ્જવળ બને છે. જૈન શાસ્ત્રમાં દશ પ્રકારના જે સાધુ ધર્મનું વર્ણન છે તેમાં ક્ષમાને પ્રથમ સ્થાને મૂકવામાં આવેલ છે. તે ક્ષમાનુ સર્વોચ્ચપણુ સાબિત કરવા માટે છે. પેાતાના અપરાધીને ગુન્હાના બદલેા નહિ દેતાં તેના ઉપર રહેમ રાખવી તેનુ નામ ક્ષમા છે. ક્ષમાના ગુણ સ`થી શ્રેષ્ઠ છે. ક્ષમા એ વીરપુરૂષાનુ ભૂષણ છે. સિદ્ધાંતમાં એવા કઈક વીર રત્ના થઈ ગયા છે કે ઝેર પચાવવાના સમય આવ્યા તા હસતા મુખે ઝેર પચાળ્યા પણ ક્ષમાને છેડી નથી. . ધર્મ ઘાષ મુનિના શિષ્ય ધર્મ રૂચી અણુગાર થઈ ગયા. તેમના કેવા તપ ! માસખમણુને પારણે માસખમણુ ! કેવા અધાર તપ ! કેવી સાધના ! કેવી ક્ષમા ! આપણે તા એટલા પામર છીએ કે એક માસખમણ કરીએ ને કેટલા સમય સુધી ગાજ્યા કરીએ. આત્માએ તેા એ વિચાર કરવાની જરૂર છે કે મારા કર્માં પર્યંત જેટલા ને સાધના રાઈ જેટલી તા કર્મી રૂપી પવ તને કેવી રીતે તાડી શકાશે? તે માટે અઘાર સાધનાની જરૂર છે. આમાના મૂળ સ્વભાવ અણુાહારક છે. ખાવાના નથી. ખાવુ એ તે શુને છે, માટે તપ દ્વારા મૂળ સ્વભાવને પ્રગટ કરવાના છે. ધર્મરૂચી અણુગાર માસખમણને પારણે માસખમણુ કરે છે. પારણાને દિવસે પહેલા પ્રહરે સ્વાધ્યાય, ખીજા પ્રહરે ધ્યાન કરી ત્રીજા પ્રહરે ગૌચરી માટે નીકળ્યા. જેને તપમાં આનંદ છે ને ખાવામાં નિરસતા છે, એવા અધ્યાત્મયાગી ત્રીજા પ્રહરે એટલે બરાબર બપારના સમયે તાપથી ધરતી ધણધણી ઉઠી છે, સૂર્ય ખરાખર માથા પર આવ્યા છે, એવા સમયે ગૌચરી નીકળ્યા. ફરતા ફરતા નાગેશ્રીના મહેાલ્લામાં જઈ ચઢવા. નાગેશ્રીએ જોયુ` કે મુનિ પધાર્યા છે. તે દોડતી દોડતી આવી. પધારો....પધારો.... ગુરૂદેવ ! મને પાવન કરેા. એટલા ભક્તિભાવથી ખેાલાવે છે કે જોનારા વિચારમાં પડી જાય કે આ બહેનની ભક્તિ કેટલી છે ! પ્રેમ કેટલા છે! સાને ઉત્કૃષ્ટભાવે નિર્દોષ સૂઝતા આહાર પાણી વહેારાવવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે, પણ આ નાગેશ્રી તા દભી છે, કપટી છે, માયાવી છે, તેની ભક્તિ માયાવી છે. અંદર તા હલાહલ વિષ ભર્યું" છે. તેણે મુનિને ઉકરડા માન્યા. ઉકરડા જેમ સારાને પચાવે ને ખાટાને પચાવે તેમ આ મુનિ કાઇને કહેવા નહિ જાય, એમ માનીને કડવી તુંબીનું શાક વહેારાવ્યુ. મુનિ કહે છે બસ કરી બેન 1...ખસ કરી....પણુ કાણુ સાંભળે ? એણે તા બધું વહેારાવી દીધું. જો થાડુ' ઘણું રહી જાય તેા ઉકરડે નાંખવા જવુ પડે ને! લાકા જાણી જાય એના કરતાં આ હાલીચાલીને ઉકરડા મારે ઘેર આવ્યા છે, તે એમને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy