________________
શારદા રત્ન
૫૮૭ થવાની. ઈચ્છા ન થાય માત્ર વીતરાગને. આ તપસ્વી મહાસતીજીએ જે તપ કરી રહ્યા છે તેમણે ઈચ્છાઓને રોકી તે તપ કરી શક્યા. જે ઇચ્છાઓને નિરોધ કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જે જે ભગવંત બની ગયા તેમણે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી જિનાજ્ઞામાં જીવન જોયું હતું. જિનાજ્ઞામાં જાતને જોયા વિના કદી જિન બની શકાતું નથી. જિન બનવા માટે બે તત્ત્વથી જીવન ભરી દેવું પડશે. એક છે જિનેધરની આજ્ઞાને સ્વીકાર અને બીજું તત્ત્વ છે તેને અનુસાર જાગૃતિમય જીવન, પછી પુરૂષાર્થની પગદંડીએ ચઢેલો સાધક જિનાજ્ઞાના જોરથી તથા જાગૃતિના જોશથી હોંશથી કર્મ સામે હરીફાઈ કરી આત્મવિજય મેળવે છે. બાકી ઈચ્છાથી જીવન જીવી જવાથી કદી અરિહંત બનાતું નથી. સર્વ ઈચ્છાને જ્યારે નાશ થાય છે ત્યારે તેને સ્વભાવમાં વાસ થાય છે. જેમ સુશિક્ષિત ઘોડા કવચ ધારણ કરીને માલિકની આજ્ઞાને જાણીને તેને અનુસાર જીવે તે સંગ્રામમાં વિજય અપાવે, તેમ સુશિક્ષિત આત્મા ઈચ્છા તથા પ્રમાદનો ત્યાગ કરી જિનાજ્ઞાની આરાધના કરે તો આરાધક બની એક વખત આરાધ્ય પદ પામી શકે.
જેમણે ઇચ્છાઓને નિરોધ કર્યો, એવા આત્માઓ આવી મહાન ઉગ્ર સાધના કરી શકે છે. બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની માસખમણની ભાવના શાસનદેવ અને ગુરૂદેવની અસીમ કૃપાએ પરિપૂર્ણ થઈને આજે પારણનો દિન આવી ગયો. બા. બ્ર ચંદનબાઈ મહાસતીજીને આજે ૧૬ મે ઉપવાસ છે. આ તપસ્વીઓ તપ ક્યારે કરી શકે? માસખમણના તપ કરવા એ સહેલ વાત નથી. દેહ પ્રત્યેને રાગ, મેહ અને મૂચ્છ છોડે તે આવી આરાધના કરી શકે. જે કર્મોની નિર્જરા કરવી છે તો તપોબળ જોઈશે. નિર્જરાનું અસાધારણ કારણ તપશ્ચર્યા છે. બાહ્ય અને આત્યંતર તપથી કર્મોને નાશ થાય છે. વિરાટ પર્વત જેવા કર્મોને અત્યંત તીક્ષણ વજની જેમ તપ ભેદી નાંખે છે, તોડી નાંખે છે. કોઈ આશંસા, કામના, તૃષ્ણા વિના કરેલ તપ આત્મામાં અપૂર્વ પરિવર્તન લાવે છે. એક શ્લોકમાં કહ્યું છે કે –
शमयति ताप गमयति पापम् रमयति मानसहंसम् ।
हरति विमोहं दरारोहम्, तप इति विगताशंसम् ॥ તપથી કર્મોની નિર્જરા થાય છે એટલે વિષય કષાયના આકરા તાપ શમી જાય છે, જીવન નિષ્પાપ બનતું જાય છે, મને હંસ આત્મભાવમાં રમણતા કરે છે, અને મિથ્યા વ્યા દૂર થઈ જાય છે. ભલે આકાશમાં ઘનઘોર વાદળા ચઢયા હોય અને જોરશોરથી ગર્જતા હોય પણ જ્યાં વાયુના પ્રચંડ સૂસવાટા શરૂ થાય છે, ત્યાં ઘનઘોર વાદળાં વિખરાઈ જાય છે, તેમ અનંત અનંત કર્મો ભલેને આત્મા ઉપર છવાઈ ગયા હોય પણ જ્યાં તમે ઘોર તપશ્ચર્યા આદરી કે કર્મોના વાદળ વિખરાઈ જવાના. બસ આનું નામ નિર્જરા. તપના બાર પ્રકાર છે. આ બાર પ્રકારના તપને ટીમ પાવરથી કામે લગાડી દે. તે કર્મોને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેશે.
આત્માની નિરંજન, નિરાકાર, અજરઅમર અને અડેલ દશા પ્રાપ્ત કરવાની