SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૫૮૯, વહેરાવી દઉં તે શું છેટું! મુનિએ ઘણી વાર બસ...બસ...કર્યું, પણ તે રોકી રોકાતી નથી. આવી જ વાત–પણ ભાવ શુદ્ધ સહિત શાલીભદ્રના જીવે ભરવાડના ભાવમાં મુનિને ઉત્કૃષ્ટ ભાવે ખીર વહોરાવી. સંત કહે બાબા-બસ કર, બસ કર, પણ તે રોક રોકાતે નથી. નાગેશ્રીની ને આ છોકરાની બંનેની ક્રિયા સરખી છે, પણ બંનેના પરિણામમાં આસમાન જમીન જેટલું અંતર છે. એકની ક્રિયા નરક અપાવનારી બની ને બીજાની ક્રિયા દેવલોક અપાવનારી બની, માટે દાનને મહિમા સમજે. જૈનદર્શન પરિણામે બંધ માને છે. | મુનિને માસખમણનું પારણું છે. ગૌચરી લઈને ગુરૂ પાસે આવ્યા. જે શિષ્ય ગુરૂઆગ્રામાં સમાઈ જાય છે, જેને મન “બાળrણ ઘો, શાળા ” ગુરૂ આજ્ઞા એ જ ધર્મ અને એ જ તપ છે. જે ગુરૂઆશામાં ઓતપ્રેત છે, એ આત્મા તર્યા વગર રહેતું નથી. કદાચ અંતરાય કર્મના ઉદયથી ત૫ ન કરી શકે પણ ગુરૂઆશામાં ઓતપ્રેત છે. જે ગુરૂના ગુણનો ગ્રાહક છે. જેની રગેરગમાં, નસેનસમાં, ગુરૂઆજ્ઞાનું ગુંજન છે, ગુરૂઆશા એ જ શ્વાસ અને પ્રાણ છે એવો શિષ્ય જલદી તરી શકે છે. ધર્મરૂચી મુનિએ ગૌચરીનું પાત્ર બતાવ્યું. આહારની વાસ ઉપરથી ગુરૂ સમજી ગયા કે આ આહાર વિષમય છે. ખાવા જેવો નથી. આવા મા ખમણના તપસ્વી સાધકને આવો આહાર વહોરનાર કેણ નીકળ્યું ? તેણે આ તપસ્વી સાધકની આ દશા કરી ? આહાર જોઈને ગુરૂજીએ કહ્યું–હે મારા સુપાત્ર શિષ્ય ! આત્માથી મોક્ષગામી વિનીત શિષ્ય ! આ આહાર ખાવા જેવો નથી. આ આહાર જીવ અને કાયા જુદા કરનાર છે, માટે આપ કોઈ જીવની હિંસા ન થાય, કેઈ જીવ મરે નહિ એવી નિર્દોષ જગ્યાએ આ આહાર પરઠવજો. ગુરૂની ભાષામાં પણ કેટલો ઉપયોગ છે. શું બોલ્યા ? કઈ જીવની હિંસા ન થાય ત્યાં પરઠવજો. ગુરૂદેવની આ આજ્ઞા શિષ્ય સાંભળી. મા ખમણનું પારણું છે. હજુ ગૌચરી લઈને આવ્યા છે એટલે બરાબર બપોરને સમય છે, છતાં ગુરૂ સામે ન દલીલ, ન અપીલ, ગુરૂઆજ્ઞાને હસતે મુખડે વધાવી શિષ્ય આહાર પરઠવવા ચાલ્યા. ગુરૂજીના શબ્દો સુણીને મુનિ ચાલ્યા તું બી પરઠવવા, એક જ બિંદુ પાડયું જેવા ત્યાં, કીડીઓની થઈ હારમાળા, તાલકૂટ વિષના પ્રતાપે, કીડીઓ ત્યાં પ્રાણ ગુમાવે રે.. તપસ્વી સંત આહાર પરઠવવા જાય છે. જ્યાં કુંભારના નીંભાડા હોય ત્યાં જગ્યા ગરમ હોય એટલે જીવની ઉત્પત્તિ ન હોય એવી જગ્યા જોઈને પહેલાં એક ટીપુ નાંખ્યું. એક ટીપુ પડતાની સાથે ત્યાં સેંકડો કીડીઓ આવી ગઈ અને વિશ્વના કારણે ત્યાં બધી કીડીઓએ પ્રાણુ ગુમાવ્યા. ગુરૂઆજ્ઞામાં સમાયેલા આ શિષ્ય શું વિચાર કરે છે ? મારા ગુરૂની આજ્ઞા છે કે કોઈ જીવની હિંસા થાય ત્યાં ન પરઠવજે. તે આ તે એક ટીપામાં કેટલી બધી કીડીઓ મરી ગઈ! હવે જે આ આહાર પરડવું તે, એક તે ગુરૂની આજ્ઞાને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy