________________
૫૭૨
શાસ્ટ રને જોઈતું હોય તે સંસારનું સુખ છોડવું પડશે. તમે ડું સુખ છોડશે તે મહાન સુખ મેળવશો. આ માટે જ્ઞાનીએ ન્યાય આપીને સમજાવ્યું.
એક રાજા મહાન સંપત્તિશાળી, સાથે દાનની ભાવના પણ એટલી મહાન. એક દિવસ તેમના મનમાં થયું કે મારી પાસે આટલી બધી સંપત્તિ છે તે હું આખું ગામ જમાડું અને મારા જીવનમાં અપૂર્વ આનંદ પ્રાપ્ત કર્યું. રાજાએ ગામમાં જાહેરાત કરાવી કે બધા રાજદરબારમાં જમવા આવજે. ગામના બધા લોકે રાજાને ત્યાં જમવા આવ્યા. રાજાએ બધાને જમવા માટે સેનાની થાળીને સેટ આપે. આજે તે પિત્તળના થાળી વાટકાના પણ ઠેકાણા નથી ને કંઈક ઠેકાણે તો જમવા માટે પતરાળીઓ આવી ગઈ છે. જૈનનો દીકરો કયારે પણ પતરાળીમાં ન ખાય, કારણ કે તેમાં કેટલાય સુલમ કંથવા ઉત્પન્ન થયેલા હોય છે. એમાં કેટલી જીવહિંસા થાય છે!
મમતાનું તાંડવ રાજા બધાને પ્રેમથી જમાડી રહ્યા છે. બધા જમે છે ને મન નાચે છે. અહો ! કેવા સરસ થાળી વાડકા ! ત્યાં રાજાએ જાહેર કર્યું કે જેને થાળી વાડકા ઘેર લઈ જવા હોય તે ખુશીથી લઈ જઈ શકે છે. હવે કઈ છેડે ખરા? બેલે, સુખ વધ્યું કે દુખ ! દુઃખ વધ્યું. કેમ? જેણે પોતાના બાળકોને ભેગા જમવા બેસાડયા હોય તેમના મનમાં થયું કે મને આવી ખબર હોત તો બાળકને જુદા જમવા બેસાડત. લેભ સર્વ પાપનો બાપ છે. સર્વ વિનાશનું વિશ્રામસ્થાન લોભ. જેટલા વિનાશકારી તત્ત્વ છે તે બધા ભીના આશ્રય સ્થાનમાં આરામ મેળવે છે. બીજે ક્યાંય એ તને આશ્રય મળતું નથી. લોભના આશ્રય સ્થાનમાં તમને ચાર જડી આવશે. ચેરનું, પરસ્ત્રીલંપટનું અને વૈરની ગાંઠે બાંધનારાઓનું આશ્રયસ્થાન લેભ છે. સર્વ દુર્ગણોને સરદાર લેભ છે.
અહીંયા રાજાએ બધા દરવાજા બંધ કરાવ્યા. એક દરવાજો ખુલ્લો રાખે. એ દરવાજે રાજા પોતે બેઠા. જે જાય તે બધાને પાનનું બીડું આપે છે. રાજા કહે, આપ બધા થાળી વાડકા લઈને જાય છે તે મને એક થાળી વાડકો આપો. જે મને એક થાળી વાડકો આપશે તેને મારું આખું રાજ્ય આપી દઈશ. બધા મનમાં શું વિચારે છે કે જે દઈ દીધેલું માંગે છે તે વળી રાજ્ય આપશે કે નહીં? શી ખાત્રી ? બધા તો જવા માટે ભાગાભાગ–ધક્કામુક્કી કરી રહ્યા છે. અહીંથી ઝટ જતા રહીએ. કદાચ રાજા થાળી વાડકા લઈ લે તે! બધા માણસો ગયા પણ કેઈએ રાજાને થાળી આપી નહિ. છેલ્લે એક શાંત ગરીબ માણસ નીકળ્યું. રાજાએ કહ્યું- મને એક થાળી વાડકે આપીશ? આ ગરીબ માણસ કહે, મહારાજા! ખુશીથી આપીશ. આપનું છે કે આપને આપવાનું છે. રાજા કહે-જા, મારી શરત પ્રમાણે હું તને આખું રાજ્ય લખી આપું છું. ગરીબ માણસ કહે મહારાજા ! મારે રાજ્ય નથી જોઈતું, પણ રાજાએ પિતાની શરત પ્રમાણે રાજ્ય આપી દીધું.
- આ ન્યાય આપીને ભગવાન આપણને એ સમજાવે છે કે રાજ્ય સમાન મેક્ષના અનંત અવ્યાબાધ સુખ છે. જ્યાં જન્મ નથી, મરણ નથી, રોગ, શોક કે કઈ જાતની ઉપાધિ નથી. અને તમારા સુખો સેનાના એક થાળી વાડકા સમાન છે. રાજ્યના સુખ