________________
શારદા રત્ન
પ૭૩ આગળ સેનાના એક થાળી વાડકા શી વિસાતમાં ! કંઈ ન કહેવાય. તેમ મેક્ષના સુખે આગળ સંસારના સુખે એક થાળી વાડકા જેવા છે. બેલ, હવે તમારે કેવા સુખ જોઈએ છે? રાજ્ય સમાન મોક્ષના સુખો જોઈએ છે ને? તે આ તમારા સુખ છોડીને સાધુ બની જાવ. છોડો.છોડો.. આ સુખ. આ અલ્પ સુખ છોડશો તે તેના પરિણામે મેક્ષના મહાન સુખ મળશે. ગરીબ માણસે થાળી વાડકાને મોહ છોડ્યો તે રાજય મળ્યું. તેમાં તમારા સુખનો મેહ છોડે, એનો રાગ છેડે તો નશ્વરના ત્યાગે શાશ્વત સુખ મળશે, માટે છોડો...છોડો ને આવી જાવ અમારા ઘરમાં. વિચાર કરજે, મન થાય તે આવી જજે. તૈયાર છે રજોહરણ. (હસાહસ).
સંસાર એવો છે કે જેનું આજે સારું બેલશે તેનું બીજા દિવસે વાંકું બેલશે. ચંદ્રય તે નિર્ભય છે. તે તે કહે છે, હાથીને વશ કરી બાંધી લે એ કેઈ અપરાધ નથી. નમિરાજ આ વાત ભૂલી ગયો છે અને ભૂલ કરીને ચઢાઈ લઈને આવ્યો છે. જો તે વીર હતા તે મારી સીમા ઉપર રોકાઈને મને યુદ્ધ કરવાનો સંદેશો મોકલત, પણ તેણે મને અંધારામાં રાખીને રાતોરાત નગરને ઘેરી લીધું છે, માટે એ વીર નથી પણ કાયર છે.
સામં તેની સલાહ લેતા રાજા – ચંદ્રશે પોતાના સામંતને બોલાવ્યા ને પૂછ્યું–શત્રુએ અચાનક રાતમાં નગર ઉપર હલો કર્યો છે, હવે આપણે શું કરવું ? તેનામાં લડવાની તાકાત નથી કે તેણે આપણને અંધારામાં રાખીને નગરને ઘેરે નાં. જે શૂરવીર હોય તે સામી છાતીએ ઘા કરે પણ કાયર હોય તે પાછળ ઘા કરે, તેમ શત્રુએ અચાનક ઘેરો નાંખ્યો તે પાછળ ઘા કરવા સમાન છે. સામંતોએ કહ્યું, અમારી બુદ્ધિ પ્રમાણે તે જે રીતે શત્રુઓ ઉપાયથી કામ લઈ રહ્યા છે તેવી રીતે આપણે પણ ઉપાયથી કામ લેવું જોઈએ. શત્રુઓએ આપણને બહારની સહાય અટકાવી છે તે આપણે એ કીમિયો કરવો કે જેથી તેમનું આ કાર્ય નિષ્ફળ થાય. આપણે કિલ્લે બંધ છે અને શત્રુસેના બહાર છે. માટે હવે કિલ્લાના દરવાજા ખોલવા નહિ. આપણે કિલ્લા ઉપરથી લડવું જોઈએ. આ રીતે કરવાથી આપણે થોડા માણસે ઘણું કામ કરશે. ચંદ્રયશને સામંતેની આ સલાહ યોગ્ય લાગી, અને કહ્યું, આ ઉપાય સારે છે. જે શત્રુએ દગો કર્યો છે તો આપણે પણ આ ઉપાયથી યુદ્ધ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી ચંદ્રશે પોતાની સેનાને તૈયાર કરી અને કિલ્લા ઉપરથી યુદ્ધ કરવાની આજ્ઞા આપી.
ચંદ્રયશની આ યુક્તિ જેઈને નમિરાજાના મનમાં થયું કે આ તો વિપરીત થયું. હું તે એમ વિચારતો હતો કે ચંદ્રયશ કિલ્લાનો દરવાજો ખોલી જેવો બહાર આવશે તે હું તેની સેના ઉપર હુમલે કરીશ, પણ આ તે કિટલા ઉપરથી યુદ્ધ કરવા તૈયાર થયો છે. નમિરાજે પોતાના લશ્કરમાં જેમ વધે તે માટે કહ્યું કે ચંદ્રયશ કે કાયર છે કે કિલ્લાની અંદરથી લડે છે. બહાર આવીને લડતો નથી. જે તે શૂરવીર હેત તો કિલ્લાના દરવાજા ખોલીને આપણી સામે લડવા આવતા અને પોતાના પરાક્રમને પચ્ચો બતાવત.