SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ શારદા રત નિરાધ બતાવ્યા છે. વિરતિ ધર્મ સ્વીકાર્યા એટલે અવિરતિના આશ્રવને રાકયા. અવિરતિના આશ્રવ દ્વારા થતા કર્મ બંધ અટકી ગયે.. આશ્રવના દ્વારામાંથી કર્મી આત્મામાં આવે છે. કાંને આત્મામાં પ્રવેશવાના માર્ગો આશ્રવ છે. આશ્રવ એક નથી અનેક છે, પણ મુખ્ય આશ્રવા પાંચ છે. મિથ્યાત્વ. અવિરિતી, પ્રમાદ, ક્યાય અને યાગ. સમ્યક્ત્વની હાજરીમાં મિથ્યાત્વ રહી શકતુ નથી. વિરતિ ધર્મના સ્વીકાર કર્યો એટલે અવિરતિના દરવાજો બંધ થઈ ગયા. વિરતિ ધમ ના પ્રભાવ કષાયાને ક્ષીણ કરે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ શુભ બને છે. અને પ્રમાદના ઉન્માદ ઓગળવા માંડે છે. આ રીતે આશ્રવાના દ્વાર ખંધ થયા અને સંવર થયા એટલે નવાં કર્મીનું આગમન નહિવત્ બની ગયું. આ બધાનો મૂળ પાયેા વિનય છે. વિનય હશે તા આ બધા ગુણા આવશે. વિનયના કસેાટી પથ્થર ઉપર જેમનું જ્ઞાન અને ચારિત્ર શુદ્ધ કરે છે એવા સુવિનીત આત્માઓની દિવ્ય શાભા આગળ મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણાથી અલંકૃત માનવ ફિક્કો લાગે છે. શાભાવિહીન લાગે છે. ભલે મનુષ્ય રાજ નવી નવી ફેશનના કપડાં પહેરીને, નવી ડીઝાઈનના અલકારા સજીને સુંદર દેખાવા પ્રયત્ન કરે, પણ જો તેનામાં વિનય નથી તા એ શેાભતા નથી. જ્યારે સાદા અને સ્વચ્છ કપડાં પહેરનારે ભલે એકે દાગીના ન પહેર્યાં હાય પણ જો તેનામાં વિનય છે તા તે શાભે છે. સુંદર વસ્ત્રાલકારા લેાકેાની આંખાને આકષી શકશે, પણ લેાકેાના મનને તા વિનયાદિ ગુણા આકષી શકશે. વિનીત આત્મા દુઃખમાં પણ સુખને અનુભવ શ્કરી શકે છે. એક માતાના બે સંતાન હતા. માટાનું નામ મહેશ અને નાનાનું નામ ગણેશ હતું. અને ભાઈ માતાપિતાના લાડકોડમાં મોટા થયા, પણ એક બુદ્ધિશાળી અને બીજો 'અભણ હતા. સમય જતાં બંને છોકરા માટા થયા. માબાપે તેમને પરણાવ્યા ને વહુએ ઘરમાં આવી. થાડા સમયમાં માતા પિતા મૃત્યુ પામ્યા. અને ભાઇ સાથે રહે છે. ગણેશ કમાતા નથી તેમજ તેની વહુ બહુ કામ કરતી નથી. તેથી મોટાભાઈને તેની પત્નીએ ભભેર્યાં. ને કહ્યું. એમને જુદા કરેા. પહેલા મોટાભાઇએ ના પાડી, પણ છેવટમાં જુદા થયા. અને માણસ હાથે પગે બહાર નીકળ્યા. જુદા પડતી વખતે ગણેશ જેમ આપના આાળામાં પડે તેમ ભાઈના ખેાળામાં પડથો. ને બાળક રડે તેમ રડવા લાગ્યા. ભાઈ, આપ તા મારા બાપ સમાન છે. મારામાં કમાવાની શક્તિ નથી. હું શું કરીશ ? અમે · અમારું જીવન કેવી રીતે ચલાવીશું ? તેનું કરૂણ રૂદન કલ્પાંત અને ઝૂરાપા એવે હતા કે દુશ્મન દોસ્ત બની જાય પણ આ ભાઈના એવાં કર્મા ઉદય આવ્યાં કે દુશ્મન દોસ્ત મને પણ ભાઈ દોસ્ત ન બન્યા. તેણે તા એક જ વાત કરી કે તમે અમારા ઘરમાં ન જોઇએ, ઘરની પાછળ એક રૂમની નાની ઓરડી હતી તે રહેવા આપી. ચાર પાંચ થાળી વાટકા, તપેલી વિગેરે થાડું આપ્યું ને ચાર પાંચ દિવસ ચાલે એટલુ અનાજ આપ્યું. બંને ઓરડીમાં જઈને પાક મૂકીને રડયા. હવે આપણે શું કરીશું? ખૂબ ઝૂરે છે. હવે આ દુનિયામાં ઉપર આભ ને નીચે ધરતી સિવાય આપણુ* ફોઈ નથી,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy