SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૫૬૩ ગણેશની પત્ની કહે નાથ ! રડશે નહિ. આપણે એમ કરીએ. વગડામાં જઈને લાકડા કાપીએ ને તેના ભારા વેચીએ. તેમાંથી જે મળશે તેનાથી જીવન ચલાવીશું. વાણીયાના દીકરા છે. કોઈ દિવસ હાથમાં કુહાડી પકડી નથી પણ કર્મના ખેલ વિચિત્ર છે. બંને માણસે જંગલમાં જાય, લાકડા કાપે ને ભારા વેચે છે. દુનિયા જુએ છે અહે ! કેવા લાડકોડમાં ઉછરેલા ! આજે આ રિથતિ! એક દિવસ ગણેશ તેની પત્નીને કહે છે, હવે મને લાકડા કાપતા આવડી ગયા છે, માટે તું જંગલમાં ન આવીશ. પત્ની ઘરમાં રહી લોકોના કામ કરે છે ને એ રીતે આજીવિકા ચલાવે છે. હવે પત્નીને પસ્તા થાય છે કે મેં સમજીને ભાભીને ઘેર બે કામ વધુ કર્યા હતા અને ભાભીને મોટા તરીકે ગણીને તેમનું માન સાચવ્યું હોત તો આ સ્થિતિ ન આવતને ! વદ રોગીની તપાસ કરે ત્યારે નાડી પર ત્રણ આંગળી મૂકે છે તેથી તેને ખબર પડે છે. વાયુ, પીત્ત અને કફ તેમાં વધારે શું છે? એ રીતે મોટા માણસે ત્રણ રીતે પરખાય છે. ધન, ધર્મ, ઠાઠમાઠ. તેની નાડી પરખીને તે રીતે રહે, તો લીલાલહેર. આ બંને માણસો આવી રીતે જીવન નિભાવે છે ને રોજ પ્રભુને પ્રાર્થના કરે છે, હે પ્રભુ! અમે ક્યારે પણ કેઈનું બૂરું ન કરીએ એવી અમારી ભાવના રાખજે. ભલું થાય તે કરવું પણ કયારે ય કોઈનું ખરાબ નથી કરવું. પત્ની કહે છે, નાથ! આપણે બંનેએ પૂર્વભવમાં ધર્મારાધના કરી નથી તેથી આ ભવમાં દુઃખી છીએ. તમે બધા કહ્યું છે ને કે “ધર્મીને ઘેર ધાડ.” પમી જીવ દુઃખી ન હોય, પણ ગત જન્મમાં કર્યા હોય તે ઉદયમાં આવે એટલે ભોગવવા પડે. આ જીવ અનેક ભવમાં રઝળતે રઝળતે અજ્ઞાનતાને કારણે કર્મ બાંધતો આવ્યો છે, એ કર્મો ઉદયમાં આવે ત્યારે ભગવ્યા વિના છૂટકારો થતો નથી. આ પત્ની કહે છે, ગત જન્મમાં આપણે ધર્મ કર્યો નથી, તેથી અત્યારે દુઃખ ભોગવીએ છીએ. એમ વિચારી બંને, ધર્મમાં મસ્ત રહેવા લાગ્યા. તેઓ વિચારે છે કે આપણે દુષ્કર્મો આપણે ભેગવીએ છીએ. આ ભવમાં જે સાધના કરીશું તે કર્મો ઉભા નહિ રહે. ધર્મશ્રદ્ધાને ચમકાર: ગણેશે એક વાર લાકડા કાપવા કુહાડી મારી, ત્યાં તેને અવાજ આવ્યો, તું લાકડા કાપીશ નહિ. ગણેશ પૂછે છે તમે કોણ છો ? શા માટે મને લાકડા કાપવાની ના પાડો છો ? એમ કહીને ફરી કુહાડી મારવા જાય છે ત્યાં કુહાડી. હાથમાંથી ભેય પડી ગઈ. ગણેશ કહે-આપ ના કહે છે તે હું લાકડા નહિ કાપું, પણ આપ કેણ છે તે મારી દષ્ટિગોચર થાવ. તમે મને શા માટે રોકે છે? હું લાકડા નહિ કાપું તે અમે ખાઈશું શું ? ખાવા તે જોઈને ને? બોલ, તારે શું ખાવું છે? અમારે રોટલી ને દાળ ખાવી છે. એવા મિષ્ટાન્ન ખાવા નથી. તું ઘેર જા. તને મળી જશે. ગણેશ શ્રદ્ધાથી ઘેર ગયે. પત્ની કહે, કેમ પાછા આવ્યા ? રોટલી દાળ તૈયાર છે. ક્યાં છે? ઘરમાં તો દેખાતા નથી. ગણેશે બધી વાત કરી. પછી કહ્યું, તું એક તપેલી પર ઢાંકણું ઢાંકીને મૂક અને રોટલીને લોટ જે કથરોટમાં બાંધે છે તેના પર એક કપડું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy