SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન પા विनयफल सुषां गुरूमुश्रूषां फल श्रुतज्ञानम् । ज्ञानस्य फल विरति विरतिफल चाश्रव निरोध: ।। વિનયનું ફળ શ્રવણ, શ્રવણનું ફળ આગમજ્ઞાન, આગમજ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું ફળ સંવર. વિનયનું ફળ શ્રવણ. શ્રવણમાં શું સાંભળવું છે? પરનિંદાના પારાયણે જીવે ઘણાં સાંભળ્યા, હવે એનાથી કંટાળો આવ્યો છે? સ્વ પ્રશંસાની ઘણી પ્રશસ્તિઓ સાંભળી, પ્રશંસા સાંભળતા હવે ધરાઈ ગયા છે. પરપુદ્ગલ, પર પદાર્થો અને પરભાની ઘણ” ઘણું કથા વાર્તાઓ સાંભળી, હવે તૃપ્ત થયા છે ને ? આ બધું સાંભળતા જીવે કેવા કુકર્મોના પોટલા બાંધ્યા એને કદી વિચાર કર્યો છે ખરે ? એ કર્મોના ફળ કેવા ભોગવવા પડશે એનું ચિંતન કર્યું છે? જે હવે કુકર્મોના ગંજ એકઠા કરવા ન હોય તો હવે એ બધું સાંભળવાનું બંધ કરો. હવે તે એ શ્રવણ કરો કે આત્મા તત્વ પ્રકાશથી પ્રકાશિત થાય. અંતરાત્મ દશા પ્રગટે ને અનંત કર્મોની નિર્જરા થાય. આવું તત્વ શ્રવણ કરવું? હોય તો વિનય વિવેકથી ગુરૂદેવને રીઝવવા પડશે. પછી એવા ગુરૂદેવના મુખેથી જ્ઞાનગંગાને પ્રવાહ વહેવા માંડશે. એ જ્ઞાનગંગા દ્વારા ગોચર, અગોચરની વાત સાંભળવા મળશે. સાકર અને શેરડીથી પણ મીઠી એવી ગુરૂદેવની વાણી આપણા હૃદયના વિષય કષાયની! કડવાશને દૂર કરશે. વિનયપૂર્વક ગુરૂદેવ પાસેથી જ્ઞાન લેવાથી અનેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થશે. એક ચિત્તે જિજ્ઞાસાપૂર્વક દિલના ઉમળકાથી વિનયપૂર્વક જ્ઞાન લેવાથી માત્ર શાસ્ત્રોના શબ્દાર્થનું જ્ઞાન થશે, એટલું નહિ પણ એ આગમના રહસ્યોને પણ જાણી શકાશે. વિનયથી પ્રસન્ન કરેલા ગુરૂના મુખમાંથી એવી અવનવી, ગંભીર અને રહસ્યભૂત વાત સાંભળવા મળશે કે જે સાંભળતાં આપણું હૈયું નાચી ઉઠશે. અવિનીત શિષ્યની સમક્ષ ગુરૂનું હૃદય ખુલતું નથી. શાસ્ત્રની રહસ્યભૂત વાતે હદયમાંથી નીકળતી નથી. માત્ર કર્તવ્યનું પાલન કરવા ગુરૂ જ્ઞાન આપે, ગુરૂ પાસેથી મેળવેલું જ્ઞાન આપણી સુષુપ્ત ચેતનાને ઢંઢોળે છે. માત્ર થથામાંથી સીધું જ્ઞાન માથામાં આવતું નથી, પણ હૃદયની કેમળ ભૂમિમાં એ જ્ઞાન રૂપ પાણી પહોંચે છે, પછી એ ભૂમિમાં પચી જાય છે. શાસ્ત્રજ્ઞાન ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવાની માત્ર ભાવનાથી અટકતું નથી પણ ત્યાગ કરાવીને અટકે છે. સ્વીકાર્યને સ્વીકાર કરવાની ભાવના, ભાવના રૂપે નથી રહેતી, એ ભાવના કાર્ય રૂપે પરિણત થઈ જાય છે. આત્માનું સંકલ્પ બળ જાગૃત થાય છે. પાપોને ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. પ્રતિજ્ઞા કરે છે. આ શ્રેના દ્વાર બંધ કરે છે. - પાપથી વિરામ પામવું તેનું નામ વિરતિ. પાપમાં કેઈ આનંદ નહિ. ખુશી નહિ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન અને પરિગ્રહ આ પાંચ મહાપાપોને મન, વચન, કાયાથી ત્યાગ કરે છે. આ વિરતિધર્મનું ફળ છે. આશ્રવનો નિરોધ–જે કે વિરતિનું સ્વરૂપ આશ્રોના નિરોધ રૂપ છે, પણ અહીં વિરતિના ફળ રૂપે આ ને ૩૬
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy