SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન શારદા રત્ન અને મુખમાં હાર જીભ હાય છતાં સમસ્ત જિનશાસનનુ વર્ણન કરવું તે શકય નથી. એવું ગહન, ગંભીર અને અનંત જિનશાસન છે. જગતમાં ન મળે એવુ જિનશાસનમાં મળેઃ—જગતમાં સુક્ષ્મ અને વિસ્તૃત કસાહિત્યની, ષડદ્રવ્યની, ભેદાભેદની, નિત્યાનિત્યની, સત્ અસત્ની, રૂપી ને અરૂપીની, સ્યાદ્વાદની, સપ્તભંગી અને સપ્તનયની, ચૌદ ગુણસ્થાનકની, ચૌદપૂર્વની, ચૌદ રાજલેાકની આ બધી વાતા જગતમાં જોવા ન મળે. સુક્ષ્મ મહાવ્રતાની સુક્ષ્મ વાર્તામાં જગતની દૃષ્ટિ ન પહેોંચે, સમિતિ અને ગુપ્તિની વાતા જગતને જોવા ન મળે. આ બધી મિલ્કત જૈનશાસન માટે રિઝવ છે. હીરા માણેકના ઢગલા તેા અનાર્યાને મળી શકે પણ જિનશાસન ન મળે. આ બધુ' જેને મળ્યું છે, એવા જૈનાની સંખ્યા કેટલી ? વીસ પચ્ચીસ લાખની, એમાં તમારા નંબર લાગ્યા, જગતમાં મહાકિંમતી મિલ્કતને પ્રાપ્ત કરી લેવા ભાગ્યવાનમાં તમારા નંબર નોંધાયા. જિનશાસન એટલે સર્વજ્ઞ શાસન, સર્વાંગ શાસન એટલે એક સમૃદ્ધનગર. મહાવૈભવશાળીસપત્તિશાળીનગર. એના વૈભવ કેાઈ સામાન્ય સેાના ચાંદીના કે તમારા માનેલા રત્નાના કે હીરાઓના નથી. હા, જરૂર તેમાં રત્ના છે ખરા પણ એ કયા ? જોવા છે એ રત્ના ઓળખવા છે એ રત્ના ? એ રત્નાના નામ છે ગમ, પર્યાય, અર્થ, હેતુ, નય અને શબ્દ આ છ તા એની જાતા છે. બાકીની સંખ્યા તા છે અનંત. જિનશાસનનું આ નગર અનંત અનંત રત્નાથી ખીચાખીચ ભરેલું છે. અત્યંત ગહન છે. આવા નગરમાં પ્રવેશ મળવા એ ખરેખર મહાદુલભ છે. અલ્પજ્ઞ મનુષ્ય એ અનંત રત્નાને કેવી રીતે જાણી શકે? આપણી પાસે તે જ્ઞાનના ક્ષયાપશમ નથી. આપણી પાસે સુક્ષ્મ બુદ્ધિ નથી. તેા કેવી રીતે જિનાગમા ભણી શકીએ ? આમ નિરાશ થઈને જ્ઞાન મેળવવાના પુરૂષાને છાડવાની જરૂર નથી. અનાજ બજારમાં વેરાયેલા દાણાઓને ભેગા કરતા ભિખારીઓને નથી જોયા ? એ રીતે જીવનનિર્વાહ ચલાવતા નથી જોયા ? અરે, જમીન પર વેરાયેલા અન્નના કણાને વીણી વીણીને ખાતા પક્ષીએ નથી જોયા ? તેમ આપણે પણ જિનાગમના વેરાયેલા તત્ત્વાને વીણી વીણીને ભેગા કરીએ તા ? જેમની પાસે શ્રુતવૈભવ છે, બુદ્ધિ વૈભવ છે તેમના ઘરના આંગણે થાડા ઘણા શ્રુતજ્ઞાનના દાણા વેરાયેલા પડચા હાય, તેને નીડરતાથી વીણી લેા. તે વૈભવશાળીએ મહાદયાળુ અને કરૂણા સાગર છે. તે આપણને વીણવા દેશે. સજ્ઞના શાસનને સમજવું, દ્વાદશાંગીના ગહન અર્થાનું જ્ઞાન પ્રાપ્ત કરવું', એ અતિ કઠીન છે. આપણા ચાલુ અધિકારમાં નિમરાજે પેાતાના માનનીય દૂતને ચંદ્રયશના રાજ્યમાં માકલ્યા. દૂતે જઈને ચંદ્રયશ રાજાને વિનય વિવેકપૂર્વક વંદન નમસ્કાર કર્યો. વિનયના ગુણુ એ મહાન ગુણ છે. વિનય વૈરીને વશ કરે છે, દુશ્મનને દોસ્ત બનાવે છે ને શત્રુને મિત્ર બનાવે છે. વિનય વિવેકી આત્મા વેરીના મકાનમાં જશે તે પણ આદરમાન પામશે. વિનયથી શું ફળ મળે છે ?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy