SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન પ૩૫ જે ભણતરથી (જ્ઞાન) ભવને અંત ન આવે તે સાચું ભણતર નથી. જે વિજ્ઞાનથી વિકારો ન છૂટે એવું વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે તે શું? એ વિજ્ઞાન વિનાશને નેતરે છે. તત્ત્વ નિશ્ચય પછી આત્મા ત્યાગાભિમુખ થાય છે, કારણ કે જડ અને ચેતન એ બેના ભેદનું વિજ્ઞાન થયા પછી જડ પ્રત્યે અનાસક્ત દશા પ્રાપ્ત થવી અનિવાર્ય છે. પ્રત્યાખ્યાન છે ત્યાં સંયમ છે. સંયમ અને તપ એ નિર્વાણનો હેતુ છે. આ પ્રમાણે સાધનાની ભૂમિકામાં ભગવાન મહાવીરે શ્રવણને મહત્ત્વ આપ્યું છે. શ્રવણની સાથે મનન પણ હોવું જોઈએ. મનન વિના શ્રવણને આનંદ ન આવે. સાંભળવા છતાં જે સમ્યકજ્ઞાન ન આવે તે સમજવું કે સાચું શ્રવણ નથી કર્યું. દાળ, ભાત, રોટલી, શાક જમીએ, છતાં પેટ ન ભરાયું તે કઈ કહેશે કે રોટલા ખાધા કે બીજું કંઈ ખાધું? રોટલા ખાઈએ તે પેટ ભરાવું જોઈએ તેમ શ્રવણની સાથે જ્ઞાન પણ મળવું જોઈએ. રોટલી ખાવા માત્રથી કામ ચાલતું નથી. તેનું એકરસ થઈ શરીરમાં પાચન થવું પણ જરૂરી છે. તેને રસ બને અને શરીરના એક એક અણુએ અણુ સુધી પહોંચે ત્યારે તે ઉપયોગી થાય છે. એ રીતે શ્રવણની સાથે મનન કરે, ચિંતન કરો અને આચરણ કરો, ત્યારે તેને રસ બની જીવનના અણુએ અણુમાં પહોંચશે અને ત્યારે તે શક્તિ આપશે. તમારે બહાર જવું હોય તે પહેલા તમે વાળ ઓળીને તમારું મુખ દર્પણમા જુઓ છે કે કેઈ ડાઘ તે નથી રહી ગયે ને? તેવી રીતે સત્ય શ્રવણ એ જીવનનું દર્પણ છે. તેમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. તેમાં જુઓ કે ખરાબી કયાં છે? જીવનમાં કઈ કાળા ડાઘ તો નથી ને ? દર્પણનું કામ તે માત્ર ડાઘ બતાવવાનું છે. સફાઈ તો જાતે કરવાની છે. દર્પણ કાંઈ સફાઈ કરવા આવવાનું નથી. દર્પણે ડાઘ બતાવ્યો છતાં તેને સાફ ન કરે તે તેમાં દર્પણનું કાંઈ બગડવાનું નથી, પણ દર્પણમાં જોવાને કઈ અર્થ સરશે નહિ. આ રીતે સત્ય શ્રવણની વાત છે. સાંભળ્યું છતાં જીવનમાં પરિવર્તન ન આવ્યું, અસત્યમાંથી સત્ય તરફ ન આવ્યા, સ્વાર્થ અને શ્રેષના કાળા ડાઘ જે સાફ ન કર્યા, તે શ્રવણ નિષ્ફળ જશે. કાનને મીઠું લાગે તેવું નહિ પણ જે જીવનને માટે મીઠું હોય તે સાંભળો. સત્ય શ્રવણથી હૃદય વિવેક જોતિને પામે છે. શ્રવણ કરવાથી જ્ઞાન-વિજ્ઞાન થાય. જ્ઞાન-વિજ્ઞાનથી જાણપણું થાય પણ આવતા કર્મને રોકવા માટે પ્રત્યાખ્યાનની જરૂર છે, અને જુના પુરાણું કર્મોને બાળવા માટે તપની જરૂર છે. આપણે ત્યાં મહાસતીઓએ પુરાણા કર્મો રૂપી ઇંધનને સળગાવવા માટે તપ રૂપી મોટે ભઠ્ઠો સળગાવ્યો છે. તપ કરવો એ સહજ નથી. તપ શા માટે ? અનાદિકાળના કર્મના ગંજ આત્મા પર પડ્યા છે તેને બાળવા માટે તપની જરૂર છે, પણ એટલું યાદ રાખવું કે તપની સાથે તાપ ન થવો જોઈએ. તપ આ લેક કે પરલોકમાં સુખ મળે એ માટે નથી કરવાને, પણ એકાંત નિર્જરાના હેતુથી તપ કરવાનું છે. બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી, બા. બ્ર. ઉવી શાબાઈ મહાસતીજી-આ બંને તપસ્વીઓ તપ કરીને કર્મની ભેખડે તેડી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy