SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ શારદા રત્ન સૂકું હતુ તે તેણે તેમને પ્રેમથી જમાડ્યું. સાંજે તે માતાના છોકરા ખેતરમાં મહેનત મજુરી કરીને આવ્યા. આખા દિવસના થાકથી તેના પગ થાકયા હતા અને ભૂખ કકડીને લાગી છે. જમવાની કેટલી વાર છે ? માણસ અથાગ મહેનત કરે એટલે ભૂખ લાગે એ સ્વાભાવિક છે. આજે મેાટા શહેરેમાં શારીરિક શ્રમનો અભાવ છે. ઘરનું કામકાજ નોકરી પાસે કરાવે એટલે મહેનત કરવાની બહુ ન રહી, તેથી ભૂખ ઓછી લાગે. તેવા જીવાને ભૂખ લાગવા માટે ચૂર્ણ અને દવાઓ લેવી પડે છે, છતાં કહે છે કે ભૂખ લાગતી નથી. માતાએ દીકરાને પ્રેમથી કહ્યું, બેટા ! ક ́ઇ વાર નથી, ખીચડી તૈયાર છે. તું જમવા બેસી જા. હુ' તને પીરસું. છેકરેા જમવા બેઠા અને માતાએ તેના ભાણામાં ખીચડી પીરસી. છેાકરાને કકડીને ભૂખ લાગી હતી, એટલે તે જલ્દીથી વચ્ચેથી ખીચડી લઈ ખાવા માટે તેમાં હાથ નાંખ્યા. તરત તેણે એકદમ ચીસ પાડી, કારણ કે ગરમ ખીચડીને અડતા તેનો હાથ દાઝી ગયેા. તેની માતાએ કહ્યું. તુ પણ પેલા ચાણકય અને ચંદ્રગુપ્ત જેવા મૂખ છે. આ શબ્દો ચાલુકયના કાને અથડાયા. તે ચમકી ઉઠ્યો. એક વૃદ્ધ માતા ભારતના નિર્માતાઓને મૂખ ઠરાવી રહી હતી, આનું કારણ જાણવા માટે તે બંને જણા વૃદ્ધ માતાની પાસે ગયા, અને પૂછ્યું, માતા ! હમણાં તમારા પુત્ર પાસે ચાણકય અને ચ'દ્રગુપ્તને મૂખ ઠરાવી રહ્યા હતા, તેા એ બંનેએ શી મૂર્ખાઈ કરી? આમ તા બને ઘણા બુદ્ધિશાળી દેખાય છે. માતાએ કહ્યું બેટા ! દરેક વસ્તુ ગ્રહણ કરવાની રીત હાય છે તેને તેની રીતે પ્રાપ્ત કરવી જોઈએ. ચાણકય અને ચંદ્રગુપ્ત નંદ રાજાનું રાજ્ય કબજે કરવા માંગે છે, પણ તેમણે માટી ભૂલ કરી છે. આસપાસની સીમાઓને કબજે કર્યા વિના તેમના સૈન્યને વચ્ચે ઉતાર્યુ અને પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું. પરિણામ એ આવ્યું કે ચારે બાજુથી ઘેરાઇ ગયા. આવી મૂર્ખતા મારા દીકરા કરી રહ્યો હતા. આજુબાજુથી ખીચડી લઈ ને ખાધી હાત તેા હાથ દાઝત નહિ પણ તેણે તા એકદમ વચમાં હાથ નાંખ્યા, એટલે હાર્થે દાઝી ગયા. ચંદ્રગુપ્ત અને ચાણકય માતાની વાત સાંભળી એક ખીજાની સામે જોવા લાગ્યા. ગામડાની એક ઘરડી માતાએ તેમને વિજયનું રહસ્ય સમજાવી દીધુ. તેમની ગૂંચવાઈ ગયેલી સમસ્યાના ઉકેલ વૃદ્ધ માતાની વાતમાંથી મળી ગયેા. માનવના વિકાસમાં શ્રવણનુ' જેટલું મહત્ત્વ છે તેટલું આધ્યાત્મિક જીવનમાં પણ છે. વીર વાણીના શ્રવણથી સમ્યક્દ્નાન થાય. હેય, જ્ઞેય અને ઉપાદેયના વિવેક જાગે. શ્રવણથી આત્મજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે છે. જ્ઞાનથી વિજ્ઞાનને માર્ગે આગળ વધે છે. વિજ્ઞાન એટલે તમારું વિજ્ઞાન ( સાયન્સ ) એ ન સમજશેા. એ વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તા પીછે હઠ કરી છે. નિશ્ચિતાત્મક જ્ઞાન એ વિજ્ઞાન છે અથવા જે જ્ઞાન તત્ત્વ વિનિશ્ચયના હેતુ હાય તે વિજ્ઞાન છે. જે ભણતરથી ભવ અંત ન થાયે, તે ભણતરને ભણવું શું? જે વિજ્ઞાનથી વિકાર ન છૂટયા, તે વિજ્ઞાન વધ્યાથી શું?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy