SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન પ૩૩ सवणे णाणे य विन्नाणे, पच्चखाणे य संजमे । अणण्हर तवो દેવ, વોવાળે ગરિયા સિદ્ધિ ।। વીતરાગ વાણીના શ્રવણથી જીવને જ્ઞાન થાય. આ જગતમાં સાંભળવા લાયક શ્રી સજ્ઞભાષિત વચન છે. તે સિવાય બીજું સાંભળવા લાયક નથી. સર્વજ્ઞભાષિત વચના આત્માને વસ્તુ સ્વરૂપના સાચા ખ્યાલ કરાવે છે, તેથી આત્માની બ્રાન્તિ નાશ પામે છે. સ'સારના અનંત દુઃખાને સુખ રૂપ માનવા અને સંસારથી છૂટકારા રૂપ મુક્તિના અનંત સુખાને દુઃખ રૂપ માનવા એ જીવની અનાદિકાળની મિથ્યા ભ્રાન્તિ છે. જિનભાષિત વચનાને વારંવાર સાંભળવાથી, વિચારવાથી, હૈયામાં જચાવવાથી ભ્રાન્તિ નાશ પામે છે, અને સત્યનું યથાર્થ દન થાય છે. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં ખેલ્યા છે— सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । સમય વિ. નાળફ સોન્ના, ન સેવત' સમાયરે । અ.૪, ગા. ૧૧ સત્ય શ્રવણથી આત્મા કલ્યાણના માર્ગ કયેા છે ને પાપના માર્ગ કર્યા છે, તે ઓળખી શકે છે. શ્રવણથી વિકાસના રાહુ અને વિનાશનો રાહ જાણી શકાય છે. પ્રગતિનો અને પતનના રાહ પિછાણી શકાય છે. સ'સારના અને સયમના, એક રાગના અને એક ત્યાગના માર્ગ જાણી શકાય છે. શ્રવણુનું કાર્ય માર્ગ બતાવવાનું છે. કયા રસ્તે ચાલવું તેની પસંદગી આત્માએ જાતે કરવાની છે. એ તા માત્ર દૃષ્ટિ આપે છે. ચાલવાનું કામ પગનુ' છે, પણ એક વાત છે કે શ્રવણ ગાંઠ પડી ગયેલી ગૂંચને ઘણી ખૂબી પૂર્વક ઉકેલી આપે છે. જ્યાં મેાટા મેાટા રાજનીતિજ્ઞાની મતિ પણ મૂઝાઈ જાય છે, ત્યાં એક સામાન્ય માનવીની સાધારણ વાત પણ તેની ગૂ*ચ ઉકેલવામાં સહાયભૂત નીવડે છે. મૌર્ય વંશના ઇતિહાસની વાત છે. એક વખત સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણકય ફરવા નીકળ્યા. ચાણકય ઘણા માટો કુશળ, નીતિ નિર્માતા હતા. હજુ નંદરાજાનું સામ્રાજ્ય વી રહ્યું હતું. તે ફરતા ફરતા કાઈ મહત્વ ભરી ચેાજનાની વિચારણા કરી રહ્યા હતા.. ફરતાં ફરતાં તેઓ એક નાના ગામડામાં પહાંચ્યા. ત્યાં એક વૃદ્ધ માતાના ઘેર જઈ પહેાંચ્યા. આ માતા કંઇ શ્રીમંત કે ધનવાન નથી પણ તેની હૃદયની સપત્તિ વિશાળ હતી. અતિથિ માટે તેને પૂજ્યભાવ હતા, એટલે તેણે ચાણકય અને ચંદ્રગુપ્તનુ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. ગામડામાં કેટલીક વખત એવા ભાવિક આત્માએ મળી આવે છે કે અલ્પ સમયના પરિચયમાં તે આપણું મન હરી લે છે અને તેમની પાસે રોટલા છાશ જે કંઇ હાય તે પ્રેમથી આપે છે. તેના લૂખા સૂકા રેાટલામાં સ્નેહની સ્નિગ્ધતા એટલી બધી હાય છે કે શુદ્ધ ઘીની ચીકાશ પણ તેની સામે કંઇ વિસાતમાં નથી. આ વૃદ્ધ માતાનું ઘર તો નાનું હતું, પણ હૃદય ઘણું વિશાળ હતું. એટલા માટે તેણે પ્રેમપૂર્વક એ બંનેને પેાતાના ઘરમાં રહેવા દીધા. આ માતાને એ ખબર પણ ન હતી કે આ બંને ભારતના ભવિષ્યના ભાગ્ય નિર્માતા છે. તે તા તેમને અતિથિ માનતી હતી. અને તેથી એ રીતે તેણે અતિથિ-સત્કાર કર્યાં હતા. પાતાના ઘરમાં જે લખું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy