________________
૫૩૨
શારદા રત્ન
(૫) અગ્નિ –અગ્નિ જેમ ઈન્જનને બાળે છે, તેમ જિનાગમ જ્ઞાન રૂપી અગ્નિ, કર્મરૂપી ઈન્જનને બાળવાનું કામ કરે છે.
(૬) ઔષધ –ઔષધ જેમ શરીરના રોગોને મટાડે છે, તેમ આગમરૂપી ઔષધ મિથ્યાત્વાદિ આત્માના ભવરોગોને મટાડે છે.
(૭) આંખ –આંખ જેમ જોનારને માર્ગ અને ઉન્માર્ગ બતાવે છે, તેમ આગમ પણ તેના ભણનારને સન્માર્ગ-ઉન્માર્ગનું ભાન કરાવે છે. " (૮) હાટ હાટ જેમ અનેક કરિયાણાઓનું સંગ્રહસ્થાન હોય છે, તેમ શ્રી જિનાગમ પણ અનેક શાસ્ત્રો અને તેની વ્યાખ્યાઓનું સંગ્રહસ્થાન છે.
જિનવચન સાંભળવાથી શ્રમ દૂર થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના વિવિધ તાપ શમે છે. જડતાને ઉરછેદ થાય છે. સમતાભાવની વૃદ્ધિ થાય છે. તથા ઇન્દ્રિયો રૂપી અશ્વો અને મન રૂપી વાનર વશમાં આવે છે. જિનવચનને શાસ્ત્રમાં નેલની પણ ઉપમા આપી છે. નર્વેલ એક જાતની વનસ્પતિ છે, કે જેને સુંઘવાથી નોળિયાને સર્પદંશથી ચડેલું ઝેર ઉતરી જાય છે, તેવી રીતે જીવને મેહરૂપી ફણિધરના ડસવાથી ચઢેલું રાગરૂપી વિષ નિરંતર જિનવચનનું ભાવપૂર્વક શ્રવણ કરવાથી ઉતરી જાય છે. જિનવચનની શ્રીઠાશ, અમૃત, દ્રાક્ષ, ખાંડ અને ઈક્ષરસની મીઠાશ કરતાં પણ અનંત ગણ અધિક
છેઃ જિનવચન ઉત્તમ મંત્ર સમાન અને અપૂર્વ રસાયણ સમાન છે. નિરંતર જિનવચનનું 8 શ્રવણ કરનારને નિત્ય નવીન નવીન સંવેગ, વૈરાગ્ય, વિષય સુખ પ્રત્યે ઉદાસીનતા, મેક્ષાભિલાષા, આત્મરમણતા તથા રાગદ્વેષની મંદતા વગેરે ચઢિયાતા ગુણે પ્રાપ્ત થાય છે. અથવા જિનવચન રૂપી જહાજ જેને પ્રાપ્ત થાય છે તે જીવ આ સંસાર-સાગરને સહેલાઈથી તરી જાય છે. મહાપુરૂષો કહે છે કે જિનવચનરૂપી સૂત્રમાં પરોવાયેલ જીવરૂપી સેય આ ભવચક્રમાં કદી પણ ખવાઈ જતી નથી. ભાવથી પ્રાપ્ત કરેલ જિનઆગમનું એક સૂત્ર પણ આ જીવને સંસાર સાગરથી તારવા માટે સમર્થ બને છે.
આવા જિનાગમના પ્રણેતા પરમાત્મા પ્રભુને આપણે સૌથી પ્રથમ નમસ્કાર કરીએ છીએ. પરમાત્માને પ્રણામ કરતા પહેલાં તેમને ઓળખવાની જરૂર છે. આત્મા બે પ્રકારના હોય છે. પરમ અને અપરમ. ઘાતી કર્મને ક્ષય થઈ જવાથી કેવળજ્ઞાનના પ્રકાશમાં જેમણે સમગ્ર બ્રહ્માંડન, લેક અને અલકને જોયા છે. એવા પ્રભુની વાણી સાંભળવાથી બધી શંકાઓ દૂર થઈ જાય છે. તે છે અરિહંત પરમાત્મા, તેમાં કેવળીને પણ સમાવેશ થઈ જાય છે. તેમના સિવાયના બીજા બધા “અપરમ આત્મા છે. આપણે “અપરમ આત્મા છીએ. અપરમ આત્મા પરમ આત્માને પ્રણામ કરે, તેમની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, તેમનું ધ્યાન ધરે, તેમણે બતાવેલ માર્ગ પર પોતાનું જીવન જીવે તે અપરમ પરમ બની જાય છે. આવા પરમાત્મા પ્રભુની વાણી સાંભળવાથી જીવને મહાન લાભ થાય છે. સૂત્રકાર કહે છે –