________________
શારદા રત્ન
૫૩૧
ગુસ્સામાં કુમારોને ન કહેવાના શબ્દો કહ્યા. મુખમાંથી વચનાગ્નિની વર્ષા વરસવા માંડી. આ સાંભળીને કુમારા તે સ્થિર બની ગયા ને વિચાર કરવા લાગ્યા કે આજ દિન સુધીમાં પિતાજીને ગુસ્સા કરતાં જોયા નથી. ને આજે આટલા બધા ગુસ્સા કેમ ? રાજા કહે છે કેમ, આજે શુ* કરવા ધાર્યું. છે ? સમયને ઓળખતા નથી શીખ્યા ? તમારે મન દરેક પ્રસંગેા સરખા જ છે કેમ ? ફૂલદાની તૂટી ગઈ તા ખેર ! પણ મારા ધ્યાનમાં સ્ખલના કરનાર બદમાશે ! નીકળી જાઓ ઘરની બહાર. હવે તમારું મુખ મને બતાવશે નહિ.
કાઈ દિવસ એક પણ શબ્દ ન ઉચ્ચારનાર પિતાજીના મુખમાંથી આજે આ શબ્દો નીકળ્યા. તેથી કુમારના મનમાં અનેકાનેક કલ્પનાના ઘેરા વાદળા સડસડાટ ચાલી રહ્યાં. હૈયામાં થડકારા શરૂ થયા, છતાં હિંમત રાખી, રાજાના ચરણમાં મસ્તક નમાવી નમ્રતાથી ખેાલ્યા, પિતાજી ! અપરાધની ક્ષમા યાચીએ છીએ. મહારાજાની આંખેા તા કુંવરની આંખેા સામે જોઈ રહી હતી. કારે એ આંખાના પાણી મેાતીની વર્ષા કરે ? રાજાની ધીરતા ખૂટતી નથી. છેવટે કુમાર જ્યાં મસ્તક નમાવે છે ત્યાં ક્રોધના પારા આસમાને ચઢયો. યુવરાજને જોરથી ત્રણ તમાચા લગાવી દીધા. યુવરાજની આંખમાં આંસુ આવી ગયા. જીવનમાં પહેલી જ વાર આવા માર પડવાથી કુમારોના નયનમાંથી શ્રાવણ-ભાદરવા વરસવા લાગ્યા. રાજાની આંખેા વારાફરતી બંને કુમારાના નીકળતા આંસુએ તરફ હતી કે હમણાં મેાતીના ઢગલા થશે. રાજાની જિજ્ઞાસા વધતી હતી, પણ મેાતીના બદલે અશ્રુ ત અશ્રુ રહ્યા. હનું રાજા મેાતીની લાલસાથી કુમારાને ફરી વાર મારશે ને ત્યાં શુ` બનશે, તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન, ૫૭
ભાદરવા સુદ ૧૫ રવીવાર
તા. ૧૩–૯–૮૧
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનેા ! શાસનના શણગાર, અવનીના અણુગાર એવા અનંત જ્ઞાની ભગવંતાએ ભવ્ય જીવોના આત્મઉત્થાન માટે આગમની પ્રરૂપણા કરી. વર્તમાનકાળમાં પચમ આરામાં આગમ એ આત્માની ઉન્નતિ કરાવનાર પથદીપક છે. એવા જિનાગમને મહાપુરૂષોએ ઘણી ઘણી ઉપમાઓ આપી છે. તેમાં મુખ્ય આઠ ઉપમાઓ છે.
(૧) સૂર્ય :—સૂર્ય જેમ પાતાના પ્રકાશ વડે ખાદ્ય પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ જિનાગમ પણ તેનું અધ્યયન કરનારને લેાકાલેાકના ભાવને જણાવે છે.
(૨) ચંદ્ર :—ચંદ્ર જેમ પેાતાની શીતળતા વડે જગતને આનંદ આપે છે, તેમ શ્રી જિનાગમ પણ જગતને નિજસ્વરૂપ (જ્ઞાન–દન)માં ૨મણુતા રૂપી આનંદને પમાડે છે. (૩) દિપક :—દિપક જેમ અંધકારના નાશ કરે છે, તેમ જિનાગમ પણ આંતર
તિમિર-માહાંધકારના નાશ કરે છે.
(૪) દૃણુ :—દર્પણુ જેમ તેની અંદર જોનારને પેાતાની આકૃતિ બતાવે છે, તેમ શ્રી જિનાગમ પણ તેનુ અધ્યયન કરનારને પેાતાનું આત્મસ્વરૂપ બતાવે છે.