________________
૫૩૦
શારદા રત્ન
ફૂલની માળા પહાડને ભાર કેમ સહી શકે? શું ત્યારે કઠેર વચન કહેવા? દુનિયામાં વચન પરિષહ દુર્લભ મનાય છે. વચનના તીર્ણ બા અંતરના મર્મસ્થાનેને ભેદી નાંખે છે. એ મર્મસ્થાન ભેદાતા નયન કિનારા આપોઆપ અંતરના આંસુથી ભીંજાયા વિના રહેતા નથી. બાળકે માટે રૂદન એ સ્વાભાવિક પ્રકૃતિ છે, પણ વગર વાંકે કઠોર શબ્દો કહેવાની પિતૃ હૃદયની હામ હતી નહિ. તે હવે કરવું શું? એક બાજુ પિતૃહદય અને બીજી બાજુ આશ્ચર્યદર્શનની અતિ જિજ્ઞાસા. અંતે રાજાએ મનમાં એક નિશ્ચય કર્યો. - રાજા સવારમાં ઉઠયા. વાતાવરણ શાંત હતું, મંદ મંદ શીતળ હવા આવતી હતી, પણ રાજાના મનમાં શાંતિ નથી. તેમનું ચિત્ત આંસુમાંથી ક્યારે મોતી બને એમાં હતું. ત્યાં બારણે અવાજ આવ્યો. બારણું ખોલ્યું તે બંને કુમારોને જોયા કુમારોએ આવીને પિતાને વંદન કર્યા. રાજા મૌન બેસી રહ્યા. કુમારો વિચારમાં પડયા. દરરોજ પ્રેમથી મીઠી ભાષાથી બોલતા પિતાજી આજે કેમ બેલતા નથી, અને આપણને જોતાં આને કેમ બંધ કરી દીધી હશે? રોજ આપણે દર્શન કરવા આવીએ તે આપણને બાથમાં લઈ લેતા ને આજે સામું પણ જોતા નથી. શું આપણુથી કાંઈ અપરાધ થયો હશે ? આપણી કઈ ભૂલ થઈ ગઈ હશે? બંને કુમારોના દિલ આકુળ વ્યાકુળ બની ગયા. - અણધાર્યા વિષમ પ્રસંગેનું અણધાર્યું આક્રમણ ભલભલા વીરોને પણ એક પળ વિચારમાં મૂકી દે છે, તે આ બિચારા નાના ફૂલડા, આ ઝંઝાવાતના ઝપાટાને કેવી
રીતે સહન કરી શકે ? બંનેના શરીર ભયથી ધ્રુજવા લાગ્યા. લળી લળીને પગે લાગે છે. | બાપુજી! અમારો શો વાંક ગુને છે કે આજ અમારા સામી મીઠી દૃષ્ટિ પણ કરતા નથી. 'હવે આપણું શું થશે? બીકના માર્યા કુમારોએ ગઈકાલની આખી દિનચર્યા તપાસી.
ક્યાંય પણ પિતાજીને ન ગમતું કે તેમની આજ્ઞા વિરૂધ્ધ કંઈ કર્યું નથી ને? સમયના પાના ઉકેલીને ફરી ખૂબ ધ્યાનપૂર્વક તપાસ્યા છતાં ક્યાંય પણ રાજાના ગુસ્સાનું કારણ મળ્યું નહિ. તેઓ આશ્ચર્યમાં પડ્યા. શું હશે ? કયાંય અઘટિત તે કર્યું નથી, તેથી મનમાં શાંતિ થઈ. નાનકુમાર કહે ભાઈ! આપણે જલદી જલદી પિતાજીને નમન કરીને બહાર જતા રહીએ. પિતાજી તે આંખે ખેલતા નથી ને સામું જોતા નથી. મેટેભાઈ કહેપિતાજીના અંતરના આશીર્વાદ ન મળે ત્યાં સુધી નમસ્કાર શા કામના ! તું થોડી ધીરજ રાખ. હમણું પિતાજી આંખ ખેલશે.
પાછળ ફરતાં હાથ લાગતા, ફૂલદાનીઓ ફૂટી ગઈ
ક્રોધાતુર રાજા ખૂબ બન્યો, બંનેને લાકે માર્યો. આ પ્રમાણે બેલતા કુમાર જરા પાછળ દષ્ટિ કરવા ગયો ત્યાં નહીં જેવા હાથના ધક્કાથી ફૂલદાની ગબડીને નીચે પડી ગઈ ને ફૂટી ગઈ. પહેલાં તે રાજાને મન ફૂલદાનીની કિંમત ન હતી, પણ આજે તે ફૂલદાની તૂટતા રાજાને નિમિત્ત જોઈતું હતું તે મળી ગયું. નિમિત્ત મળતાં તણખાને દાવાનળ બને છે, ફૂલદાની પડવાના અવાજથી રાજાએ આંખો
લી., પણ આંખમાં ખુન્નસ ઉભરાયું, મુખ પ્રાધથી લાલચેળ બની ગયું. રાજાએ