SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ શારદા રત્ન રહ્યા છે. કર્મો સામે કેશરીયા કરવા તપયજ્ઞમાં જોડાયા છે. આપણા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી નિયમા મેક્ષે જવાના હતા, છતાં તેમણે કેટલા ઉગ્ર તપ કર્યા. સામાન્ય તપ નથી કર્યા પણ ચોમાસી, છમાસી તપ કર્યા. પાંચ મહિના ને પચીસ દિવસના પણ તપ કર્યા. તેમાં તે ભગવાનને અભિગ્રહ હતે. ભગવાન રોજ ગૌચરી માટે ફરી રહ્યા છે પણ અભિગ્રહ પૂરો થતું નથી. તે અભિગ્રહ ચંદનબાળાના હાથે પૂરો થયે એ વાત તો ઘણી વાર સાંભળી ગયા છો. ચંદનબાળાનું નામ તે વસુમતી હતું. તેના પિતા દધિવાહન રાજા લડાઈમાં માર્યા ગયા તેથી વસુમતી અને તેની માતા ધારિણી દેવી ત્યાંથી રથમાં બેસીને ભાગી છૂટયા. રસ્તામાં સારથીની દષ્ટિ બગડી તેથી ત્યાં ધારિણી દેવીએ જીભ ખેંચીને પ્રાણ છોડ્યા, પણ શીલ ન છોડ્યું, પછી સારથીએ ચંદનબાળાને વેચવા માટે બજારમાં ઉભી રાખી. કયાં એક વખતની રાજકુમારી ને કયાં ચૌટે વેચાવાનું આવ્યું ? ત્યાં એક વેશ્યા એને ખરીદવા આવી, જેના જીવનમાં ધર્મ છે, શીલનું ખમીર છે, એવી ચંદના પૂછે છે બેન ! આવું તો ખરી, પણ તમારે ત્યાં આચાર વિચાર શું છે એ કહે. ગણિકા કહે–રોજ નવાં સ્વાંગ સજવાના ને નવા પુરૂષ રીઝવવાના. ચંદનાને ચિંતા થઈ કે આ ઘરમાં હું મારું શીલ કેવી રીતે સાચવીશ ! દેહ કુરબાન કરીશ પણ ચારિત્ર તે નહિ છોડું. તેણે શાસનના દેવને પોકાર કર્યો. તે શાસનદેવ! આપ મારું રક્ષણ કરજો. જે આપ મારી વહારે નહિ આવે તે લાજ તમારી કરો. તેને ટેલીફેન જોડવો ન પડ્યો કે નંબર લગાડવો ન પડ્યો. તેના અંતરની ભક્તિને ટેલીફેન દેવલેકમાં પહોંચી ગયે. દેવેનું આસન ડેલું, ઉપગ મૂકીને જોયું તે સતીને કષ્ટમાં જોઈ. દેવો વાંદરાનું રૂપ લઈને આવ્યા ને ગણિકાને ચારે બાજુથી હેરાન હેરાન કરી. ગણિકા કહે, આને મારે નથી લઈ જવી. તે ગણિકાના પંજામાંથી છૂટી. ત્યાં એક શેઠ આવ્યા. ચંદનાના ચારિત્રના તેજથી ચમકતું મુખડું જોયું ને સમજી ગયા કે આ કઈ પવિત્ર સતી છે. કર્મોદયે તેને ભર બજારમાં વેચાવાનો વખત આવ્યે છે. શેઠને દયા આવી. તેમને સંતાન હતું નહિ. એટલે ચંદનાને પોતાને ઘેર લઈ ગયા તેને દીકરીની જેમ સાચવે છે, પણ શેઠાણીને ચંદના પ્રત્યે ઈર્ષા આવી. ઈષ્ય ઘણું મેટું પાપ છે. ઈર્ષ્યાથી ઘણાં પાપ પેદા થાય છે, અને તેનાથી માણસનું જીવન બરબાદ થઈ જાય છે. ઈષ્ય પ્રેમનું ઝેર છે. ઈર્ષાથી પ્રેમનું મેત થાય છે. ઈષ્યને દોષ ખૂબ ખત્તરનાક છે. ઈર્ષાને લીધે માણસ પોતાની ચિત્ત શાંતિ અને ચિત્ત પ્રસન્નતા ગુમાવી બેસે છે. ઈર્ષ્યા રેષને જન્મ આપે છે. બીજા જીવોનું સુખ જોઈને, બીજાની આબાદી ને ઉન્નતિ જોઈને જે આનંદ ન થાય, મન ખુશ ન થાય તે સમજવું કે હૈયામાં ઈર્ષ્યા ભરેલી છે. ઈર્ષ્યાથી ભરેલું મન અશાંત અને ઉદાસી રહે છે. આવા મનની તન પર પણ ખરાબ અસર પડે છે. હૈયામાં ઈર્ષ્યા હોય અને ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવામાં આવે તે એ ક્રિયાઓમાંથી ધર્મની સુગંધ નહિ આવે. ઈર્ષ્યાથી તે માણસનું પતન થાય છે, પછી તે ગૃહસ્થ હોય કે સાધુ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય ! ઈર્ષ્યાથી માણસનું પતન થવાનું. ઈર્ષ્યા શું નથી કરતી! અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy