SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ શારદા રત્ન ત્યાગીને ચાલતો થાય એમ સંસાર ત્યાગી દે. પારથ રાજા વિચારવા લાગ્યા કે હું રાજ્ય વિષે જે ખામી માનતા હતા તે ખામી નમિરાજે પૂરી કરી દીધી. હવે જે મને કઈ મુનિનો સુયાગ મળી જાય તો હું અમાનું કલ્યાણ કર્યું. આ સંસારના બંધનમાંથી છૂટું. આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા ને મુનિના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં એમના સદ્ભાગ્યે આચાર્ય ભગવંત પધાર્યા. આ સમાચાર મળતાં તેમને ખૂબ આનંદ થયો. રાજા પરિવાર સહિત આચાર્ય ભગવંતના દર્શને ગયા. ગુરૂ ભગવંતે તેમની પાસે સુંદર વાણીનું પીરસણું મૂકયું. રાજા મુનિને ઉપદેશ સાંભળી વિરાગ્ય પામ્યા ને ગુરૂ ભગવંતને કહ્યું, હું આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. મુનિ કહે-“મહા સુદં તેવા માં વિંધ છે?દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરે. સારા કામમાં વિલંબ ન કરો. પદ્રરથ રાજાએ ઘેર આવીને મિકુમારને પાસે બોલાવીને કહ્યું-દીકરા ! હવે તમે રાજ્યનું સંચાલન કરો. હું દીક્ષા લેવા ચાહું છું. રાજાની આ વાત સાંભળીને મિકુમાર રડી પડો. પિતાજી ! આપ આ શું કહો છો ? હું તે હજી ખેલ ખેલતો બાળક છું. લાડકોડમાં ઉછર્યો છું. આપ મારા પર રાજ્યને બીજે કયાં નાં છો? રાજ્યનું સંચાલન કેવી રીતે કરી શકું ? હું તો અબુધ અજ્ઞાન છું. આપની કૃપાથી અત્યાર સુધી મોજમઝા માણવામાં રહ્યો છું, માટે આપને દીક્ષાની આજ્ઞા નહિ આપું. નમિકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે પદ્મરથ રાજાએ કહ્યું કે હવે તમે અબુધ નથી, પણ દરેક રીતે યોગ્ય છે, માટે રાજપાટને કારભાર સંભાળી મને સંયમ લેવાની આજ્ઞા આપે. આ સંસારમાં સુખ છે જ નહિ. સાચું સુખ સંયમમાં છે. લક્ષ્મી તણે આવાસ એવી રાજગાદીને તજી, ભાવે થકી ભિક્ષુક થઈ ભાગી ગયા કાં ભરતજી, બહુ આધિ, વ્યાધિ ઉપાધિને, તાપ લાગે આકરે, સુખ છે નહિ સંસારમાં, શાને વૃથા ચિંતા કરો. જે સંસારમાં સુખ હોત તે ચક્રવર્તી ઓ એ સુખને છોડતા નહિ. છ ખંડની અધિ હોવા છતાં ભાવ ચારિત્ર આવતાં કેવળજ્ઞાન પામ્યા, પછી પણ સંસારમાંથી ચાલી નીકળ્યા. નમિકમાર પિતાને રોકવા માટે આગ્રહ કરે છે, હવે શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર -સાગરદત્ત શેઠ રાજાને લાડવા ભેટ આપવા આવ્યા છે. રાજાના મનમાં થયું કે આ માણસ ભલે અત્યારે ગરીબ દેખાય છે પણ તેના લલાટની રેખાઓ ચમકી રહી છે તેવી લાગે છે કે તે પહેલા ગર્ભશ્રીમંત શેઠ હશે અને ભવિષ્યમાં ફરી શ્રીમંત થવાનો હશે. રાજા પૂછે છે, આપ શી ભેટ લાવ્યા છે ? થાળીમાં શું હશે તે જોવા માટે બધાં ઉંચા નીચા થઈ રહ્યા છે. ત્યાં શેઠે થાળ પરનું કપડું દૂર કર્યું, અને કહ્યું મહારાજા ! મારા ઉપર કૃપા કરો અને આ રંકની નાની શી ભેટને સ્વીકાર કરો. થાળની મધ્યે મઘમઘતા બે લાડવા જોઈને રાજાનું મુખ મલકાઈ ગયું. તે બધાની જેમ હાંસી મશ્કરી કરતા ન હતા, પણ ધીરવીર અને ગંભીર હતા. તેમણે પૂછ્યું–મહાશય !
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy