________________
શારદા રત્ન
૫૧૩
આવા લાડવા તો રેજ અમારે ત્યાં બને છે. તેમાં બે લાડવાની શી વિસાત ! બે લાડુમાં કોણ જમે? મારું આટલું મોટું રજવાડું. હું લાડવા કોને આપું ?
રાજાના બટક બોલાએ, સાગરની મશકરી કરી,
લઈ જાઓ તમારા લાડુ, ભજનમાંથી ઓછા થાશે, રાજાએ તો મીઠાશથી ધીમેથી વાત કરી પણ રાજાના બટકબોલા મશ્કરીયાઓ હતા તેમણે કહ્યું–લઈ જાવ.લઈ જાવ.તમારા લાડવા. તમારા જમવામાંથી ઓછા થશે. આખી સભા હસે છે, મશ્કરી કરે છે, છતાં શેઠના અંતરના ઓરડામાં નહીં ઉકળાટ કે નહિ ગુંગળાટ. એ શાંત સરોવર સમ નિર્મળ પવિત્ર રહ્યા. રાજા કહેતમને તમારા ભાગ્યોદયે આ લાડવા મળ્યા હશે, માટે આપ લઈ જાવ.
શેઠ ધર્યતાપૂર્વક કહે છે, સાહેબ! હું રંક છું. ગરીબ છું, અને મારી ભેટ પણ સાવ રંક છે. છતાં તમારા રસોડામાં રોજ મણ મણ જે લાડુ થાય છે તે આ લાડવા જેવા નહિ. આ લાડવા ચૂરમાન છે પણ તે ચમત્કારિક છે. ફળનું આસ્વાદન થાય ત્યારે ફળની મધુરતાની ખબર પડે. દેખાવથી નહિ. શેઠે આ પ્રમાણે કહ્યું, એટલે રાજાના હૈયામાં શ્રદ્ધા થઈ કે ખરેખર આ લાડુ કેઈ કરામતવાળા છે. કહો ત્યારે તમારા લાડવા કેવા છે? તેમાં શું ચમત્કાર છે? મહારાજા !
એક લાડુ ખાવાથી રાજ્યાધિકારી બને, બીજાના ગુણેને સુણે; બીજો લાડુ ખાતા તેની, આંખના આંસુ ખેતી બની જાય.
આ લાડવામાં એવી શક્તિ છે કે આ બે લાડવામાંથી એક લાડ ખાતા ખાનાર માણસને આજથી સાતમે દિવસે રાજ્ય મળશે. બીજે લાડવો ખાતા લાડુ ખાનાર જ્યારે કેઈ પ્રસંગે તેની આંખમાંથી આંસુ પડશે, ત્યારે તે સાચા મોતી બની જશે. આ સાંભળી કંઈક ટીખળીયાઓ બોલવા લાગ્યા કે લાડવા ખાવાથી રાજય મળતું હોય ને મોતી મળતા હોય તો તું જ ખાઈ જા ને ! તે તારી ગરીબાઈ ટળી જાય. રાજા તે ધીરજ ધરીને બેઠા છે. તે મનમાં વિચાર કરે છે કે આ બિચારે કેટલા પ્રેમથી અને હોંશથી દેવા આવ્યો છે, તે લાવ, જેઉં તે ખરો કે લાડવાનો કેવો પ્રભાવ છે. હવે શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૫૫ ભાદરવા સુદ ૧૩ ને શુક્રવાર
તા. ૧૧-૯-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવતે જીવને સંસારનું સ્વરૂપ સમજાવતા કહે છે કે તમને સંસારનો પંથ લાગે છે સુંવાળે, પણ છે કાંટાળો.
જ્યાં ચાલતા માત્ર પગ છોલાય એટલું જ નહિ પણ લોહીની ધારા વહે, ચાલવાની શક્તિ ખૂટે ને પંથ પથિકને લૂંટે. તમને લાગે છે આવું? જંગલની અટવીમાંથી કદાચ પસાર થવાનો સમય આવે ત્યારે ચાલતા ચાલતા કેટલી સાવધાની : પગલું મૂકતાં શંકાથી
૩૩