________________
શારદા રત્ન
૫૧૧ શો ઉપયોગ થયો હતો? ખબર છે? એના વડે ચામડાની બેગ, બૂટ, ચંપલ, વગેરે બનાવવામાં આવ્યા હતા. મનને આનંદ આપનારી વસ્તુઓ માટે છ લાખ પશુઓની ચિત્કારે કેટલી મર્મવેધી કરૂણ હશે! પણ સ્વાર્થી મનુષ્ય પાસે એ કરૂણ ચિત્કારો સાંભળવા કાન નથી. મનોરંજન માટે થઈને અનેક પશુઓના પ્રાણ વિધી દેવામાં આવે છે. ક્યારેક એની પૂછડી કાપી નાંખવામાં આવે છે. અરે, કંઈક ને કાપેલી પૂછડી વાળા પશુ ગમે છે. એટલા માટે ગાય અથવા કૂતરાનું પૂછડું કાપી નાખવામાં આવે છે. પૂછડું કાપતાની સાથે લેહીની ધારા વહે છે. એ સમયે એમને આત્મા કેટલે તરફડતો હશે! પણ એ મૂંગા પશુના તરફડાટને કૅણ જુએ છે ? લોહીની ધારને બંધ કરવા માટે લેઢાને ચીપીઓ ગરમ કરી એ સ્થળે ચટાડી દેવામાં આવે છે. એક તે ઘા અને ઉપરથી પાછો ગરમ ચીપીય, લેહી તે બંધ થઈ જાય પણ એને કેટલી પીડા થતી હશે એની કલ્પના પણ કરી શકાતી નથી. પાછળથી કાપેલા પૂંછડાવાળા પ્રાણીને મચ્છર પણ ઘણે ત્રાસ આપે છે. કારણ કે પૂંછડાને અભાવે મચ્છરોને ઉડાડવામાં તેઓ અસમર્થ બની જાય છે. જીવ પોતાના સ્વાર્થને કારણે કેટલા પાપ કરે છે. એ પાપના ફળ ભોગવવા પડશે ત્યારે રડતા પણ પૂરા નહિ થાય, માટે પાપથી ડરો, પાપભીરૂ બને.
પાપભીરૂ બનેલા એવા મયણરેહા તે દીક્ષા લઈને ઉગ્ર સાધના કરી રહ્યા છે. આ બાજુ નમિકુમાર પાંચ પાંચ ધાવમાતાઓથી ઉછરી રહ્યો છે. થોડી મોટી ઉંમરને થતાં નમિકુમારને અઢાર દેશની દાસીઓના સંરક્ષણમાં મૂકવામાં આવ્યો કે જેથી તેને અઢાર દેશની ભાષાઓનું જ્ઞાન થઈ જાય. નેમિકુમાર આઠ વર્ષના થયા ત્યારે તેને ભણવા માટે આચાર્યની પાસે બેસાડવામાં આવ્યા. ભણવામાં ખૂબ હોંશિયાર છે. બુદ્ધિ તીવ્ર છે એટલે ગુરૂના ઈશારામાં બધું સમજી જાય. જાતિવંત ઘોડાને ચાબૂક મારવાનો ન હોય, બતાવવાનો હોય, તેમ મારા મહાવીરના સંતાને કેવા હોય? ચાબૂક બતાવવાનો હોય પણ મારવાનું ન હોય. અમે મહાવીરના સંતાન છીએ. એવું બોલતા તમારી છાતી ગજ ગજ ઉછળવી જોઈએ. નમિકુમાર ૭૨ કલાઓ શીખી ગયા. કલા શીખીને ઘેર આવ્યા. માતાપિતાનું વાત્સલ્ય—હત અપાર છે. તેમને વિચાર પણ નથી આવતો કે આ પુત્ર મારો નથી. પૂર્વને એ કણાનુબંધ સંબંધ છે. નમિકુમાર હવે યૌવનને પગથારે આવી ઉભે. બુદ્ધિમાં એ અજોડ બન્ય. સૌંદર્ય એનું બિનહરીફ બન્યું. તેમના સમાન રૂપ, ગુણ, અને શીલ સંપન્ન ૧૦૦૮ સુંદર કન્યાઓની સાથે મિકુમારના લગ્ન થયા. તે પોતાની રાણીઓ સાથે આનંદ પૂર્વક રહેવા લાગ્યા. ધીમે ધીમે રાજકાજમાં પણ હોંશિયાર થઈ ગયા.
પદ્મરથ રાજાએ જોયું કે નમિકુમાર હવે મિથિલાને મુગટ પહેરી શકે એ બડભાગી તૈયાર થઈ ગયા છે, તે હવે મારે મારા આત્મા પર રાજ્ય કરવું જોઈએ. યુદ્ધી તે ઘણું ખેલ્યા, હવે કર્મોની સામે યુદ્ધ ખેલવું જોઈએ. આર્યાવર્તની એ સંસ્કૃતિ હતી કે રાજ્યભારને વહન કરવા પુત્ર સમર્થ બને, પછી પિતા સર્પ જેમ કાંચળીને
..