SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ શારદા રત્ન રૂપિયા ધૂળ છે જ્યારે ગરીબના દુઃખ દૂર કરવા માટે વાપરેલા બે રૂપિયા ખેતરમાં વાવેલા બીજ સમાન છે, જે તેને અનેક ગણું ફળ આપશે. એક મોટર ડ્રાઈવર છે. મેટરના રક્ષણની જવાબદારી એની છે, પણ એ માત્ર મેટરના રક્ષણની ચિંતા કરે અને સડક પર ચાલનારા જીવોની ચિંતા ન કરે તે શું એની મોટર સુરક્ષિત રહેશે ખરી? કેટલા અકસ્માતે થશે? કેટલાના પ્રાણ ચાલ્યા જશે ? એ રીતે આપણું જીવન રૂપી મોટરની સુરક્ષાની જવાબદારી આપણું ઉપર છે. જીવન મેળવ્યું છે તે એ નષ્ટ કરવા માટે નથી પણ સાથે એ જોવાની જવાબદારી આપણા પર રહે છે કે આપણી આ જીવન રૂપી મોટરના વેગમાં સ્વાર્થના પૈડાઓ નીચે કેઈ કચરાઈ ન જાય. જે પોતાના હિતની ચિંતા કરે છે તે સ્વાથી છે. જે પિતાના હિતની સાથે બીજાના હિતને કાંઈક ખ્યાલ રાખે છે તેને મધ્યમ પ્રકૃતિને માણસ કહી શકાય, પણ બીજા માટે પિતાના હિતનું બલિદાન કરે તે તે મહાપુરૂષ છે. આજે માણસ મોટામાં મોટી હિંસા સ્વાર્થથી પ્રેરાઈને કરે છે. માનવીની સ્વાર્થબુદ્ધિ જ્યારે એનો વિવેક દીપ ઓલવે છે ત્યારે તે એ હિંસા માટે પ્રેરિત થાય છે. સાંભળ્યું છે કે ચીના લોકો કર્મોરેટ નામનું પક્ષી પાળે છે. આ પંખી લગભગ બગલા જેવું હોય છે. એને ઉપગ તેઓ માછલા પકડવા માટે કરે છે, પણ તે પોતે એક માછલું ખાઈ ન જાય એ માટે એને ગળામાં એક ગેળી ફસાવી દે છે. જુઓ, માનવીની કેટલી સ્વાર્થ બુદ્ધિ! તેની પાસેથી બીજે કંઈ કંઈ ન લઈ શકે તે માટે કેટલી સાવધાની રાખે છે! પોતાના સ્વાર્થ માટે માણસે હિંસાની પ્રક્રિયાને કેવું વિશાળ રૂપ આપ્યું છે! ચિકાગોમાં કસાઈખાનું છે. જ્યાં દરરોજ સવારથી લઈને સાંજ સુધી અવિરત પશુઓની કતલ થયા કરે છે. એ પશુઓની કતલથી લેહીની નદીઓ વહી રહી છે. આ એક જ કસાઈખાનામાં અઢારસો મજુરો જ કામ કરે છે. આ તે પરદેશની વાત કરી પણ ભારતમાં આજે શું થઈ રહ્યું છે? જે પવિત્ર ભૂમિમાં ભગવાન મહાવીર સ્વામી, મહાત્મા બુદ્ધ જેવા, અહિંસાના પયગંબરો થઈ ગયા. મહાત્મા ગાંધીજીએ પણ અહિંસાને સંદેશ આપ્યો છે. જેણે અહિંસાથી ભારતને સ્વતંત્ર કર્યું, જે સરકાર આજે અહિંસાની ઉઘેષણ કરે છે તે જ ભારત સરકાર આજે મદ્રાસ, કલકત્તા, દિલ્હી જેવા મોટા શહેરોમાં કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ કતલખાના નિર્માણ કરી રહી છે. - અહિંસાપ્રધાન ભારતદેશમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. કતલખાના વધી રહ્યા છે. બાપડી અહિંસાદેવી ચૂપચાપ આંસુ વહાવી રહી છે. એના આંસુડા કેણ લુછશે ? આજે ફેશનેબલ વસ્તુઓ માટે પણ ઘણી હિંસા થાય છે. ચીકણું ચમકતા ચામડાના પટા અને બૂટ ઘણી હિંસાથી બને છે. ચામડાની જે વસ્તુ જેટલી વધુ મુલાયમ અને ચમકતી હશે એની બનાવટમાં વધુ હિંસા થઈ હોય છે. એક વાર પેપરમાં વાંચ્યું હતું કે લંડનમાં એકવાર એક વર્ષમાં છ લાખ પશુઓનું ચામડું વેચાયું હતું. એને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy