SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શારદી રત્ન ૫૦૧ દીધો છે તેવા મહાત્માઓને તે અહીં મોક્ષ છે. આવા મહાત્માઓ શબ્દાદિ વિષયોના ઉપભોગનું દારૂણ પરિણામ વિચારી તેની અનિત્યતા અને દુઃખદાયિતાને સમજી સંસારના રાગ દ્રષમય ભયંકર દુખોને ખ્યાલ કરી પોતાના શરીર પર રાગ કરતા નથી. શત્રુ પર રોષ કરતા નથી. રોગથી વ્યથિત થતા નથી. વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી, મૃત્યુથી જરાય ડરતા નથી. આવા મુનિઓ નિત્ય સુખી છે. જેણે મુનિપણું અંગીકાર કર્યું છે એવા સુદર્શના સતીજી પાસે મયણરેહાએ ચારિત્ર અંગીકાર કર્યું. મયણરેહાનું દેશાંતર, વેશાંતર અને નામાંતર પણ થયું. મયણરેહાનું નામ “સુત્રતા” સાધ્વીજી પડ્યું. મિથિલાનો માર્ગ એમના માટે જાણે મોક્ષનો માર્ગ બની ગયો. દીક્ષા લઈ ગ્રામાનુગ્રામ વિચરતા અહિંસા, સંયમ અને તપનું એવું સુંદર પાલન કરે છે કે એમાં એને અપૂર્વ જોમ અને જાગૃતિ સાથે વિશ્વ-વાત્સલ્યના પૂર ઉમટે છે. હવે આ બાજુ ચન્દ્રયશ અને નાના બાળ નમિનું શું થયું તે જોઈએ. મયણરેહાએ પોતાના જે નવજાત પુત્રને ઝાડની ડાળીએ સાડલાની ઝોળી કરીને સૂવાડ હતું તેને મિથિલા નગરીને રાજા પદ્મરથ લઈ ગયો હતો. વનવગડામાં તરછોડાયેલું એ એક ફૂલ મિથિલાના રાજભવનમાં ખીલી રહ્યું હતું. બડભાગી એ ફૂલ હતું. જેથી એની પાંખડીઓ ખરી પડે એ પહેલાં એક મમતાળુ માળીએ એને સુરક્ષિત , રાખ્યું. મિથિલાપતિ પદ્યરથ રાજા નિસંતાન હતા. વન નિકુંજમાંથી ભાગ્યયોગે મળેલા એ બાળને પિતાને ગણીને ઉછેરે છે. આખી મિથિલા એને પદ્મરથ-પુષ્પમાળાના સંતાન તરીકે જાણતી થઈ. સચિત્ર સંસારના આ પણ એક વિચિત્ર ખેલ ગણાય ને? આ બાળના સાચા માતાપિતા કોણ? અને જગત એના માતાપિતા તરીકે પિછાણે કેને? ગમે તેમ તે ય એ બાળ પુણ્ય પોતે હતે. મિથિલાના મહેલમાં એના પગલા પડયા ત્યારથી મિથિલા ઋદ્ધિ સિદ્ધિથી વૃદ્ધિ પામતી ગઈ. તેમજ પદ્યરથ રાજાના શત્રુઓએ મિથિલા પતિની શરણાગતિ સ્વીકારી. આ ચમત્કારી વાતની સ્મૃતિ સજીવ રાખવા એ બાળનું નામ “નમિકુમાર” રાખવામાં આવ્યું. જેના આગમન માત્રથી રાજાઓ નમી પડ્યા. નમિકુમાર બીજના ચન્દ્રની જેમ વધે છે. તે રાજા-રાણના પુત્ર સમાન પ્રેમપાત્ર બન્યું હતું. જે રત્ન હોય તે કોનું પ્રેમપાત્ર નથી બનતું? બધાનું પ્રેમપાત્ર બને છે. રાજાની સાથે મિકુમારના પૂર્વના અનેક ભવનો સંબંધ છે, ને પોતાને જબરદસ્ત પુણ્યને ઉદય છે તેથી રાજાને પ્રેમ અપરંપાર છે. રાણીને મન પણ જાણે સાત ખોટને દીકરો ! પ્રેમનું તે પૂછવું જ શું ! એવા ઊંચા સુખમાં રાખી એને ઉછેરે છે કે જાણે સગા માતા-પિતા ને ઉછેરતા હોય છે તેના પાલનપોષણ માટે પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી હતી. એક ધાવમાતા દૂધ પીવડાવતી, બીજી રમકડા લઈને રમાડતી, ત્રીજી સ્નાનમંજન કરાવતી, જેથી શરીરે વિલેપન વિગેરે કરતી અને પાંચમી ખોળામાં રમાડતી. આ રીતે પાંચ ધાવમાતાઓ દ્વારા તેનું પાલનપોષણ થવા લાગ્યું. અલગ અલગ દેશની ધાવમાતાઓ એટલા માટે રાખવામાં આવતી કે બાળકને જુદી જુદી ભાષાનું જ્ઞાન થાય.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy