SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ પરે શારદા રેહ જે રીતે પર્વતની ગુફાઓમાં ચંપકની વેલ સ્વતન્ત્રતાપૂર્વક વધે છે તે પ્રમાણે નમિકુમાર વધવા લાગ્યા. હવે ત્યાં શું બનશે તે અવસરે વિચારીશું. આજે અમારા તારણહાર, અનંતાનંત ઉપકારી, કથીરને કંચન કરાવનાર, કલ્ચરમાંથી કૈાહીનૂર બનાવનાર, જૈનશાસનના ઝળહળતા સિતારા, સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૩૩ મી પુણ્યતીથિને પવિત્ર દિવસ છે. બ્રૂ. આજે એ મહાન ઉપકારી પૂ. ગુરૂદેવના જીવનમાં રહેલા ગુણાનું આપણે સ્મરણ કરવાનું છે. જ્ઞાનદાનના દેનાર, ભવરૂપમાંથી બહાર કાઢનાર, એ ગુરૂદેવના અમારા પર મહાન ઉપકાર છે. તેમના જેટલા ગુણ ગાઇએ તેટલા ઓછા છે. તેમના ઉપકારના બદલે કયારે પણ વાળી શકાય તેમ નથી. ઠાણાંગ સૂત્રના ત્રીજે ઠાણે ત્રણ પ્રકારના ઋણ બતાવ્યા છે. સૌથી પ્રથમ ઉપકારી માતા–પિતા છે. સંતાન માતા-પિતાની જીવનભર સેવા કરીને તેમને સતાષ પમાડે ને તેમના અંતિમ સમય સુધારે તેા માતા-પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકે. બીજા ઉપકારી શેઠ છે કે જેણે આપણા હાથ પકડયો હાય, જેના પ્રતાપે સુખી થયા હાઈએ, તે શેઠ કમૅચે ગરીબ થઈ જાય તે સમયે તેમને મદદ કરી તેમનું દુઃખ દૂર કરે, તેા નાકર શેઠના ઋણમાંથી મુક્ત થઈ શકે, અને ત્રીજું ઋણ પૂ. ગુરૂદેવાનું છે. જેમણે આપણને પાંચ મહાવ્રત રૂપી અમૂલ્ય રત્ના આપ્યા છે તેવા ગુરૂદેવાના ઋણમાંથી કયારે પણુ મુકત થઈ શકાતું નથી. માતા પિતા અને શેઠ તા માત્ર આ ભવપૂરતા ઉપકારી છે, જયારે પૂ. ગુરૂદેવા તા આપણા આલાક સુધારે ને પરલેાક પણ સુધરાવે, તેથી તે મહાન ઉપકારી છે. તે ગુરૂદેવા કેવા હાય છે ? या जहा अंधकारसि राओ, मग्गंण जाणाइ - अपस्समाणं । સે સૂચિત ક્રુમેળ, માં વિયાળાર્વનિયંત્તિ | સૂય.અ.૧૪ ગા.૧૨ જેમ માદક - પુરૂષ અંધારી રાત્રિમાં અંધકારના કારણે માર્ગ નહી દેખાતા હેાવાથી માર્ગને જાણી શકતા નથી, પણ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાતા માને જાણી લે છે, એવી રીતે વીતરાગદેવના ઉપદેશથી, જ્ઞાનથી જીવ સન્માને જાણી લે છે. અજ્ઞાન રૂપ અંધકારમાં ફસાયેલ આત્માએ જિનમાર્ગને નહી' જાણનારા, ગુરૂદેવેાના ઉપદેશથી સંસારના સ્વરૂપને જાણી સંસારભાવના ત્યાગ કરી પ્રવર્ત્યા ગ્રહણ કર્યા બાદ ગુરૂદેવના સમાગમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થતાં જ્ઞાન રૂપી દીપકના પ્રકાશને પ્રાપ્ત કરી મેાક્ષમાર્ગને કરવાના જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. માટે સદ્ગુરૂના સત્સ`ગની જરૂર છે, ગુરૂદેવ આપણને અજ્ઞાનરૂપ અંધકારમાંથી બહાર કાઢી જ્ઞાનના પ્રકાશ જીવનમાં પાથરે છે. અને સાચા માર્ગદર્શક બની ભવાટવીમાં ભૂલેલા જીવાને સાચા રાહે ચઢાવે છે. એવા પૂ. ઉપકારી ગુરૂદેવની ગુણગાથા ગાવાના આજે પવિત્ર દિવસ છે. પ્રાપ્ત અસંખ્ય વ્યક્તિએ આ પૃથ્વી ઉપરથી વિદાય થઈ ગઈ. તેમના જન્મ મરણથી થાડા મનુષ્યાને ભલે હું કે શેકના અનુભવ થતા હાય પણ પછી સમયના પ્રવાહમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy