SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શારદા રત્ન રાગ ઘટશે. રાગ ઘટશે એટલે મુક્તિમાર્ગ તરફ્ અસ્ખલિત પ્રયાણ થશે. મુક્તિમાર્ગ તરફ પ્રયાણ કરનારા મુનિ સદા સુખી છે. સ`સ્કૃત શ્લેાકમાં કહ્યું છે કે, सुखिनो विषया तृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञान तृप्तो निरंजनः ॥ વિષયેાથી નહિ તૃપ્ત થયેલા ઇન્દ્ર વગેરે પણ સુખી નથી, એ એક મહાન આશ્ચર્ય છે. જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલા સાધુ એક સુખી છે. આ જગતમાં કેાઈ સુખી નથી. વિષયેાના વિષ પ્યાલા પીનારા ઇન્દ્ર કે મહેન્દ્ર સુખી નથી. નિરંતર અતૃપ્તિની આગમાં સળગતા રાજા-મહારાજાએ કે શેઠ-શાહુકારા કેાઈ સુખી નથી. ભલેને બહારથી એ બધાને જોઇને માની લેા કે કેવા સુખી છે. તમારી માન્યતા ભ્રમણા ભરેલી છે. એ તેા તમે એવા કેાઈ સુખી શેઠ શ્રીમંતને જઈને પૂછે અને તેમના હૃદયની વાણી સાંભળેા ત્યારે સમજાય કે એ કેવા સુખી છે! દુનિયાના વર્તમાનમાં વિશ્વના સૌથી માટા ગણાતા શ્રીમંત હેનરી ફાડ કે જે અમેરિકાવાસી હતા. તેની પાછલી અવસ્થામાં એક પત્રકારે તેને પૂછ્યું, આપને બધી જાતનું સુખ છે છતાંય પણ એવી કોઈ વસ્તુ છે ખરી કે જે આપને હજુ મળી ન હોય ! એમ આપ માના છે ? હેનરી ફાડ જાણે અંતરથી ખેલતા હાય એમ કહેવા લાગ્યા તમારી વાત સાચી છે. મારી પાસે ધન છે, કાર છે, લાડી, વાડી છે, કીર્તિ છે, પણુ " હજુ મને માનસિક શાંતિ મળી નથી. એવી શાંતિ આપનાર કોઈ મિત્ર હજુ મને મળ્યા નથી. દુનિયાના શ્રીમંતા, કરોડપતિ, રાજામહારાજાઓ, અને કીર્તિવાને જોઈ “તેઓ સુખી છે” એ વિચારને બહાર ફેકી દો, ભૌતિક પદાર્થાના સયેાગમાં વાસ્તવિક સુખ-શાંતિ છે નહિ. ભલે ઇન્દ્રિયજન્ય સુખ હશે પણ માનસિક અશાંતિ એ સુખને ક્ષણ વારમાં દુઃખરૂપ બનાવી દે છે. તમે જ્યારે એમની આંતરિક અશાંતિનો કરૂણ કલ્પાંત સાંભળશે। ત્યારે તમને એમના બંગલાએ કરતાં તમારી ઝુંપડી વધારે સારી લાગશે. એમની શ્રીમંતાઈ કરતાં તમારી ગરીબાઈ તમને આશીર્વાદ રૂપ લાગશે. શ્રીમંતાઈ અને કીર્તિ ધિક્કારપાત્ર લાગશે. તેા તમને પ્રશ્ન થશે કે જગતમાં કોઈ જ સાચા સુખી નથી ?છે, જરૂર છે. મિક્ષુરેના સુધી સોળે શાસ્ત્રની ભાષામાં કહીએ તા ાંત મુદ્દીમુળી ચીતરાવી.” એક માત્ર ભિક્ષુ, અણુગાર, વીતરાગી મુનિ આ વિશ્વમાં સાચા સુખી છે. શાથી એ સુખી છે? શું એમને કમાવું પડતું નથી માટે સુખી છે ? ના, જે વિષય તૃષ્ણાને પાવા તમારે કમાવુ પડે છે એ વિષયતૃષ્ણા તેમને નથી, માટે સુખી છે. निजित मदमदनानां वाक कायमनो विकार रहितानाम् । विनिवृत्त पराशाना मिहैव मोक्षः सुविहितानाम् ॥ જેણે પ્રચંડ મદ અને મનને મહાત કરી દીધા છે, જેના મનમાં, વચનમાં કે ફાયામાં વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે પર પુગલની આશાઓનો ત્યાગ કરી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy