SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૯૯ સૌથી પ્રથમ પ્રયત્ન જ્ઞાન મેળવવા માટે કરવો જોઈએ. જ્ઞાન મેળવવાનો ઉદ્દેશ દઢ સમ્યવ પામવાને અને ચારિત્રમય જીવન જીવવાને હોવો જોઈએ. નહિ તો અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન પણ અભિમાન પેદા કરે છે. જ્ઞાન સાથે સમ્યકત્વ આવે તે સેનામાં સુગંધ ભળે અને સમ્યફ ચારિત્ર આવે તે આત્મામાંથી દુર્ગુણે દૂર ભાગે. આત્મા સદ્દગુણથી ઉજ્જવળ બને. સમ્યવ વિનાની કઈ પણ પ્રવૃત્તિ કરીએ તે એનાથી આત્માની કેઈ વિશિષ્ટ પ્રગતિ ન થાય. ચારિત્રપાલન એ પાપોથી મુક્ત થવાની એક સુંદર પ્રક્રિયા છે. સમ્યફજ્ઞાન અને સભ્યશ્રદ્ધાની ત જેના જીવનમાં ઝળહળે છે, એની સામે બહારના ગમે તેવા વિષમ પ્રસંગે આવીને ખડા થાય તે પણ તે તેને આત્માનું કંઈ ન બગાડી શકે, ન રાગમાં ખેંચી શકે, ન ષમાં ઘસડી શકે અને કદી દીનતા પણ ન આવે. આત્માએ રોજ વિચાર કરવો જોઈએ કે હે આત્મા ! તું ક્યારે આ પંથે વિચરીશ? તારામાં કયારે યેગ્યતા આવશે? તું મારા સ્વરૂપને કયારે પામીશ? એ ભાવના રોજ ભાવવી અને મેહનીય, અંતરાય કર્મની દિવાલો તેડવાનો પ્રયત્ન ચાલુ રાખો. શરીરને, વિષયોનો અને બાહ્ય પદાર્થોનો વિચાર એ બહિરાત્મભાવ છે. આ વિચાર તો જીવ યુગયુગાંતરથી કરી રહ્યો છે. એની સામે લાલ આંખ કરવાની જરૂર છે. એના પ્રત્યે નફરત જાગવી જોઈએ. જ્યારે એ વિચાર જેર કરે ત્યારે આત્માએ પિતાના આત્માને ઠપકો આપ અને એ રીતે બહિરાત્મભાવના પાવરને ઓછો કરતા જવું. પછી વિચારવું કે આત્માને કયા બંધને લાગેલા છે? શું કરવાથી એ બંધન તૂટી શકે? મહાપુરૂએ એના માટે કરેલા પરાકોને વિચાર કરો અને પોતાની આંખ સામે એ ભવ્ય ચિતાર ખડે કરો એ અંતરાત્મભાવ કહેવાય. રાગ, દ્વેષ અને મેહ ઘટાડવા શાસ્ત્રોનું વાંચન, મનન, પરિશીલન જોઈએ. આહારના રસોને જેમ બને તેમ ત્યાગ કરવો જોઈએ. બાર પ્રકારની શુભ ભાવનાઓ ભાવવી જોઈએ. મહાપુરૂષે કહે છે, જિનવાણી સાંભળીએ કે વાંચીએ પણ ચિંતન, મનન વગર તેની ઉડી અસર ન થાય. જિનવાણીનું શ્રવણ પાણી જેવું છે. પાણીથી થોડો સમય તૃષા શાંત થાય તેમ થોડો ટાઈમ વિષય-કપાયે ભૂલાય પણ એના સંસ્કાર પાછા તાજા થાય. વિષયેની તરસ લાગે અને બહાર ચોમેર પથરાયેલા, ખડકાયેલા વિષયો તરફ મન દોડે. સાંભળેલા ઉપર મનન કરવું એ દૂધ બરાબર છે. પાણી કરતા દૂધમાં થોડો લાંબો સમય ભૂખ, તરસ છીપાવવાની તાકાત છે એમ મનનપૂર્વક શ્રવણ કરતા વધુ સમય માટે વિષય કષાયની આગ શાંત થાય અને ભગવાનની આજ્ઞાને મર્મ સમજાય તે એ જ્ઞાન અમૃત સમાન બને છે. આ જ્ઞાન અમૃતથી વિષયકષાયની તરસ લાગે નહિ અને સર્વત્ર સૌના હિતની ભાવના પ્રગટે છે. આપણું જ્ઞાન અમૃતસમાન બનાવવાનું છે. ભગવાનની આજ્ઞાન, ભગવાનના કથનનો સાર લક્ષમાં આવ્યા પછી આત્મા સંસારથી અલિપ્ત રહી શકે છે. આત્મા સંસારપ્રફ બની શકે છે, પછી મોહ જાગવાનો કે અંધારપટ છવાઈ જવાનો પ્રશ્ન ન રહે. વયિક સુખભેગના અનુભવ અકારા-અળખામણું લાગે. ભેગો પગ જેટલા ઓછા થશે એટલે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy