SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ શારદા રત્ન લલચાતી નથી પણ ઉપરથી આત્માનો બોધ ગ્રહણ કરે છે ! આ રીતે વાત કરતાં કરતાં વિમાન મિથિલાની નજીક પહોંચ્યું એટલે દેવે સતીને કહ્યું, આ મિથિલા નગરી કે જે નેમિનાથ પ્રભુ અને મલ્લિનાથ પ્રભુના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકોથી પવિત્ર થયેલી ભૂમિ છે. એ ભૂમિમાં તમારો દીકરો છે, અને સાધ્વીઓ પણ છે. એમાં પહેલા કોની પાસે જવું છે? સતી કહે કે મને અહીં સુધી પહોંચાડનાર ધર્મ છે. ધર્મના પ્રભાવે તમે નરકમાં જતા અટકી ગયા ને દેવલોકમાં ગયા. મારા જીવનમાં વિઘો આવ્યા પણ વિધ્રોમાંથી ઉગારનાર ધર્મ છે. પુત્ર મારા આત્માનું કલ્યાણ કરી શકે નહિ, પણ ધર્મ આત્માનું કલ્યાણ કરાવનાર છે, માટે પહેલા ઉપાશ્રયે સતીજીએ પાસે લઈ જાવ. હવે હું તમને પૂછું છું કે સતીના સ્થાને તમે હો તે પહેલાં કયાં જાવ? તમે નહિ બેલે. દેવ સતીને ધન્યવાદ આપતા વિચારે છે કે સતીની ધર્મજાગૃતિ કેટલી છે ! પુત્ર પ્રત્યે સ્નેહ હોવા છતાં સતીઓ પાસે જવાનું યેાગ્ય માને છે. તેની કેટલી આત્મજાગૃતિ ! જ્યારે આત્મામાં એકાગ્રતા આવે, વિશ્વને-પરને ભૂલી જાય અને સ્વમાં બેવાઈ જાય ત્યારે આત્મા પૂર્ણતાને પામી શકે છે. જેણે ઘણાં પાપ કર્યા હોય કે જે પાપ નરક ગતિમાં લઈ જવાની તૈયારીમાં હોય પણ જે આયુષ્યને બંધ ન પડ્યો હોય તે કષાયથી ભરપુર હોય છતાં આત્મજાગૃતિ પ્રગટી, આત્મસમજણ આવી, તે એ આત્મા પોતે સુક્તિના દ્વાર સુધી પહોંચી શકે છે. જે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા અને ગૌહત્યા કરી નરકનો અધિકારી બનવાનું હતું પણ હૃદયપટાથી આત્મજાગૃતિના બળે આત્મજ્ઞાન પામી મુક્તિને પામનારે બન્યો, એવો હતો દઢપ્રહારી. દઢપ્રહારી એક બ્રાહ્મણને પુત્ર હતા. બાળપણથી ખૂબ તેફાની અને જબરો હતા. માબાપ તેનાથી કંટાળી ગયા. એક દિવસ બાપ દીકરાને લઈને જાય છે. રસ્તામાં ભયંકર વગડો આવ્યો. ત્યાં મૂકી દીધું ને કહ્યું, હવે તને ઘરે નથી લઈ જવો. પિતાજી! હવે હું તેફાન નહિ કરું. ઝઘડા નહિ કરું. આપ મને લઈ જાવ. બાપ કહે–હવે તું જોઈતું નથી. તે બધાને હેરાન-પરેશાન કર્યા છે. બાપ તે દીકરાને વગડામાં મૂકીને રવાના થયો. છોકરે એકલે ઉભો ઉભો રડે છે. તેને ભાન થઈ ગયું કે મારા તોફાનનું ફળ મને મળ્યું છે. અરે ! ખુદ મા–બાપ સગા ન થયા તેં બીજાની તે વાત ક્યાં? દઢ પ્રહારી ત્યાં ઉભો છે. ત્યાં ચેરના સરદાર પહલીપતિએ તેને જે. છોકરાનું મજબૂત બાંધાવાળું સશકત શરીર છે. પલ્લીપતિ પૂછે છે કેમ રડે છે? મારા બાપ મને મૂકીને ચાલ્યા ગયા છે. તે હવે તારું કોણ? ઉંચે આભ અને નીચે ધરતી ! તારે આવવું છે મારી સાથે ? હા, આવીશ. છોકરાને જે સારો સજ્જનને સંગ મળ્યો હોત તે પાપી પુનિત બની જાત પણ આ તે કુસંગ મળ્યો. પહિલપતિને આવા નીડર અને સશકત માણસની જરૂર હતી. દઢ પ્રહારી પત્ની પતિના સાથમાં રહીને લૂંટફાટ, ચોરી, માણસને મારવા, આ બધું શીખી ગયે. તેમને મન તે ચીભડા કાપવા ને માણસ મારવા એ સમાન છે. એને ઘા કદીય નિષ્ફળ જતો નથી, એટલે લેક એને દઢ પ્રહારી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy