SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ શારદા રત્ન જેવા મુદ્દે સુવર્ણ કમળ પર પડે. પ્રભુની આ સમૃદ્ધિ આગળ બીજી કઈ સમૃદ્ધિ જીવને ગૂંગળાવી ગુમાનને શિખરે ચઢાવી શકે ? જ્યારે અભિમાન આવે ત્યારે એને દૂર કરવા પ્રભુની સમૃદ્ધિની, કીર્તિની અને જ્ઞાનની વિશેષતા વિચારો. તીર્થંકર પ્રભુની સમૃદ્ધિ કેવી ! ઈન્દ્ર જેવા ચામર ઢાળે, માથે છત્ર ધરે, સમવસરણ ઝગમગ શોભતું હોય ! પ્રભુની સમૃદ્ધિ આગળ આપણી સમૃદ્ધિ શી વિસાતમાં? મારા પ્રભુને અહંકાર નહિ ને હું અહીંયા કઈ વાત પર ગુમાન કરું? એ વિચાર આવે એટલે પિતાના અહંકારમાં શરમ આવે, પછી અહંકાર અને અહંભાવના કારણે કેટલાય મફતીયા પાપ કરતા હોય તે અટકી જાય. પ્રભુને દિલના શુદ્ધ ભાવે નમસ્કાર કરીએ તે એનું ફળ એ મળે કે એ આપણા અહંકારને એવો ધકકો મારે કે એ ધકકાની પાછળ અનેકાનેક દુર્ગુણે દૂર ખસવા લાગે અને ગુણેનું વેગબંધ હૃદયમાં આગમન થાય. આપણા ચાલુ અધિકારમાં યુગબાહુ દેવ અને મયણરેહા વિમાનમાં બેસીને જાય છે. ત્યારે દેવ પૂછે છે સતી ! તમે દેવનું વિમાન તે જુઓ. તમને વિમાન જેવાનું મન નથી થતું? સતીની કેટલી નિલેપ દશા કહેવાય કે દેવના વિમાનમાં બેસવા છતાં વિમાન જેવા દષ્ટિ કરતી નથી. મયણરેહાએ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે હું વિમાન જોઉં કે વિમાન કેવી રીતે મળ્યું તે જેઉં ? સેંકડો માણસે દુનિયામાં છે. બધાને કંઈ વિમાન મળતું નથી ને તમને દેવવિમાન મળ્યું તે વિચાર કરો કે આ મળ્યું કેવી રીતે વિજળીને પ્રકાશ ગ્લોબમાંથી આવે છે પણ તેની શક્તિ તે પાવરહાઉસમાંથી આવે છે. પાવરહાઉસ જે ન હોય તે શું બે પ્રકાશ આપી શકે છે? ના. આમ હોવા છતાં લેબ સારો લાગે અને પાવરહાઉસ સારૂં ન લાગે તે તે એક પ્રકારની ભૂલ જ કહેવાય ને ? આ પ્રમાણે સતી પણ દેવને કહી રહી છે કે આપ આ વિમાનને સારું માને છે પણ આ વિમાન આવ્યું કયાંથી? તમે તે દિવસને કેમ યાદ કરતા નથી, કે જે દિવસે તમારા શરીર ઉપર તલવારના ઘા પડ્યો હતો અને તમે મટાભાઈ ઉપર કોધ કરી રહ્યા હતા. તે વખતે મેં જે તમને ઉપદેશ આપ્યો ન હત, ધર્મ પમાડયો ન હતા અને તે ધર્મના પ્રતાપે વૈરનું વિસર્જન કરી સ્નેહનું સર્જન કર્યું ન હોત, તે શું આ વિમાન તમને મળી શક્ત? આપે કષાયની કાલિમા છેડી અને અ૯૫ સમય માટે મારે પણ મેહ છોડ્યો, તો દેવના મહાન સુખો મળ્યા. તે જે ધર્મના પ્રભાવે આ વિમાન મળ્યું છે તે વિમાનના લેભમાં પડી જઈ ધર્મને ભૂલી જવો એ યોગ્ય છે? માટે હું આ વિમાન પર લલચાતી નથી, પણ જે શક્તિના કારણે આ વિમાન મળ્યું છે તેનો વિચાર કરી રહી છું. તમને જે ધર્મભાવનાથી આ વિમાન મળ્યું તે ધર્મભાવનાને જુઓ. તમે પ્રત્યક્ષ ધર્મ કરી શકતા નથી, માત્ર ધર્મભાવનાથી ધર્મ કરી શકો છો. એ ધર્મભાવનાને ભૂલી ન જાઓ. યુગબાહુ દેવ તે સતીની ગૂઢ મર્મભરી વાત સાંભળી સજજડ થઈ ગયે હે સતી ! તારા હું શું ગુણ ગાઉં? ધન્ય છે તને. તારી સામે આવા સુખ હાજર થયા છતાં તું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy