SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૯૩ કહેતા. દિવસો જતાં પલ્લી પતિ મૃત્યુ પામ્યા. આખી ટેળીને નાયક દઢપ્રહારી બન્યો. ખરાબ સંગ મળે તો ખરાબ કામમાં–ચારી લૂંટફાટમાં પાવર બન્ય, માટે જ્ઞાની કહે છે સંગ કરે તો સજજન કરે. સંગ ન મળે તે બેસી રહેજે પણ દુર્જનને સંગ કયારે પણ કરશો નહિ. જીવ આ કુકર્મો કરે છે, પણ એને ખબર નથી કે આ કર્મોના કહુફળ જ્યારે ઉદયમાં આવશે ત્યારે ભોગવતા આંસુ પડશે તે પણ પૂરા નહિ થાય. અ૯૫ જિંદગી માટે આટલા પાપ શા માટે? અહીંથી જઈશ ત્યારે બધું મૂકીને જવાનું છે. ભગવાન કહે છે; संपरायं णियच्छति, अत्तदुक्कडकारिणो । રાળ હોસિયા વાઢા, પાવં સુગંતિ તે વઘુ | સૂય. અ, ૮, ગા. ૮ સ્વયં પાપ કરવાવાળા જ સાંપરાયિક કર્મ બાંધે છે, તથા રાગદ્વેષથી અજ્ઞાની બહુ પાપ કરે છે, અને તેના કડવા ફળ જીવને ભોગવવા પડે છે. એક દિવસ એ પલ્લીપતિ ટળી સાથે ગામમાં ચોરી કરવા ગયો, પણ ચોરીમાં કાંઈ માલ ન મળ્યો. મહેનત કરીને બધા થાક્યા હતા. ભૂખ લાગી હતી. દઢપ્રહારીને પણ ભૂખ ખૂબ લાગી છે. પેટમાં કાળી બળતરા થાય છે. તેણે માણસને કહ્યું, હું ભૂખ્યો રહી શકતું નથી માટે જલ્દી ખાવાનું લઈ આવે. બધા ખાવાનું શોધવા ગયા પણ આવતા વાર લાગી એટલે પોતે ઉભો થયો ને શોધતાં શોધતાં એક બ્રાહ્મણને ઘેર ગયે. આ બ્રાહ્મણ ખૂબ ગરીબ છે. જેમ તેમ માંગી લાવીને દિવસે વીતાવે. બાળકોએ ખૂબ હઠ લીધેલી કે બા ! અમારે ખીર ખાવી છે. મા બિચારી ખીર ક્યાંથી ખવડાવે ! બાળકે ખૂબ રડે છે. આડોશી પાડોશીને દયા આવી એટલે કેઈએ દૂધ, તે કેઈએ ખાંડ તે કેઈએ ચોખા આપ્યા ને આ માતા ખીર બનાવવા બેઠી. બાળકોને ખીર ખાવાને તલસાટ છે. તે ખીર ખાવાની રાહ જોઈને બેઠા છે. બા ! અમને ખીર આપને ! બેટા! ગરમ ગરમ છે એટલે થાળીમાં ઠારીને આપું છું. માતાએ ખીર ઠારવા થાળીમાં નાખી છે, ત્યાં આ દઢપ્રહારી પહોંચી ગયો ને થાળીની બધી ખીર પીવા લાગ્યો. આ જોઈ બાળકો રડારોડ કરવા લાગ્યા. બા... આ અમારી ખીર પી જાય છે. ઘરના કોઈને ખબર નથી કે આ તો મોટો ડાકુ છે, ખૂની છે. છોકરાઓ રડવા લાગ્યા એટલે મા દોડતી આવી ને કરગરતી કહેવા લાગી, ભાઈ! મેં આ માંગીતાગીને છોકરાઓ માટે ખીર બનાવી છે. આપ ન પીશે. આ દઢપ્રહારી ચેર કહે, મારા માર્ગમાં વચ્ચે આવનાર તું કોણ? એમ કહીને બાઈના પેટમાં છો ભેંકી દીધો. બાઈ ગર્ભવંતી હતી. પૂર્ણ માસ થયેલ. છરો વાગતાં બાઈ તમ્મર ખાઈને પડી ગઈ ને બાળક પણ નીચે પડ્યું. ગર્ભનું બાળક ખૂબ તરફડે છે. છોકરાઓ તે રડવા લાગ્યા ને બૂમ પાડવા લાગ્યા. દોડે...દોડો. આ મારી માને મારે છે. બ્રાહ્મણને ખબર પડી એટલે તે બહારથી દરવાજા પર લેખંડનો ભૂંગળ લઈને અંદર આવ્યો. દેઢપ્રહારીએ તેને આવતે જોયે, મારે વિરોધ કરનાર આ કોણ? ક્રોધમાં એને તલવારને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy