SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત દેવલાકે ગઈ અને ભાઇ પહેલા દેવલાકે ગયા. આ ભાઈ-બહેનની જોડલી દેવલેાકમાંથી નીકળી મનુષ્ય થઈ વીતરાગ પ્રભુના પથે પ્રયાણ કરી શિવસુંદરીની મંગળમાળા વરશે અને ભાભીએ નણંદ પ્રત્યે વેર ન છેડયુ. તેા મરીને નરકે ગઇ. આ દૃષ્ટાંતથી એ સમજવાનુ’ કે ઈર્ષ્યા કેટલી ખૂરી ચીજ છે ? નણંદે દીક્ષા લીધી છતાં ઈર્ષ્યાના કારણે ભાભીએ વૈરભાવ ન છેડયા ને સાધુ જીવનપર પણ ખાટા આક્ષેપ મૂકયા તા એ મરીને દુર્ગતિમાં ગઈ. માટે આજના દિવસે તમારે જેની જેની સાથે વૈર ઢાય, અખેલા હોય તે બધાને ખમાવીને ક્ષમા લેજે ને આપજો. સામી વ્યક્તિ કદાચ ક્ષમા આપે કે ન આપે પણ આપણે તેા વેરનુ વિસર્જન કરવાનું છે ને સ્નેહનું સર્જન કરવાનું છે. સામી વ્યક્તિ કદાચ ક્ષમા ન આપે તે એના આત્મા જાણે, પણ આપણે તે। ક્ષમા માંગી લેવી. જૈનદર્શનના પાયામાં ક્ષમા છે, માટે આપ ખમજો ને ખમાવજો. લેજો દેજો ક્ષમા તમે હેતે કરી, એના ચરણે દેજો તમે શીશ ધરી, ભલે જાય આંસુડાની ધાર વહી, તારા આતમને ખીજુ જોઈએ નહિ. વ્યાખ્યાન ન-૫૦ ભાદરવા સુદ ૮ ને રવીવાર તા. ૬-૯-૧ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ન બહેનેા ! આગમના આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા, મેાક્ષમાર્ગના પ્રણેતા એવા વીર ભગવાન જગતના જીવાને ઉપદેશ આપતા સમજાવે છે કે હું માક્ષમાર્ગના પ્રવાસી ! જરા ધ્યાન આપ. તને ખખર છે કે તુ કચાંથી આવ્યા છે? આ તારા પ્રવાસ અનાદિકાળના છે. અનાદિના સંસોરના સતત પ્રવાસથી તું સાચે કંટાળ્યા હાય, તને થાક લાગ્યા હોય તે હવે સાવધાન બન. હું જીવાત્મા! અત્યાર સુધી ખૂબ ભટકચો, પૌદ્ગલિક સુખ માટે કેટલીય મુસાફરી ખેડી. કેટલીય ગતિમાં અટવાતા અત્યારે માનવભવ રૂપ નગરમાં આવ્યા છે. આ નગરમાં આવ્યા પછી રખેને તું પ્રમાદમાં પડતા. મેાક્ષનગરમાં જવા માટે તુ અપ્રમત્તપણે તૈયારીએ કર. તારી સાથેના અનાદિ કાળના સહચારી મિથ્યાત્વને દૂર કર, અને સમ્યક્ત્વને સહાયક બનાવ. સમ્યક્ત્વ સાથી તારા પ્રવાસમાં ઠેઠ સુધી સાથે રહેશે. મેાક્ષનગરમાં જવા માટે પાથેય—ભાતુ જોઇશે. સામાન્ય મુસાફરીમાં પણ તમે ભાતુ સાથે રાખેા છે. તા આ તા મેાક્ષનગરીની મુસાફરી ઘણી લાંખી છે, માટે ભાતુ સાથે જોઇશે. મેાક્ષ માર્ગના પ્રવાસ ખેડતા કદાચ ક્રેાધ દાવાનળ સળગે તા ક્ષમા, શમ-જળથી તેને શમાવી દેજો. આ માનવભવ રૂપ નગરમાં ધર્મ રૂપ ધા કરવાના છે. તમારા ધા તમને આ ભવમાં સુખી બનાવશે, પણ ધર્મના ધંધા કરવાથી જે કમાણી થશે તે માક્ષનગરમાં લઈ જશે. વેપાર-ધંધાના વારસા તા માનવને ગળથુથીમાંથી મળતા હાય છે એમ કહીએ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy