________________
૪૭૨
શારદા રત્ન તે કહી શકાય. પાપને ઉદય હોય એને ધંધાને વાર ન મળે. તમને ધંધામાં વકરા અને નફા વચ્ચે શું અંતર છે એ સમજાવવાનું ન હોય. નફો વકરો દ્વારા થતા હોવા છતાં બંનેનું અસ્તિત્વ અલગ અલગ છે. નફો એ વકરો નથી, અને વકરો એ નફે નથી. જે વકરો અને નફો બંનેને એક માનવામાં આવે તે દેવાળું ફૂંકવાનો વખત આવે. રોજ મેળ મેળવતો વેપારી વકરાને ગલો છલછલ ભરાઈ જાય એથી કાંઈ એ હરખાતો નથી. વેપારી પહેલા એ તપાસે છે કે વકરાના ગલામાંથી નફાના ગલ્લામાં કેટલી રકમ જમા થઈ છે, કારણ કે વેપારનું ફળ વકરો નહિ પણ નફે છે. વેપારી કુશળ હોય તે ઓછા વકરામાંથી ઝાઝે નફો મેળવી શકે છે અને વેપાર કરતા ન આવડે તો ઝાઝ વકરો હોવા છતાં નફાના નામે એક પૈસે પણ ન ખવાય એવું બને. વકરાની વૃદ્ધિ જોઈને રાજીનો રેડ થઈ જનારો તેમજ એની સરખામણીમાં નફાના ખાતે એટલી રકમ ન દેખાતા રડી પડનારો વેપારી સાચો વેપારી નથી, કારણ કે વકરાની વધારાની સરખામણીમાં નફાની વૃદ્ધિ તે લગભગ ઓછી રહેવાની. વકરે રૂપિયાને થાય એથી કંઈ નકે રૂપિયાને ન થાય. નફે ચાર આનાને થાય તે ઠીક થયો કહેવાય. વકરા અને નફા વચ્ચેનું આ ગણિત વેપારી બરાબર સમજે છે. એથી એમને ધધે બરાબર ચાલતે હોય છે. વકરો વધવા છતાં જે નફે ન થતું હોય તે વેપારી પિતાની ભૂલ શોધવા મથે છે, અને જે વેપારમાં બેટ દેખાય તે એ ધંધે છોડીને બીજે ધંધે પણ શરૂ કહેતા હોય છે. આવી જાગૃતિ રાખનારને દુનિયા ડાહ્ય વેપારી ગણે છે. જે વેપારી વકરાનફાનું આવું ગણિત ગણતાં ગોથું ખાઈ જાય છે એ કમાતો નથી એટલું જ નહિ પણ ઉપરથી એને નુકશાનના ખાડામાં ઉતરવું પડે છે. ધંધો કરનારા વકરા નફાના આવા ગણિત અંગે સતત સજાગ હોય એમાં કાંઈ નવાઈ નથી, કારણ કે આવી જાગૃતિ માટે માનવને કહેવું પડે એમ નથી. આવી જાગૃતિના સંસ્કાર એનામાં રૂઢ થઈ ગયા હોય છે. એને કેઈ ઉંઘવાનું કહે તે ય આ વિષયમાં એ જાગ્રત રહેવાને.
મારે તે તમને તમારા ધંધાની વાત કહીને ધર્મ ધંધાની વાત કરવી છે. ધર્મની દુકાન માંડીને બેઠેલા ઘણું ખર ધમીએ વકરા-નફાના ગણિત અંગે સજાગ નથી હતા. નફા અને વકરા વચ્ચે રહેલી ભેદરેખાને જાણતા નથી, તેથી તેઓ વકરાને ન માની રહ્યા હોય એમ લાગે છે. ધર્મક્ષેત્રની દુકાનમાં વકરે કર્યો ને નફે કો? એ પહેલાં જાણવું જોઈએ. ધર્મક્ષેત્રની દુકાનેમાં ધર્મકિયા એ વકરે છે અને નિર્જરા એ નફે છે ધર્મની આ ધરતી પર વિધિઓ તેમજ ક્રિયાઓની દુકાને તે અનેક ખુલ્લી જેવા મળવાની, પણ એ બધી દુકાનેને ચાર વિભાગમાં વહેંચી શકાય. દાન, શીયળ, તપ અને ભાવ. જૈન જગતમાં જેટલા ધર્મક્રિયાઓના પ્રકાર છે એ બધા પ્રકાર આ ચાર ભેદમાં સમાઈ જાય છે. ધર્મસ્થાનકે, ઉપાશ્રયે એ દુકાને છે. ત્યાં થતી કિયા એ વકરો. છે. ઘણું વેપારીઓ દાન, શીલ આદિ ક્રિયાઓ થઈ એટલે ધર્મ થઈ ગયો એમ માને છે પણ સાચે ધર્મ તે તે ક્રિયા દ્વારા પ્રાપ્ત થતી નિર્જરા છે. ક્રિયા કરનારની