________________
શારદા રત્ન
૪૯, ત્યાં સમાચાર મળ્યા કે ગામમાં સતીજી પધાર્યા છે. સુવ્રતા સાથ્વીના મુખેથી ઉપદેશ સાંભળે. વૈરાગ્ય રંગે રંગાયેલી સુશીલાને સંયમના ભાવ દઢ થયા ને નિર્ણય કર્યો કે હવે તે જલ્દી દીક્ષા લઈને આત્મકલ્યાણ કરવું છે. બેને ઘેર આવીને ભાઈને વાત કરી. વીરા ! મારે દીક્ષા લઈને હવે મારું જીવન સુધારવું છે, માટે મને દીક્ષાની આજ્ઞા આપ. બેનની દીક્ષાની વાત સાંભળતા ભાઈને ખૂબ આઘાત લાગ્યો. શું મારી બેન સંસાર છોડીને ચાલી જશે ? ખરેખર ! મારી પત્નીના આવા પ્રકારના વર્તનથી બેનને સંસાર છોડવાની ભાવના થઈ છે. ભાઈ ના પાડે છે. બેન ! હું તને આજ્ઞા નહિ આપું. માતા-પિતાએ પણ મને છેલ્લી ભલામણ કરી હતી કે તારી નાની બેનને સાચવજે. હું તને કેવી રીતે આજ્ઞા આપું? આ વાત સાંભળીને ભાભીને તે આનંદનો પાર નથી. હાશ! હવે ટાઢા પાણીએ ખસ જશે. ભાઈ ઘણી ના પાડે છે, છતાં બંને ભાઈને સમજાવીને દીક્ષાની આજ્ઞા મેળવી. ખૂબ ધામધૂમથી ભાઈએ બેનને દીક્ષા મહોત્સવ ઉજવ્યો.
સુશીલા દીક્ષા લઈને ગુરૂ ચરણમાં સારી રીતે સમર્પણ થઈ ગઈ. તેને વિનય, વિવેક, સમતા, ક્ષમા, ગુરૂભક્તિ આદિ ગુણેથી સારા સાધવી પરિવારમાં તે પ્રેમપાત્ર બની ગયા. ખૂબ જ્ઞાન મેળવ્યું, સાથે તપ પણ કરે છે. એ રીતે ગુરૂ આશામાં વિચરતા વિચરતા બાર વર્ષે તેમના ગામમાં પધાર્યા. ભાઈને ખૂબ આનંદ છે. અહે! બાર વર્ષે મારા બેન (મહાસતીજી) ગામમાં પધાર્યા છે. આખા ગામમાં આનંદ છે, કારણ કે સુશીલાની સદ્દગુણોથી આખું ગામ તેને ચાહતું હતું. તેમની પ્રશંસા કરતું હતું. આખું ગામ તેમની સ્વાગત માટે ઉમટયું. ન ગઈ માત્ર તેની ભાભી! ભાઈ તે પિતાના ભાગ્યને મહાન માનવા લાગે, કે મારા બેન મહાસતીજીના પુનિત પગલાં અહીં ક્યાંથી ? બહેન ગૌચરી પધારશે તે મારું ઘર પવિત્ર થશે. તે તન, મન અને ધનથી તેમની સેવા કરવા લાગે, પણ ભાભીનું મુખ કોલસા જેવું કાળું થઈ ગયું. નણુંદ ગામમાં પધાયાં તે તેને ન ગમ્યું. છતાં બહારથી ખોટા હાવભાવ, આગતા સ્વાગતા કરીને બોલે છે ગુરૂદેવ ! આપે પધારીને મારું નગર પાવન કર્યું છે. આપ મને લાભ આપશે. બહારથી મીઠું મીઠું બેલીને આનંદ વ્યક્ત કર્યો.
ભાઈ તે જે દિવસથી બહેને દીક્ષા લીધી ત્યારથી તે પણ વિરાગ્ય ભાવમાં ઝૂલતે હતું. તેમાં બહેન પધાર્યાના સમાચાર મળતાં વિશેષ આનંદ થયો. તે તે એ જ ભાવના ભાવે છે જ્યારે એ સેનાને દિવસ ઉગે કે હું પણ બેનના માર્ગને પામું. બે દિવસ થયા છતાં હજુ ઘેર પગલાં થયા નથી, ગૌચરી આવ્યા નથી, તેથી ભાઈ ખૂબ રાહ જુએ છે. રોજ જમવા આવે ને પૂછે છે, મહાસતીજી પધાર્યા હતા? પત્ની ના કહે, ત્યાં ભાઈને ખૂબ દુઃખ થતું. ત્રીજે દિવસે ફરતા (૨) મહાસતીજી તેને ઘેર ગૌચરી વહોરવા પધાર્યા. આ બાજુ તે ભાઈ ઘેર નહિં. નણંદે દીક્ષા લીધી તો ય હજુ ભાભીનું વેર શમતું નથી. તેણે સતીજીને ગૌચરી વહોરાવી. નણંદ પ્રત્યે દ્વેષ પણ હજુ એાછા થયો નથી. તેણે પોતાની દીકરીને અગાઉથી સમજાવી રાખ્યું હતું કે મહાસતીજી પધારે