SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ st૮ શાષ્ઠા – ભડભડતી વાળા તેને અત્તરને અણુએ અણુને બાળી રહી છે. મનમાં તે બબડે છે કે હું જીવતી હોવા છતાં આ મારા ઘરની સ્વામિની કોણ? આને વળી કોણે ઘરનું રાજ્ય આપી દીધું ! આ દિવસ નણંદ પર ઈર્ષ્યા કરે. તેનું મુખ જેવું પણ ગમતું નથી. આંખમાં પડેલા તણખલાની જેમ ભાઈ-બેનને સ્નેહ તેના હૈયામાં ખટકયા કરે છે, પણ તે સમજતી નથી કે પહેલેથી આ ભાઈ બહેનને સ્ફટિક જેવો નિર્મળ સ્નેહ છે. તેમાં બેન લગ્ન પછી છ મહિનામાં વિધવા થઈ તેથી ભાઈને પ્રેમ ચાર ગણે વળ્યો. આ દુખિયારી નણંદને ઓછું ન આવે તેમ રાખવી જોઈએ, પણ ઈર્ષ્યાગ્નિમાં ભડભડ બળતી ભાભી આવું કયાંથી વિચારે? તેને સદ્બુદ્ધિ, પ્રેમ કે કરૂણે આવે? કદાપિ નહિ. તે તો દિનપ્રતિદિન નણંદના છિદ્રો જેવા લાગી. અત્યાર સુધી મનમાં બળતી હતી પણ હવે તે કર્કશ, કઠોર, ન સાંભળી શકાય તેવા વચને સંભળાવે છે ને શેરીમાં તેને વગોવે છે. ખોટા આળ–કલંકની ઝડી વરસાવે છે અને કહે છે કે તમે બેન, બેન શું કરો છો? તમારી બેનના ચરિત્ર જાણો છો? એ તે મહાદુષ્ટ છે. ખરાબ ચારિત્રવાળી છે. કેઈની પાછળ પડેલી છે. બંધુઓ ! વિચારો. કર્મનું દુર્ભાગ્યપણું, વિચિત્રપણું! તદ્દન નિર્દોષ, શીલગુણસંપન્ન કુદી મનથી પણ પર પુરૂષની ઈચ્છા કરી નથી, એવી ગુણવાન હોવા છતાં એક ઈર્ષાના શરણે તેને પૂર્વકૃત કર્મોદયે ભાભી તેના પર પેટા કલેકેની કાલિમ ચઢાવે છે. જીવ કર્યો હશે બાંધે છે પણ ભોગવવાનો સમય આવશે ત્યારે રોતા પૂરા નહિ થાય. કર્મ કરતી વખતે જીવ વિચાર નથી કરતા. બહેન પર આવા કલંક ચઢાવતી ભાભીને તેના પતિએ ખૂબ ઠપકો આપ્યો ત્યારે તેણી કુટવા રડવા લાગી. બીજી તરફ બહેનનું દુઃખ જોઈ ભાઈ ચોધાર આંસુએ રડે છે. હે ભગવાન! મારી બેન સાસરે કેટલી સુખી હતી. તેના પતિએ તેને કેઈ દિવસ દુઃખ આપ્યું નથી પણ તેના પાપકર્મના ઉદયે કર્મરાજાએ તેનું સુખ ઝુંટવી લીધું. તેના ભાગ્યમાં સુખ નહિ હોય ત્યારે જ વિધવાપણું આવ્યું ને! એ દુઃખ તે છે ને વળી ભાભીના ખોટા કલંકે, ત્રાસથી કેટલું દુઃખ વેઠે છે! મારી બેન બધું સમભાવે ભગવે છે. તેની જેટલી ક્ષમા તેટલી ભાભીની ઈર્ષ્યા અને ધ. " બેનનું સંયમ પંથે પ્રયાણ કેટલાક સમય બાદ બેનને વિચાર આવ્યો કે હવે તે હદ થઈ ગઈ છે. ભાઈને પ્રેમ નિર્મળ હોવા છતાં ભાભીની આવી વિચિત્ર પ્રકારની ઈર્ષ્યા છે. તે કોઈ પણ રીતે આ ઘરમાં રહેવું ગ્ય નથી. ભાઈ નિષ્કપટી છે, નેહને સાગર છે, પણ ભાભી મર્યાદા વિનાની જેમ તેમ ભાષા બેલે છે, માટે હવે અહીં રહેવા જેવું નથી. મેં પૂર્વે એવા ગાઢ પાપકર્મો કર્યા હશે તો આવા દુઃખ ભોગવવા પડે છે. નાનપણમાં માતા-પિતા ગયા. પરણીને સાસરે ગઈ તે છ મહિનામાં પતિ ચાલ્યા ગયા. ભાઈ સુખ આપવા ઘેર લાવ્યું તે પણ દુખ દુખ ને દુઃખ. આ સંસાર જ જ્યાં દુખથી ભરેલું છે ત્યાં સુખ શોધવા જાઉં તે કયાંથી મળે ? બસ હવે મારે ન જોઈએ આ સંસાર, હવે તે લેવી છે દીક્ષા. આ પ્રમાણે વિચાર કરી રહી છે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy