________________
४६४
શારદા રત્ન બની ગયા. ત્રણ-ત્રણ, ચાર–ચાર મહિનાની અઘોર સાધના ! કેટલું કષ્ટ વેઠવું ! કાયાને સૂકે ભૂક્ક કરી નાંખી. આ ઉપસર્ગ સહન કર્યા પણ ક્રોધને જીતવામાં અસમર્થ બન્યા. ક્ષમાની પરીક્ષામાં મુનિ નાપાસ થયા. અંદરના ક્રોધે બળવો પોકાર્યો. દયા વરસતી આંખોમાંથી કોઈની અગનજવાળા સળગી ઉઠી. અરે ! આ બેવફફે ! કેટલા વિફર્યા છે ! જેમ જેમ અમે ક્ષમાની સાધના કરતા ગયા તેમ તેમ લોકો વધારે ને વધારે ગુસ્સે કરવા લાગ્યા. ભગવાન કહે છે કે, મારે સાધક કેવો હોય !
हम्ममाणो न कुप्पेज्जा, वुच्चमाणो न संजले ।
સુમ ક્રિયાસિન, ન ચ વટાણું રે ! સૂય. અ. ૯. ગા. ૩૧, કોઈ માણસ સાધુને લાઠી, મુઠ્ઠી આદિથી માર મારે, અથવા તો ગાળ આપે, વચનથી આકાશ કરે તે પણ સાધુ કોધ ન કરે, મનથી પણ દ્વેષ ન કરે તથા વિપરીત વચનો ન કહે. સામને ન કરે પણ પ્રસન્ન ચિત્તથી સમભાવ રાખી સહન કરે.
પણ આ મુનિ ભાન ભૂલ્યા. તેમના દિલમાં ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. લો, વરસાદ જોઈ એ છે ને? કેટલો જોઈ એ છે? ક્રોધની એક ચિનગારી સમગ્ર જીવનને બેકાર બનાવી મૂકે છે. વેરને સામને પ્રેમથી નહિ પણ વિરથી લેવા તૈયાર થયા. મુનિઓ પિતાની સાધના ભૂલ્યા, આત્મભાન ભૂલ્યા ને બોલ્યા, હે મેઘદેવ ! “વર્ષ મે કુળછાય” - કુણાલામાં વરસો, “વિનાવિ ” સતત પંદર દિવસ સુધી, “કૂર પ્રમાણ ધારામિ. વથા રાત્રી તથા રિવા” જેમ દિવસે તેમ રાત્રે મૂશળ જેવી ધારાથી. મુનિઓને તપના પ્રભાવે લબ્ધિ-શક્તિ પેદા થાય, અગર દેવ લાવી શકે પણ તેનો ઉપયોગ ન કરે. | મુનિઓ આ પ્રમાણે છેલ્યા એટલે ખલાસ. તપત્યાગના તેજથી ભયાનક વર્ષનું તાંડવ શરૂ થઈ ગયું. મૂશળધાર વરસાદ...વરસાદ વરસવા લાગ્યો. જાણે વરસાદ ગાંડે ન થયો હોય ! પંદર દિવસ અને પંદર રાત સુધી મેઘરાજા સતત વરસતા રહ્યા. નદીઓના પુલ તૂટી ગયા, કિનારા તૂટી ગયા, ગામમાં પાણી, પાણી પાણી. નગરના મકાને, બજારે બધું તણાઈ જવા લાગ્યું, સેંકડો ઢોરો પાણીમાં તણાઈ ગયા, પંખીઓ મરી ગયા, મનુષ્ય તણાઈ ગયા ને ઘણાં મરણને શરણ થયા. આખું ગામ જાણે દરિયો જોઈલે ! રમણીય દેખાતી કુણાલાના આકાશમાં આજે એક પંખી પણ ઉડતું દેખાતું ન હતું. કષાયના કારણે ઘેર ભયંકર પાપ થઈ ગયું. જેઓએ મુનિને સતાવ્યા, ઠેકડી કરી, માર માર્યા તેમણે તે ઘોર કર્મો બાંધ્યાં પણ મુનિ ભાન ભૂલ્યા ને ક્રોધના આવેશમાં આવી ગયા અને આ ભયંકર ઉલ્કાપાત મચાવ્યો. તેમણે પણ મહાભયંકર કર્મો બાંધ્યા. જે મુનિની સાધના મહાન સુખને અપાવનારી હતી તે મહાન દુઃખમાં ધકેલી દે તેવી બની ગઈ.
બે મુનિઓ તે બોલીને ચાલ્યા ગયા. તેમણે પોતાના આ પાપની આલોચના ન કરી. પ્રાયશ્ચિત ન લીધું અને આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને નરકના મહેમાન બની ગયા. જીવનભરની પ્રચંડ સાધનાને ક્રોધ ખત્મ કરી દીધી. વિકાસના સ્થાને વિનાશ સર્જાઈ