SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ * .. શારહા રત્ન ગ. ક્રોધથી બાંધેલા કર્મો ભોગવવા નરક ગતિમાં ચાલ્યા ગયા. કર્મો તે કેઈને નથી છોડતા. સાધુ હોય કે સંસારી હોય, રાજા હોય કે રંક હોય, પંડિત હોય કે મૂર્ખ હેય, બધાને કરેલાં કર્મો તે અવશ્ય ભોગવવા પડે છે. ત્યાં કેઈની સિફારસ ચાલતી નથી. આજનું મહાપર્વ આપણને એ મંગલ સંદેશ આપે છે કે ક્રોધનો જીવનમાંથી ત્યાગ કરીને ક્ષમાને અપનાવો. ક્રોધથી જીવ અનેક પાપો કરે છે. આત્માની ઉજજવળ દશા પ્રગટાવનાર, કર્મના કલંકિત ભાવોથી આત્માને બચાવનાર તથા સમત્વ ગુણને ખીલવનાર એક અજબ રસાયણ છે, એનું નામ છે ક્ષમા. ક્ષમાની વહેતી સલીલામાં જેણે સ્નાન કર્યું તે પવિત્ર થયા. જેણે તેના માત્ર જળબિંદુનો સ્પર્શ કર્યો, તે પણ શીતળ બની ગયા. જેણે ક્ષમાને સહારો લીધે તે ભવસમુદ્રને તરી ગયા. આ વાત માત્ર બેલવા પૂરતી નથી, પણ શાસ્ત્રમાં આ માટે ઘણુ દાખલા છે. “ક્ષમાને જેણે ભજી. તે સ્વરૂપમાં થીજી ગયા, અને તેના તન્યદેવ રીઝી ગયા.” ભગવાન સિદ્ધાંતમાં બેલ્યા છેઃ “યંતિ વિરલ વંહિતા” જે પંડિત હોય તે ક્ષમાનું સેવન કરે. બાહ્યજ્ઞાનથી પંડિત ગણાતો હોય, કદાચ પોતાની વસ્તૃત્વ કળાથી લાખો લોકોને રંજન કરતો હોય, પણ જે તે આત્મરંજન કરી શકતા ન હોય, પ્રસંગ આવે ક્ષમાને ભજી શક્તિ ન હોય, પાપથી જેના કદમ પીછેહઠ કરતા ન હોય તે પંડિત ન કહેવાય. ક્ષમાં રાખી સ્કંધક મુનિના ૫૦૦ શિષ્યએ ! આંખની સામે મારણાંતિક ઉપસર્ગ આવી ગયો. અરે ! પ્રાણનું બલિદાન દેવાને પ્રસંગ આવ્યો, છતાં મુનિઓએ ક્ષમાની સાધના કરી અને દોષિત વ્યક્તિ તરફ નજર પણ ન કરી. સમજી લીધું કે આપણા કર્મનું ફળ છે. સંયમી જીવનની ખરી મઝા પંડિત મરણે મરી મરણને મારવાની છે. એક તરફ ઘાણીમાં દેહ પીલાય છે. લોહીની નદીઓ વહે છે. બીજી બાજુ આત્મા કર્મની ભેખડોને તેડી બંધનથી મુક્ત બની, ઘાતી અઘાતીનો ક્ષય કરી અનંત જ્યોતિમાં સમાઈ ગયા. કેવી હશે તેમની અજબગજબની ક્ષમા ! મહાસાવી મૃગાવતીજીએ ક્રોધની સામે કરડી નજર કરી, ક્ષમાની સાથે દોસ્તી બાંધી. ચંદન પાળા ગુરૂણીના કડવા વચન પ્રેમથી ખમી ખાધા એટલું જ નહિ પણ ઉપરથી પોતાની ભૂલ કબૂલ કરી, ગુરુચરણમાં મિચ્છામિ દુકન આર્તનાદ સાથે માથું મૂકી દીધું ને ગુરૂચરણે અશ્રુજળથી પખાળી દીધા, તે એ ક્ષણે એમના જીવનમાં અજ્ઞ મટી એ સર્વજ્ઞ બની ગયા. અલ્પદશી મટી એ સર્વદી બની ગયા. કેવો આ ક્ષમામૈત્રીને સાક્ષાત્ ચમત્કાર ! ! ક્ષમા જડમૂળથી શ્રેષના અંશને કાઢી જીવનને નિર્મળ સ્ફટીક સમાન બનાવી દે છે, પણ કંઈક વાર ષિની-ઈર્ષાની એવી વાળા ભભૂકી જાય છે કે સામી વ્યક્તિ ગમે તેટલી ક્ષમાં રાખે છતાં એની જવાળા શાંત થવાને બદલે વધતી જાય છે. પૂર્વના એર્વો ગાઢ કર્મને ઉદય હોય ત્યારે આવો પ્રસંગ બને છે. અરિષ્ટપુર નામના નગરમાં માતા-પિતા–દીકરો-દીકરી ચાર માણસનું કુટુંબ વસતું હતું. ભાઈ–બેનને ઘણે પ્રેમ. જેવી ચંદ્ર અને ચકોરની પ્રીતિ તેવી ભાઈ બહેનની પ્રીતિ ૩૦.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy