SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન શાસ્ત્રકારોએ ક્રોધને દુર્ગતિનું દ્વારા મોક્ષસુખને રોકનારી ભૂંગળ, વૈરવૃત્તિની જનેતા, ચારિત્ર ગુણને ઘાત કરનાર, દુર્ગતિને મહેમાન બનાવનાર એક ભામાં ભારે માનસિક દેષ કહ્યો છે. ક્રોધ માણસને પાગલ બનાવી દે છે. દરેક માણસની ભીતરમાં એક રાક્ષસ છૂપાઈને બેઠો હોય છે. જ્યારે તે સંયમ ગુમાવે છે ત્યારે તેનું સમગ્ર ચિત્તતંત્ર પેલા રાક્ષસના કબજામાં આવી જતું હોય છે. તે નિરંકુશપણે કામ કરે છે, જેને માટે તેને જિંદગીભર પસ્તાવાનું રહે છે. અત્યંત ક્રોધ કરવાથી માણસના તનને અને મનને ભયંકર હાનિ થાય છે. શરાબ કરતાં પણ વધારે હાનિકર્તા ક્રોધ છે. ક્રોધથી માણસ માત્ર દિવાને નહિ પણ રાક્ષસ બની જાય છે. કીતિને કલંક લાગે છે, મન બેચેન બની જાય છે, પારાવાર આર્થિક નુકશાન થાય છે. ને ઘણી વાર તે ન કરવાના કાર્યો પણ થઈ જાય છે. ક્રોધ એક વિચિત્ર ઝેર છે. ઝેરી વૃક્ષનું ઝેર કદી એ વૃક્ષને નાશ નથી કરતું. સર્પની દાઢમાં રહેલું ઝેર કદી સપને નાશ નથી કરતું પણ ક્રોધ એવું હલાહલા ઝેર છે કે જે માનવીમાં એ પ્રગટે છે એ માનવીને એ નાશ કરે છે. ક્રોધની સાથે અન્યાય, અવિવેક, અસત્ય, કઠોર વચન, ઈર્ષા, નિષ્ફરતા, હિંસા વગેરે અનેક દાની જ હોવાથી ક્રોધ અનેક દેશની સેનાને કેપ્ટન છે. દિવાસળીથી શરીર સળગાવતા કરતાં પણ ક્રોધથી મનને સળગાવવું વધારે ભયંકર છે. ક્રોધમાં માણસ ધ્રુજે છે. એની આંખે બેડોળ બની જાય છે, એને ચહેરે ક્રૂર અને પાશવી બની હોય છે. કંઈક વાતને કારણે ક્રોધ જાગ્રત થતાં માણસ આત્મહત્યા કરે છે, એક વાર ક્રોધ માણસને કબજે લઈ લે, પછી તે જીવનનું મૂલ્ય પણ સમજી શકતો નથી, ને અકાળે કારણ વિના જીવનને * અંત આણી દે છે. આત્મહત્યા, ખૂન, મારામારી આ બધાં કૃત્યો પાછળ ક્રોધને પ્રત્યક્ષ સંચાર હોય છે. ક્રોધયુક્ત મગજમાં ગરમ લેહી ઉછાળા મારે છે ત્યારે માણસની ભાવનાઓ અને તેના શબ્દોને અંકુશમાં રાખવા કઠિન થઈ પડે છે. આ બધું સૌ કોઈ જાણે છે છતાં માણસ ક્રોધને દાસ બની જાય છે માટે મહાપુરુષે કહે છે કે તમે તમારી વિવેક બુદ્ધિના સિંહાસન પરથી નીચે ઉતરીને પાશવવૃત્તિના હાથમાં કદીપણ સત્તા સંપશે નહિ. ક્ષમાની પરીક્ષા ક્રોધના બજારમાં થાય છે. ઘણીવાર આપણે નાપાસ થઈએ છીએ. ક્રોધનું નિમિત્ત ન મળે ત્યાં સુધી તે ક્ષમા રહે છે, પણ નિમિત્ત મળતાં ક્ષમાની પરીક્ષામાં પાસ થવાનું બહુ કઠીન બને છે. ભલભલા તપસ્વી સંતે પણ નાપાસ થયા છે. વેશ સાધુને રહે છે પણ ભાવમાં ક્રોધની અગન જવાળા ભભૂકી ઉઠે છે. પરિણામે દુર્ગતિના મહેમાન બની જાય છે. એક નગરની બહાર વિરાટ જલવિહોણી નદીમાં આત્મલક્ષી બે મુનિવરો ખુલ્લા પગે તપસાધના સાધી રહ્યા છે. વિશાખ અને જેઠ માસની અગનજવાળાઓ અવનીને તપાવી રહી છે. છતાં સંતની સાધના અજબ છે. તેમની શુભ ભાવનાના ઝરણાંથી મહાન કઠીન કર્મોની સામે તેમણે દઢ મનથી સંગ્રામ ખેલ શરૂ કર્યો છે. તેમના અંતરમાં એક જ ભાવ છે કે શું અમારા પર કર્મોનું સામ્રાજ્ય! અમારે હવે એ સામ્રાજ્ય ન
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy