________________
શારદા રત્ન
૪૬૧
· વેરથી વેર શમે નહિ જગનાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં.” આ ઉક્તિ મુજબ વેરના બદલા વેરથી વાળશે તે જીવનમાં વેરી વધશે, અને પ્રેમથી લેવા જશે તે જગતમાં તમારા પ્રેમી વધશે. પ્રેમ, પવિત્રતા, પરમાતા એ ક્ષમાની ધરતી પર ઉગી નીકળેલા પુષ્પા છે. ક્ષમાની અગેાચર ધરતીને ઢૂંઢવાના કોઈ મહામંત્ર હાય તા તે મિચ્છામિ દુક્કડ છે. પ્રેમ, ક્ષમા અને વાત્સલ્યને એક મહેલ સાથે સરખાવીએ તા પ્રવેશદ્વાર મિચ્છામિ દુક્કડ' છે. એમ પણ કહી શકાય કે મિચ્છામિ દુક્કડં ક્ષમાના પ્રયાગકેન્દ્રમાં પ્રવેશ કરવાના પાસપેાટ છે. આ પાસપોર્ટ વગર કદાચ આપશે ભૂલથી ક્ષમાના મહેલમાં પ્રવેશ કરીશું તેા કદાચ તરત ક્રોધ રૂપી દ્વારપાળ આપણુને પાછા કાઢશે, પણ મિચ્છામિ દુક્કડના પાસપોર્ટ રાખ્યા હશે તેા ક્રોધ આપણને હેરાન નહિ કરી શકે. મિચ્છામિ દુક્કડં આપણને એવા ઉપદેશ આપે છે કે ભૂલ ભર્યા ભૂતકાળને ભૂલી જાએ અને પ્રેમભર્યા વમાન કાળ ખડા કરાર શત્રુની શત્રુતા ભૂલી જાઓ ને એને મિત્ર માની પ્રેમથી વધાવી લે.
સાચી ક્ષમા તા તેને કહેવાય કે જે ક્રોધને વિલીન કરી દે. ક્રોધે તેા ભલભલા તપસ્વીઓને કબ્જે કરી પેાતાની કેદમાં પૂર્યા છે. જે એની કેદમાં પૂરાયા એણે એના જીવનના ઘાટ ઘડી નાંખ્યા છે. ન શેહ રાખી, ન શરમ રાખી. ક્રોધની અગનઝાળ જ્યાંજયાં ફેલાઈ ત્યાં મૈત્રી અને ક્ષમાની ચિત્તાએ સળગી ઉઠી. આ જગતમાં એવા કેટલાય દુર્ભાગી માણસા તમને જડશે કે જેમને બે અક્ષરના આ નાનકડા શબ્દે પાયમાલ કરી નાખ્યા છે. જીવનમાં કયારેક આવી એકાદ ક્ષણ આવી જાય છે, જ્યારે માણસ આત્મસયમને ભૂલી જાય છે. માત્ર આ એક જ ક્ષણ માટે એ ચૂપ રહ્યો હાત તે જિંદગી એના માટે ફૂલેાના બગીચા બની જાત. આ એક જ ક્ષણ એવી હતી કે જેણે એના જીવનની સ્વત ંત્રતાને હણી નાંખી અને તેને આજીવન કેદી બનાવી દીધા. તમે કારે કયારે ક્રોધ કર્યાં છે, તેને જરા યાદ કરા. તેનાથી તમને કેટલું નુકશાન થયું છે એની પણ ગણતરી કરો. ઘણાં માણસે પેાતાના સ્વભાવની સમતુલા ગુમાવવાથી મિત્રાના પ્રેમ અને સ્વજનાની લાગણી ખાઈ બેઠા છે. માત્ર ક્ષણિક આવેગને ખાતર તેણે વર્ષોની મહેનત પછી મળતી સફળતા અને જિંદગીભર કમાયેલી કીર્તિ ધૂળમાં ફૂંકી દીધી છે. તમને આવા ઘણા માણસા મળશે કે જેમણે આખા જીવનમાં જે મેળવ્યું હાય તે સ`માત્ર થાડી ક્ષણેામાં ગુમાવી બેઠા હાય ! ક્રાધ કે ગુસ્સામાં ફસાયેલા લેાકેા પાતે માણસ છે એ વાત ભૂલી જાય છે ને રાક્ષસની જેમ વર્તે છે. એ ગુસ્સે થાય ત્યારે હાથમાં આવે તેને પછાડીને ભાંગી નાંખે છે. તેને અટકાવવા કોઈ માણસ વસ્તુ પ્રયત્ન કરે તેા તેના પર હલકામાં હલકી ગાળાના વરસાદ વરસાવે છે. તેના ઘરના માણસા પણ એના ચહેરા જોઈને જાતને બચાવવા ભાગી જાય છે. એ વખતે એ સારાસારના વિવેક ભૂલી જાય છે, કારણ કે એ ક્રોધ રૂપી રાક્ષસના પંજામાં ફસાયેલા હાય છે.