SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શારદા રત્ન ગઇ. પ`ખીઓએ માળા નાંખ્યા. કેટલી જબ્બર સાધના ! છતાં માનના એક અંકુરે ! હું ભગવાન પાસે જાઉ તા મારા ભાઈએને મારે વંદન કરવા પડે ને! આટલી માનકષાયે કેવળજ્ઞાન અટકી ગયું. જ્યાં માન ગયું કે તરત કેવળજ્ઞાનની જ્યાત પ્રગટાવી. મરીચિને માન આવી ગયું ને નીચગેાત્રક ના બંધ પાડયો. એ કમ આગળ જતાં મહાવીર સ્વામીના ભવમાં ઉદ્દયમાં આવશે. કેટલાંક વર્ષો વીત્યા. ભગવાન ઋષભદેવ નિર્વાણુ પધાર્યા. હવે મરીચિ માટે સ્વતંત્ર વિચરણના માર્ગ ખુલ્લેા હતા, પણ એનામાં રહેલી વિચાર શ્રદ્ધાએ એને ભગવાનના સંત પરિવાર સાથે રહેવા દીધા પણ એક ક્ષણ એવી આવી કે જયારે મરીચિની વિચારજયાત આંધીમાં અટવાઈ. મરીચિ બિમાર પડો. શિષ્ય તે તેમની સાથે હતા નહિ, સેવા કાણ કરે? નિગ્રંથ સાધુઓની આચાર સહિતા એમને અસંયમી મરીચિની સેવા કરતી રાકતી હતી. મરીચિના તનમાં વ્યાધિની એક આંધી આવી અને અત્યાર સુધી સ્થિર રહેલી એની વિચાર યાત ડગમગી ઉઠી. તેના મનમાં થયું, આ મુનિએ કેવા ? આંખની શરમ પણ અભરાઈ એ ચઢાવી! મે કેટકેટલા કુમારોને પ્રતિબાધીને એમના સંધમાં સામેલ કર્યો છે! આજે હુ બિમાર પડો છું છતાં મારી સામે કાઈ નજર પણ કરે છે! હવે કાઈ પણ આવે તેા અને પ્રતિાધીને મારા શિષ્ય બનાવવા ! એક વખત કપિલ નામના એક ધ–જિજ્ઞાસુ મરીચિ પાસે આવ્યા. પ્રથમ તા એણે એને ઋષભ સંધમાં ધર્મ જણાવ્યા. ડગમગેલી વિચાર જ્યેાત હજુ સાવ બુઝાઈ ગઈ ન “હતી. કપિલે પૂછ્યું, શું ધર્મ ભગવાન ઋષભદેવના સાધુ–સંધમાં છે! આપની પાસે નથી ? મરીચિની આંખ આગળ પેાતાની માંદગી તાજી થઈ અને ત્યારે મુનિઓએ કરેલી બેદરકારી તરવરી ઉઠી. કપિલમાં એને શિષ્યત્વની યાગ્યતા દેખાઈ. પતનની પળે સાવધાની ગુમાવીને મરીચિએ જવાબ આપ્યા કપિલ ! અહીં પણુ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. કપિલને તા ધર્મની છાપ જોઇતી હતી. એણે સાચ જુની પરીક્ષા કર્યા વિના ભગવા વસ્ત્રો પહેર્યા. મરીચિનુ દિલ સંતાષાયુ'. નાનકડા લેાભે મિથ્યાત્વના ઉદયને જગાડીને આત્માને અંધકારમાં મૂકી દ્વીધા. ધર્મ ત્યાં પણ છે ને અહીં પણ છે, માત્ર આટલા સત્ય માથી વિપરીત વચનથી મરીચિએ સંસારનુ' દીર્ઘ પરિભ્રમણ ઉભું કર્યુ.. જીવનની છેલ્લી પળ સુધી પણ મરીચિનું વિપરીત પ્રરૂપણુનુ આ પાપ અનાલેાચિત રહ્યુ. ત્યાંથી મરીને ચાથા ભવે પાંચમા બ્રહ્મદેવલાકમાં દેવ થયા. ઋષભદેવ જેવા દાદા મળ્યા ને એમની પાસે દીક્ષા લીધી. ભરત જેવા પિતા મળ્યા અને અનુપમ સૌંયમ માર્ગ મળી ગયે. છતાં મરીચિનુ' ઉર્ધ્વ પ્રયાણુ બ્રહ્મ દેવલાક આગળ આવીને અટકી ગયું. આમાં આચાર વિચારની જ્યાત બૂઝાઈ ગઈ અને પાપ અનાલેાચિત રહ્યું. એ કારણે કઈ નાના સૂના ભાગ નહેાતો ભજવ્યેા. મરીચિના ભવમાં થઈ ગયેલી નાની ભૂલના ગુણાકાર થતા ચાલ્યા અને મરીચિને હવે પછી કેટલાય ભવેશમાં સમ્યગ્દન ન મળ્યું. દેવના આયુષ્યકાળ પૂર્ણ થયે તે પાંચમા ભવે કાલ્લાક નિવેશમાં ૮૦
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy