SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૪૧ ભગવાન ઋષભદેવના મુનિસંઘમાં જણાવતા. પોતાની ત્રુટી કબૂલતા, એમની આંખમાં એક છૂપું આંસુ પણ સરી પડતું. અનેક માણસોને સદ્ધર્મ સમજાવીને પ્રભુના શ્રમણસંઘમાં સામેલ કરતા. વિહાર તેઓ ભગવાનની સાથે કરતા. થોડા વર્ષો આ રીતે ચાલ્યું. આચારથી અલગ થયેલા મુનિ હજુ વિચારથી વેગળા નહોતા થયા. કંઈક આત્માઓને એમણે પ્રભુને સંયમ માર્ગ ચીંધ્યો. વર્ષો વીત્યા. વિનીતા નગરીનું ઉદ્યાન પ્રભુની પધરામણીથી પ્રસન્ન બની ઉઠયું. મહારાજા ભરત, પ્રભુની ધર્મદેશના સાંભળવા આવ્યા. તીર્થંકર પ્રભુની વાણી એટલે જાણે વરસ્યા બારે મેહ ! સાંભળ્યા જ કરીએ. ઉઠવાનું મન ન થાય. ભગવાનની દેશના પૂરી થયા બાદ ભગવાનને વંદન કરીને ભરત મહારાજાએ પૂછ્યું, હે મારા ત્રિલકીનાથ ભગવાન ! આ સમવસરણમાં કઈ એવો જીવ છે ખરો કે જેના લલાટમાં તીર્થકરત્વના લેખ લખાયા હોય! ભગવાને મરીચિ તરફ આંગળી ચીંધતા કહ્યું કે હે ભરત! આ સમવસરણની બહાર તારો પુત્ર મરીચિકુમાર અત્યારે જે ત્રિદંડીના વેશમાં છે તે આ ચોવીસીમાં ચરમ તીર્થકર ચોવીસમા મહાવીર સ્વામીના નામે બનશે. પોતાના પુત્રનું આવું મહાન ભાવિ ! ભરત મહારાજાને ખૂબ આનંદ થયો. પ્રભુએ ફરીને કહ્યું ભરત!મરીચિ મહાવીર થશે, એ પહેલા વચ્ચે વચ્ચે ઘણી મહાન ઋદ્ધિઓનું એ સ્વામી પામશે. પોતનપુરમાં ત્રિપૃષ્ઠ નામના પહેલા વાસુદેવ થશે, અને મહાવિદેહ ક્ષેત્રમાં મૂકાઇ નગરીમાં પ્રિયમિત્ર નામના ચકવતી થવાના લેખ પણ મરીચિના લલાટે લખાયેલા છે. આ વાત સાંભળીને ભરત મહારાજાનું દિલ મરીચિમાં છૂપાયેલા ભવિષ્યના ચરમ તીર્થકર મહાવીરને વંદન કરવા તલસી રહ્યું હતું. તેઓ મરીચિની પાસે આવીને વંદન કરતા બોલ્યા. મરીચિ ! તમે સંન્યાસી છે. ભગવે તમારે વેશ છે. ભરત ખંડના પ્રથમ ચક્રવતી પિતાના તમે સંન્યાસી સંતાન છે, એથી નહિ પણ તમે આ વીસીમાં તીર્થપતિ ચરમ તીર્થકર ચોવીસમા મહાવીર સ્વામી થવાના છે, માટે હું તમને વંદન કરું છું. ત્રિપૃષ્ઠ વાસુદેવ અને ચક્રવતી પણું તમારા ચરણમાં આળોટવાનું છે, માટે વંદન નથી કરતે પણ મારી વંદયું તો તમારામાં છુપાયેલા મહાવીરને જ છે! ભરત મહારાજા તે આમ કહીને વિદાય થઈ ગયા. મરિચી ભાવીની ઋદ્ધિના કલ્પના દર્શનને પણ પચાવી ન શક્યા. એમના હૈયામાં ગર્વભર્યા બોલ ઘૂમરાવા માંડ્યા. હું વાસુદેવ! હું ચકવતી ! હું તીર્થકર ! મરીચિ ઉભો થઈ ગયો. આનંદની ચપટી અને હર્ષને વ્યક્ત કરતું ગર્વ નૃત્ય કરતાં એ બેલ્યા. “આવો વારેવાના વાસુદેવામાં હું પહેલો ! પિતા રે વાર્તાનામ” ચકવતીઓમાં મારા પિતા પહેલા “પિતામહ કિન્નાનાં” તીર્થકરોમાં મારા દાદા કષભદેવ પહેલાં “ મમણો ઉત્તમં કુરુમ્ ” અહે મારું કુળ કેવું ઉત્તમ! વળી હું ચવતી થઈશ અને તીર્થકર પણ થઇશ. આ નૃત્યમાં મરીચિ ભાન ભૂલ્યા. કુળને મદ કરવાથી એમણે નીચગોત્ર નામ કર્મ બાંધ્યું. માનકષાય આવી ગઈ. બાહુબલીની કેટલી અઘોર સાધના ! અરે, તેમના શરીરે વેલડીઓ વીંટળાઈ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy