SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० શારદા રન પિતાનું સુધારવાનું ગુમાવ્યું ! બસ, હવે જે સમય બાકી છે એમાં બને તેટલું આત્માનું સારું કરી લઉં! નયસારના આત્મામાં બહિરાત્મ દશા ટળી અને અંતરાત્મ દશા આવી. સમ્યકત્વને સૂર્ય ઉદયમાન થયે. એના તેજમાં જીવનને દોરતા દોરતા નયસારે એક દિવસ મહામંત્ર શ્રી નવકારમંત્રના સ્મરણપૂર્વક દેહનો ત્યાગ કર્યો, અને સૌધર્મ દેવલેકમાં ગયો. નયસારના જીવનમાં આવી ગયેલી પ્રકાશની એક પળે એના જીવનને કેઈ નવો વળાંક આપ્યો, અને એ સૌધર્મ દેવલોકમાં દેવ થયા. દેવલોક પણ કયાં કઈને કાયમ સંઘરી રાખે છે? એક દિવસ દેવકને દીર્ઘ આયુષ્યકાળ પૂર્ણ થયો અને એ દેવ વિશાળ વૈભવેથી છલકાતા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવતીના ઘર આંગણે એમના પુત્ર રૂપે જન્મ પા. એનું નામ મરીચિ પાડયું. પિતાની રિદ્ધિ સિદ્ધિ ચક્રવતીની હતી, છતાં એક દિવસ જાગવાની એક પળને મરીચિએ આવકારી લીધી. ભગવાન ઋષભદેવ કેવળજ્ઞાન પામ્યા પછી ભરત મહારાજા પ્રભુના વંદને આવ્યા. મરીચિ પણ સાથે હતા. પ્રભુની મીઠી મધુરી ધર્મદેશના સાંભળતા એને સંયમની લગની લાગી. પિતા ભરત મહારાજાની અનુમતિ મેળવીને સંસારની દમ દમ ઋદ્ધિને ઠુકરાવી દઈને મરીચિ ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લીધી. . ભગવાનના પગલે પગલું ઉઠાવતા મરીચિ મુનિ ચારિત્ર ધર્મની એક પછી એક ગથારને પાવન કરતા આગળ વધવા માંડ્યા, પણ એક એવી પ્રમાદની પળ આવી ગઈ કે મુનિ મેહમાં મુંઝાયા. ઉનાળાના દિવસે હતા. ખુલ્લા પગે ચાલતા કાંટાકાંકરા વાગે તે સહન ન થાય. ભગવાનને મુનિધર્મ તો છત્રની છાયામાં માનતે ન હો, પગમાં પગરખા પહેરવાની આજ્ઞા ન હતી. મરીચિથી જીવનભર સ્નાન કરાય નહિ અને લેચ કરે એ કઠીન લાગ્યું. ભગવાનના મુનિધર્મને તે સ્નાન સાથે સ્નેહ ન હતો. વિલેપનની તે વાત જ શી ! મરીચિમુનિ આ પરિષહ સામે ટકકર ઝીલી ન શક્યા. ચારિત્રને આવરતી કર્મની ફેજ પ્રબળ બની અને મુનિએ નવો વેષ સ. દિલમાં રહેલી દાક્ષિણ્યતા ઘરભણી પીછે હઠનું પગલું ભરવા સાફ ના કહી રહી હતી, તેથી મરિચી મુનિએ ત્રિદંડી સંન્યાસીને વેશ ધારણ કર્યો. માથે શિખા રાખી. હાથમાં દંડ! થોડો પરિગ્રહ! ભગવા કપડાં ! છાયા માટે છત્ર! ચંદનના સુગંધી લેપ! અલ્પ જળથી સ્નાન અને પગમાં પગરખા ! પ્રમાદની પળે મરિચિ મુનિને મુંઝવ્યા ને તેમણે આ રીતને નવો વેષ સો, પણ એમની શ્રદ્ધા મજબૂત હતી તેથી તે કહેતા-ભગવાનનો માર્ગ સાચે છે, પણ હું આવું કઠણ સહન કરી શક્ત નથી, તેથી ત્રિદંડીને વેશ રાખીને ભગવાનની સાથે ફરતે, અને ભગવાન જ્યાં બિરાજે ત્યાં તે તેમના સસરણની બહાર બેસતો અને પોતાની પાસે જે કઈ આવે તેને ધર્મને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડીને ભગવાનની પાસે મોકલો. કે ભગવાનથી જુદા થયેલા મરીચિ વિચારથી ભગવાન ઋષભ દેવના અનુયાયી રહ્યા હતા. એમને ન વેશ જોઈને લેકે એમને ધર્મ પૂછતા. સાચે સંયમ તો તેઓ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy