________________
૪૩૮
શારદા રત્ન પણ તૈયાર છે. બધું નિર્દોષ છે. આપ પધારો અને મને લાભ આપીને પાવન કરો. આ પળ અજબની હતી. નયસારની ઉચ્ચ ભાવના જોઈને મુનિ તેમની સાથે ગયા. દાનનું પાત્ર પવિત્ર હતું. નયસારે મુનિને નિર્દોષ આહાર પાણે વહરાવ્યા. જંગલમાં મંગલ રચાઈ ગયું. નયસારનું મન પ્રસન્ન બનીને નાચી ઉઠયું. એની ભાવના સાચી હતી તે શ્રેષ્ઠ સુપાત્ર મળી ગયું.
આહાર પાણી કર્યા બાદ ડીવાર વિસામે ખાઈને થાક ઉતાર્યો, પછી મુનિએ કહ્યું, ભાઈ! હવે હું જાઉં છું. નયસારે કહ્યું હું આપને માર્ગ બતાવવા માટે આવું છું. મુનિને ટૂંકા રસ્તેથી લઈ ગયા, સંત સમુદાયમાં ભેગા થયા. પછી નયસાર
જ્યારે જવાની તૈયારી કરે છે ત્યારે સંતે એને મોક્ષને ભાવમાર્ગ સંક્ષેપથી કહી સંભળાવ્યો. સંસારમાંથી કર્મમુક્ત થઈને સિદ્ધશિલા ભણી જવાનો મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયેલા આત્માના કેવા બે હાલ થાય છે? એ ક્યાં ક્યાં ભટકે છે? એ કઈ કઈ રીતે અથડાઈ, કુટાઈને લોહીલુહાણ બને છે ! એને જન્મ–જરા-મરણના કેવા કારમાં દુખે સહન કરવા પડે છે, અને આ બધાથી મુક્ત થઈને સર્વ દુઃખ રહિત સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મ પદ પામવાનો ઉપાય કર્યો છે? એ બધી વાત મુનિએ નયસારની આગળ રજુ કરી; નયસારે દ્રવ્ય માર્ગ બતાવ્યો તે મુનિએ એને ભાવમાર્ગ
તાવ્યું. નયસારે મુનિના મુખેથી ભાવભીની આંખે સદ્ધર્મ અને નવકારમંત્રને સ્વીકાર કે. સર્વ પાપને અને સર્વ દુઃખનો નાશ કરીને સદગતિ આપનારો ધર્મ એણે હૈયાના બહુમાનથી ગ્રહણ કર્યો.
નયસારના આત્મામાં થયેલો પ્રકાશ –શાસ્ત્ર કહે છે કે કેવળજ્ઞાન પૂર્ણ પ્રકાશ છે. એને આંશિક પ્રકાશ સમ્યગ દર્શનમાં છે. સંસાર પરના નિર્વેદભાવ અને મેક્ષ પરના સંવેગ ભાવના પ્રભાવે પરિણામની વિશુદ્ધિ થઈ. મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ. ૬૯ ક્રોડાકોડ સાગરોપમ ઝાઝેરા કર્મો ક્ષય થયા અને સમ્યગદર્શનને સૂર્ય ઉદયમાન થયો. સમ્યગદર્શનના સૂર્યોદયથી મિથ્યાત્વના અંધકારથી ભરેલા નયસારના જીવનમાં પ્રકાશ પથરાયો. ભગવાન શ્રી મહાવીર સ્વામી તરીકેના ભવમાં તીર્થકરત્વના જે તે જ ઝળહળી ઉઠવાના હતા એની ઉષા નયસારના અંતરના આકાશે આમ અણધારી રીતે પ્રગટી ઉઠી. બસ હવે દર્શન સાચું મળી ગયું. દષ્ટિ હવે સમ્યફ બની ગઈ. સ્વસંવેદનથી અને જડ ચેતનનું સ્વરૂપ સમજાતાં નયસારના આત્મામાં અપૂર્વ આનંદ થયા. બહિરાત્મ દશા ટળી ગઈ અને અંતરાત્મ દશા આવી ગઈ. બહિરાત્મા કાયાને આત્મા તરીકે માને, એટલે જે કાયાનું તે પિતાનું માને. કાયામાં અનાજ ગયું તે માને કે હું ધરા અને પુષ્ટ થયા. પછી ભલેને ધર્મ વિના આત્મા દુઃખી અને દુર્બળ હોય. કાયા મેલી તે પિતાને મેલે માને. કાયા માંદી તે પોતાને માંદો માને. કાયાના સગાવહાલા જે હયાત નહિ તે પિતાને એકલે અટૂલે માને. કાયાને સગવડ તે પિતાને સુખી માને, અને કાયાને અગવડ તે દુખી માને. આ બહિરાત્મ દશા છે તે પાપ રૂપ છે.