SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૩૭ ભરજંગલમાં એના હૈયામાં એક શુભ ભાવના જાગ્રત થઇ કે મને કેાઈ સંત કે અતિથિ મળી જાય, એ ન મળે તા કોઇ સ્વધી ભાઈ મળી જાય, તે એના લાભ લઇને પછી ભાજન કરું, તે મારું અન્ન પવિત્ર થાય. તે જૈન ન હતા. પણ તેની ભાવના કેટલી પવિત્ર હતી ! તમે આટલા બધા બેઠા છે!, કેટલા શ્રાવકે। ભાવના ભાવતા હશે કે સંત સતીજી પધારે તેા વહેારાવવાના લાભ લઈને જમુ! આ તા સુથાર હતા છતાં અતિથિને જમાડવાની ભાવના જાગી. જયારે પેાતાના ઉપાદાનની જાગૃતિ થવાની હાય છે ત્યારે નિમિત્તના સંચેાગેા પણ કુદરતી મળી રહે છે. નયસાર અતિથિની શોધમાં -નયસાર ભાણા પરથી ઉભા થઇ ગયા. એણે દૂર-સુદૂર આશાભરી મીટ માંડી. જંગલમાં ચારે તરફ્ દૃષ્ટિ કરવા લાગ્યા. શેાધતા શેાધતા નયસાર એક ટેકરી પર ચઢયા, તા નીચે એક મુનિને જોયા, તેથી તેમને ખૂબ આન થયા અને હર્ષભેર દોડતા મુનિ પાસે આવ્યા. મુનિ એકલા હતા. તે સાગારી સંથારા કરવા ઈરિયાવહી પડિમે છે. આ મુનિ એકલા કેમ હતા ? બન્યું એવુ કે ઘણાં સંતા વિહાર કરતા કરતા જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. વિહાર કરતા આ સાધુ શારીરિક કારણે પાછળ રહી ગયા. જંગલમાં તેા કેડીના ઘણુા રસ્તા નીકળતા હૈાય. આ સંત કેડીના માર્ગે એકલા ચઢી જતાં ભૂલા પડી ગયા. વચમાં ઘણાં ડુંગરા ને ટેકરા આવ્યા. ચારે તરફ માર્ગ શોધવા લાગ્યા પણ સાચા માર્ગ જડતા નથી. ગરમી કહે મારુ કામ. ખરાખર ખરા ખપેાર થઇ ગયા. સંત ભૂખ તરસથી આકુળવ્યાકુળ થઇ ગયા છે. ગરમીમાં કંઠે સુકાવા લાગ્યા. આંખે અંધારા આવવા લાગ્યા. હવે ચાલવાની શક્તિ રહી નથી. એટલે મુનિએ વિચાર કર્યા કે ખરેખર હું ભૂલા પડયો છુ. કાઈ માર્ગ બતાવનાર માણસ દેખાતા નથી. નજીકમાં કાઈ ગામ પણુ દેખાતુ નથી. તા હવે સાગારી સથારી કરવા તે મારા માટે શ્રેષ્ઠ છે. ત્યાં નયસાર પહેાંચી ગયા. અને વંદન કરીને કહ્યું, અહા ગુરૂદેવ ! આપ આવા ભયંકર જંગલમાં એકલા કયાંથી આવી ચઢ્યા ? જગલમાં મંગલ :-મુનિએ કહ્યું, દેવાનુપ્રિય ! વિશાળ સાધુ સમુદાય સાથે વિહાર કરીને જતાં શારીરિક કારણે પાછળ રહી જવાથી હું માર્ગ ભૂલવાથી ચારે માજુ ખૂબ ફર્યો પણ મારે જે ગામ જવું છે તે ગામ જવાના માર્ગ ન મળ્યા, અને ફરતા ફરતા આ અટવીમાં આવી પહોંચ્યા છું. ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયા છું, પણ મને એનું દુઃખ નથી, કારણ કે જૈન મુનિએ આવા પરિષદ્ધ હસતા હસતા સહન કરે છે, પણ મારી સાધુ સમુદાય મારી ચિંતા કરતા હશે તેનું મને દુઃખ થાય છે. માટે ભાઈ! તું મને માર્ગ બતાવ. જેના દિલમાં સંતની સેવા કરવાના અપૂર્વ આનંદ છે, તેવા નયસાર કહે છે ગુરૂદેવ ! આપનું મુખ જોતાં એમ લાગે છે કે હવે આપનામાં ચાલવાની શક્તિ રહી નથી. મુખ કરમાઇ ગયું છે. ભૂખ તરસ આપને પીડી રહી છે. વળી અત્યારે તે ધરતી પર પગ મૂકાતા નથી, માટે આપ અમારા તંબુમાં પધારો. અમારા તંબુ નજીકમાં છે. અમારા માટે બનાવેલ ખાવાનું, નહાવા માટે કરેલ ગરમ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy