________________
શારદા રત્ન
૪ર૭ કુમારપાળ મહારાજા અન્ય કુળમાં જન્મ્યા હતા, પણ પાછળથી:શ્રી વીતરાગ શાસનને પામ્યા હતા. એકવાર મહારાજા કુમારપાળને કેઈએ ઝેર આપી દીધું. એ વખતે એ વૃદ્ધાવસ્થા ભોગવતા હતા. રાજાને ઝેર ચઢવા માંડે છે. વિષપ્રાગ થયે છે એમ ખબર પડી. મહારાજા ભંડારીને બોલાવીને કહે છે કે જડીબુટ્ટી લાવ. જડીબુટ્ટી તે ત્યાં જ હતી, પણ દુશ્મનોએ જડીબુટ્ટી દૂર કરી હતી, તેથી જડી નહિ. ભંડારી હતાશ થઈને કહે છે, મહારાજા, જડીબુટ્ટી નથી. મહારાજા કહે, એમાં મૂંઝાવાનું કારણ નથી. હતી તે ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. નથી તે એની ચિંતા પણ શી? મરણને ડર હોય તે અત્યારે સમાધિ રહે? વિષપ્રયોગ કરનાર અને જડીબુટ્ટી સંતાડનાર માટે ગુસ્સો આવ્યા વિના રહે? ના, પણ અહીં તે જરાય ગુસ્સે નહિ. એ તે કહે છે કે હું મરણને માટે પણ સજજ છું. જેને શ્રી વીતરાગ જેવા દેવ, અને હેમચંદ્ર મહારાજ જેવા ગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થઈ છે તેને મરણનો ડર હોય? શું નથી મળ્યું કે મરણથી ડરે? કુમારપાળ રાજામાં આ ભાવ કયાંથી આવ્યા ? એ જૈનકુળમાં જન્મેલા નહોતા, પણ જૈનત્વ પામ્યા હતા. અજેનપણે જન્મેલા તે જૈન બનીને મર્યા, તે આપણે તે જૈનકુળમાં જન્મેલા છીએ, છતાં આપણી દશા જુદી જ છે ને ?
તમારા જીવનમાં એ કઈ પ્રસંગ આવી જાય તે મરણ વખતે સમાધિ રહે એમ લાગે છે? શ્રી વીતરાગના શાસનની શીળી છાંયડી મળી જાય પછી ગમે તેવા લિમ પ્રસંગોએ પણ આત્મા સમાધિભાવને જાળવનાર બની શકે છે અને કલ્યાણને સાધી શકે છે. મહારાજા કુમારપાળ અજૈનકુળમાં જન્મેલા હતા છતાં જેનપણું પામી શકયા તે શાથી? એવી તેમની યેગ્યતા હતી અને એમને કલિકાલ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા ગુરૂ મળી ગયા. એ વિના કુમારપાળ રાજા જૈન બની શકત ખરા ? એમની કુળ પરંપરા જુદા ધર્મની હતી અને સંયોગે વિષમ હતા. શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજે,
જના કરીને તેમને જૈન બનાવ્યા હતા. તેમનું આયુષ્ય ૭૦ વર્ષનું હતું. ૫૪ વર્ષની ઉંમરે તે ગાદીએ આવ્યા. એ પછી કેટલાય વર્ષો પછી શ્રી વીતરાગના શાસનને પામ્યા, પણ થોડા વર્ષોમાં એમણે જેવી તેવી આરાધના કરી નથી. એ ઉંમરે પણ એમણે વ્રત અંગીકાર કર્યા હતા.
એક વાર તેમણે સંઘ કાઢયો. કુમારપાળરાજા અઢાર દેશની માલિક છે. ઉંમર મટી છે, છતાં ગુરૂની સાથે પગે ચાલે છે. એમને પગપાળા ચાલતા જોઈને ગુરૂદેવના મનમાં થયું કે રાજા આ રીતે ચાલીને યાત્રા નહિ કરી શકે, તેથી હેમચંદ્રસૂરિ આચાર્યે તેમને કહ્યું. એ વખતે મહારાજા કુમારપાળે શું જવાબ આપ્યો ? એ ખબર છે? હું કયાં ઓછું રખડે ! ઘણું ભ્રમણ કર્યું છે, છતાં તે નિષ્ફળ ગયું અને આ ભ્રમણ તે સાર્થક છે. આત્મા અનંતકાળથી ભટકતો આવ્યો છે. ભૂતકાળમાં તે ભટકે છે પણ આ જીવનના ભૂતકાળમાં પણ એમ જ બન્યું છે ને? એમને એમ થયું કે ૫૦ વર્ષ પરિભ્રમણ કર્યું, તે તે નિરર્થક થયું છે, આ ભ્રમણ સાર્થક છે. પેલા ભ્રમણમાં ન કંટાળે અને