SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શારદી રત્ન આમાં કંટાળું? મારું એ સદ્દભાગ્ય છે કે મને આ જીવનમાં આવું ભ્રમણ કરવાની તક મળી. કેવી શુદ્ધ આત્મભાવના ! અરે રસ્તામાં ઝાડ આદિને જોઈને પણ વિચાર કરે છે કે આ વૃક્ષેને પણ ધન્ય છે ! એણે કેટલાય યાત્રાળુઓને છાયા આપી છે! એમને મન તે તે વૃક્ષો પણ પૂજનીય લાગ્યા. અરે! રસ્તાની ધૂળ લઈને ચૂમે છે. આનંદ પામે છે. કયા ભાવથી? આ ધૂળ પણ આત્માથી મહાન સંતના ચરણ સ્પર્શથી તેમજ યાત્રાળુઓના પાદસ્પર્શથી પવિત્ર બની છે ! કેટલી ગુણદૃષ્ટિ ! ગુણાનુરાગી બધામાં ગુણ જુએ છે. તમે તે કોઈ આવું કરે તેને ગાંડો કે ઘેલ ગણેને? એ ગાંડપણ નથી પણ ભક્તિભાવ છે. તરવાના સાધનો પ્રત્યે આ ભક્તિભાવ પ્રગટવો જોઈએ. કુમારપાળ રાજા શરીર અને આત્માને વિવેક ન કરી શક્યા હોત તો આટલી મેટી ઉંમરે પગે ચાલીને યાત્રા કરી શકત ખરા ? એમને ત્યાં શું સામગ્રીની ખામી હતી ? અઢાર દેશના માલિકને વાહન નહોતું મળતું? જોઈએ તેટલા અને જોઈએ તેવા વાહનો તેમને મળે તેમ હતા, પણ એમને તે પોતાના મલિન બનેલા આત્માને શુદ્ધ બનાવવો હતે. અન્ય કુળમાં જન્મેલા પણ શ્રી કુમારપાળ રાજા સદ્ગુરુના યોગે આવા બન્યા અને તમે? જૈનકુળ અને આટલી બધી ઉત્તમ સામગ્રી મળવા છતાં પણ તમે જે મારે આટલા બંગલા, આટલી પેઢીઓ, આટલા બગીચા એમ ગણ્યા કરો તે આ કુળને અને આ સામગ્રીને જે સારો લાભ ઉઠાવ્યા? દુનિયાની ચીજો તે એવી છે કે વિવેકહીનને પાગલ બનાવે અને વિવેકશીલને વિરક્ત બનાવે. જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય અને બાહ્ય વસ્તુઓને સુખના સાધન માનવાની અજ્ઞાનતા ન ટળે ત્યાં સુધી ધર્મના ઉદેશની બહુ અસર ન થાય. જેમ મકાન મેટું ચણવાનું હોય તે તેનો પાયો પણ ઉંડ હોવો જોઈએ. તે રીતે જીવમાં જ ખોટા સંસ્કાર પડ્યા છે તે કાઢવા માટે અને સદ્દવૃત્તિ ઉત્પન્ન કરવા ઉપદેશની જરૂર છે. તમે સાંભળવા આવો અને અમે તમારા હિતની વાત ન કહીએ તે તે કેમ ચાલે? તમારા સુખની સંતને ઈર્ષા નથી, પણ તમે દુઃખમાં ડૂબી ન જાવ એ ચિંતા છે. તમારી અણ સમજણથી તમને કડવું લાગે એવું પણ કહેવાય તે પણ તેમને હેતુ હિત કરવાનું હોય. - તમારે બંગલામાં રહેવું પડતું હોય તે પણ એવી રીતે રહો કે જેથી તમને એ મૂંઝવે નહિ, પણ અવસરે સદ્દવૃત્તિ ઉત્પન્ન કરે. તમારામાં વિવેકશીલતા આવી જાય તે જે વસ્તુઓ રાગનું કારણ ગણાય છે તે આત્માના વૈરાગ્યનું કારણ થાય. બંગલા પણ વૈરાગ્યનું કારણ બને. એને જોઈને એવો વિચાર આવે કે મારે માટે મેં આટલી મોટી જેલ બાંધી છે કે જેથી મને અહીંથી નીકળવાનું મન થતું નથી. મહેલ હોય, બંગલા હોય, તેના ઝરૂખામાં બેસીને પણ આત્માની વિચારણા કરે તે વૈરાગ્ય રૂપી સાગરમાં આત્મા ઝુલે. તેને એમ થાય કે આવા બંગલામાં કારાગારમાં જીવ તું લીન થઈ જાય છે પછી શું? જૈનપણાને પામ્યો હોય તે બંગલાઓ ન બાંધે એમ નહિ, બાંધે પણ એનો આત્મા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy