SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ શારદા રત્ન આપી રહ્યા છે. તો અંતર આંગણીયે આત્મ–આરોગ્યના આસપાલવ રોપવા ભવરગનું નિદાન કરાવવા પધારે. સંતે રૂપી સજીકલ ડોકટર પાસે વિષયોના વિષને કાઢવા આલેચના રૂપી અમૃત અંતરમાં ભરી શત્રુતાને નાશ કરી સુલેહ સ્વીકારી લે. અનંત અનંત કાળથી આ આત્મા દિલ દેવળમાં બિરાજતા દેવાધિદેવને ઓળખી શક્યો નથી. તે પુગલ ભાવના પથારામાં મોહી ગયું છે. મેહરૂપી મેનેજરને દિલ દેવળના ટ્રસ્ટી બનાવ્યો છે. આસક્તિની અગરબત્તી કરી કલ્પનાના કંકુ ઘોળ્યા ને ચેતન એવા આત્મદેવને તિલક કરવા ગયો ત્યારે ચૈતન્ય એવો આત્મા કહે છે, આ જા, થોભી જા, દૂર રહે, આસક્તિની આભડછેટથી મને અભડાવ નહિ. સંત સમાગમ પત્થરને પારસ બનાવે છે. કથીરને કેચન બનાવે, રેતીને રત્ન બનાવે, માનવને મહામાનવ બનાવે, હતાશ થયેલાને હેમ બનાવે, તો આવા સંતસમાગમે આપણું દિલ દેવળમાં બિરાજતા ચૈતન્યદેવને જાગૃતિની ઝાલરીએ જાગૃત બનાવી પરમાર્થના પુષ્પ ધરી, દયાને દીપ જલાવી, ધ્યેયને ધૂપ લઈ, આરાધનાની અગરબત્તી મૂકી કાંતિના કંકુ ઘોળી, ત્યાગના તિલક કરીને અનાસક્ત ભાવની આરતી ઉતારી જીવનમંદિરને મહેકાવીએ. પર્વોને પડહ વાગી રહ્યો છે. હું શાસનવીરો! જાગો, કાયરતા ત્યાગ, વિર આજ્ઞા વધાવે ! આત્માને ઓળખે.” દે આ જીવે જગતમાં બધું ઓળખ્યું છે, પણ ઓળખનાર એવા આત્માને નથી ઓળખે. એ માટે વિચારવું જોઈએ કે હું તે શરીર નહિ પણ આત્મા. આ નામઠામ વગેરે શરીરને અંગે છે. શરીર એ પણ બંધન છે. આપણે અશરીરી બનવું છે. શરીરમાં રહેવા છતાં એમ લાગવું જોઈએ કે હું રાજીથી રહ્યો નથી. કરાવી રહ્યા વિના છૂટકે નથી માટે રહ્યો છું. શરીરના યોગે ઉપાધિ કેટલી? શરીર ન હોય તે ન આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ, જ્યાં શરીર આપણું નથી ત્યાં પૈસા ટકા આપણું ગણાય? ના, પણ તમે શું મને છો? કઈ પૂછે કે તમારું શું? એ વખતે ઝટ પેઢી આદિ યાદ આવે છે ને? આપણું શું? એ ગણાવતા આત્માના ગુણોને યાદ કરીએ ખરા ? ઉ મારે ચાર પેઢીઓ છે એમ બોલતા છાતી ફુલાય. શું પેઢીઓ સાથે આવવાની ? શરીર અહીં રહેવાનું અને પેઢીઓ ? તે પછી જે આપણું નથી તેની આટલી બધી આળપંપાળ શી? હું કોણ અને મારું શું? એ નક્કી થઈ જવું જોઈએ. જૈનકુળમાં, જૈનશાસનમાં, આ નકકી નહિ થાય તે કયાં થશે ? આત્માની ઓળખાણ થાય એ માટે જેટલી સામગ્રી અહીં મળે છે તેટલી પ્રાયઃ અન્યત્ર મળી શકતી નથી. જૈનકુળના કુટુંબીઓ પરસ્પર આત્માની વિચારણું કરે છે ખરા ? અત્યાર સુધી ન કરી તે હવે તે કરશો ને ? આ સામગ્રીને પામવા છતાં આત્માને નહિ ઓળખો તે કયારે અને કયાં ઓળખશો ? જેને આત્માની ઓળખાણ થઈ છે તે દુઃખથી ગભરાતો નથી અને મરણથી ડરતો નથી. જૈનશાસનને પામેલા આત્માઓ દુઃખથી લેશ પણ ગભરાયા વિના અને મરણથી લેશ પણ ડર્યા વિના એવી પ્રવૃત્તિઓમાં મશગૂલ બનવાનો પ્રયત્ન કરે કે જેથી જન્મ અટકી જાય. જન્મ અટક્ય એટલે દુખ કે મરણ સઘળું અનિષ્ટ સદાને માટે અટકેલું છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy