SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ જપ શારદા રત્ન તરફથી આપણને સજા થાય છે, તેમ સંસારના માની મમતા એ પરઘર છે. તે ઘર પર જો માલિકી કરી તાક રાજાના હન્ટર ખાવા પડશે. મમતાના પર ઘરને છેડી સમતાના સ્વઘરમાં વસવું એ પર્યુંષણ પર્વના સાર છે. પૂર્વના પુણ્યાયે પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વના પ્રવાસ કરવાના પવિત્ર પ્રસ`ગ પ્રાપ્ત થાય છે. પર્વાધિરાજના પ્રવાસ એટલે વાસ્તવિક ચથા આરાધના, ઉપાસના, સાધના. દુન્યવી ભૌતિક સમૃદ્ધિના શિખરા સર કરવા માટે યુગ યુગથી જીવડા જગતમાં પ્રવાસ ખેડી રહ્યો છે. આવા પ્રવાસની પાછળ પ્રયાસ કરવામાં કશી કમીના રાખી નથી. એટલું જ નહિ પણ એ પૌદ્ગલિક માયાની આશાને પહેાંચી વળવા માટે પામર પ્રાણી કેટકેટલા તમાસા કરી રહ્યો હેાય છે. કેટલા પ્રયાસ કાળી અને કડક મજુરી ! નિષ્ફળતાના નગારા વાગે તે ય હતાશા નહિ. પુનઃ પુનઃ પ્રવાસ અને પ્રયાસ ચાલુ ! જ્યારે પર્વાધિરાજના પ્રવાસની પાછળ કંઈ પ્રયાસ નહિ ! તેા કર્મની ગાંઠ કેમ છૂટે ? પર્યુષણ પર્વના પ્રવાસી—પંથી ક્રોધમાં કૂટાય નહિ, માનમાં મરડાય નહિ, લાભમાં લપટાય નહિ ને માયામાં મૂંઝાય નહિ. પર્યુષણ પર્વ એટલે આત્માને ધર્મથી પુષ્ટ કરવાના પુણ્ય અવસર. પાપાને પખાળવાની સુવર્ણ તક. આપણા આત્મા ઉપર અનંતકાળથી ક્રોધ, માન, માયા, લેાભ આદિ કષાયા અને વિષયાના જે કચરા ભર્યાં છે તેને સમતાના નિર્મળ જળથી ધાઈને સાફ કરવા પડશે. શ્રદ્ધાના દિપક પ્રગટાવી ભાવનાની ધૂપસળી વડે ગંદા વાતાવરણને શુદ્ધ ખનાવવું પડશે. વિષય ક્યાય રૂપી ડાકુએએ આપણા આત્માનું સામ્રાજ્ય છીનવી લીધુ' છે. મેાહ મમતાના ગાઢ બધનથી જીવ બધાઈ ગયા છે અને રાગ દ્વેષના ગાઢ અંધકારમાં આથડયા કરે છે. આ બધાથી છૂટકારો મેળવવા માટે પર્યુષણ પર્વની આરાધના છે. આ પર્વ આપણને કહે છે કે ક્રોધની આગને ઠારી દેવા ક્ષમાનું મધુર અણુ પ્રગટાવો. અભિમાનની અડતા તેાડવા નમ્રતાનું માલિશ કરો. માયાની દુર્ગંધ ટાળવા સરળતાની સૌરભ પ્રસરાવવી પડશે અને લાભ તૃષ્ણાની ભૂતાવળને ભગાડવા સતાષના મંત્ર પ્રયાગ સિદ્ધ કરો. આ રીતે કરવાથી તમારા ભવરાગા દૂર થશે. જ્ઞાની કહે છે કે માનવભવ એ ભવ્ય હાસ્પિતાલ છે. સતા સર્જન ડૉકટર બની ભવરાગનું નિદાન કરી રહ્યા છે. સંતા મેડીકલ ડાકટર ખની અનંત કાળની અથડામણના ઓપરેશન કરી રહ્યા છે. એ ડાકટરીએ દિવ્યતાની ડાકટરી ટ્રેઈનીંગ લીધી છે. ડાક્ટરા જીભની પરીક્ષા કરી શરીરના રાગ શેાધી કાઢે છે. તે રીતે સતા પણ માણસની જીભ પરથી મન અને આત્માના રેગેા સમજી શકે છે. આવા રાગનુ નિદાન કરવા સતાએ ચાતુર્માસમાં નિદાન કેમ્પ ખાલ્યેા છે. સમજણની શસ્ર ક્રિયા વડે કરૂણાના ક્લારામ સૂંઘાડી અનંતજ્ઞાનીની આજ્ઞાએ આરાધનાના શસ્રા લઇ કષાય રૂપી કેન્સરને કેન્સલ કરે છે. મેાહના મેાતિયાને દૂર કરે છે. પૌદ્ગલિક સુખના પેરેલાઈઝીઝ દૂર કરે છે. અજ્ઞાનના અલ્સરને કાઢે છે. જડ ભાવના ઝામર દૂર કરે છે. જ્યાં દુન્યવી ભાવનાના ઘા પડ્યા હાય ત્યાં તત્ત્વનું ટીન્ચર લગાવી આત્માને ભવભાગથી મુક્ત કરે છે. દયાળુ ડાકટરા થ્રી એફ ચાર્જ સેવા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy