SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ શારદા રત્ન પર્યુષણ આત્માની પૂર્ણતા પ્રદાન કરનાર એક પ્રકારનું કલ્પવૃક્ષ છે. જેવી રીતે ઘડિયાળ ઓઈલીંગ બાદ નિશ્ચિત સમય બતાવનાર બને છે, તેવી રીતે પ્રતિવર્ષ પર્યુષણ પર્વ આવીને એઈલીંગ કરીને આપણને નિશ્ચિત દશા બતાવનાર બને છે. આ પર્વ એક મિત્રની માફક પ્રતિવર્ષે આવીને આપણને જાગ્રત કરીને ચાલ્યું જાય છે. પર્યુષણ એટલે ભવ્યાત્માઓને ભવ્ય મેળો, પાપરૂપી નાગને પકડવાને સાણસે, પુણ્ય-પુંજ ખડકવાની અપૂર્વ તક. પર્યુષણ મૈત્રીની મોસમ છે અને જીવનનું મૈત્રી ગાન છે. આ પર્વ કહે છે, મિત્ર બને અને બીજાને બનાવે. હૈયેથી કષાયની કાળાશને ધોઈ નાંખે અને આત્માના સૌંદર્યને પ્રગટાવો. ક્ષમાનું આદાન-પ્રદાન આ પર્વનું હાર્ટ છે. પર્યુષણ મહાપર્વની સાધના સદાય માટે સર્વ જીને વરના અનુબંધને બંધનમાંથી મુક્તિ મેળવવાનો અમર સંદેશો પાઠવી. રહી છે. અનાદિની કષાયાની ભયંકર વાળાઓ પ્રાણી માત્રને પડી રહી છે. પરેશાન કરી રહી છે. વૈરના ભયંકર વાવાઝોડાએ અનેકના જીવન ખતમ કરી નાંખ્યા છે. પશ્ચાતાપ અને મિચ્છામિ દુક્કડના નિર્મળ જળ વડે સ્વ આત્માને ઉજ્જવળ બનાવવા ઉત્તમ જીવે આ પરાધનામાં જોડાય છે. તપ, ત્યાગ અને આરાધના કરવાના આ પવિત્ર દિવસે સૌના હૃદયમાં શ્રદ્ધાના પુણે બિછાવી જાય છે, જેના અંતરમાં આમિક આરાધના સ્પશી જાય છે, તેના હૈયામાં દીવો પ્રગટી ઉઠે છે. અને તપ, ત્યાગ, જ્ઞાન, અહિંસા વગેરે શુભ તત્ત્વોના પ્રભાવે સમકિત દષ્ટિનું અતિ સુખદ અજવાળું પ્રસરવા માંડે છે. છે. આ સંસારમાં સતત ઊકળાટ, સતત અથડામણ અને સતત અપ્રસન્નતા જીવને ચારે બાજુથી કેરી ખાય છે. આંતરિક કલેશે એની આંખોને લાલચોળ રાખે છે. એના લેહીને ગરમ રાખે છે. એના આત્મગુણને ખત્મ કરી પરભવમાં જ્યાં સતત સામસામાં - લડવાનું હોય એવા પાડા, બેકડા આદિના ભવમાં ધકેલી દે છે. આ મહાપર્વ એવા દુખીયારા માનવની વહારે આવે છે ને હાથે ઉભી કરેલી તમામ ઉલઝનોના ઉકેલરૂપે - એના કાનમાં ક્ષમાનો સંદેશ પહોંચાડતા કહે છે કે “ શોધ માં કુક ક્ષમા કુરુ” હે -- ભવ્ય જીવો ! જે તમારે સુખી થવું હોય તે કોધ ન કરો. ક્રોધ આત્માને જન્મોજન્મને દશમન છે, માટે ક્ષમા અને મૈત્રીના મેળામાં માથું મૂકી એનું શરણું લે. એ તમને ક્રોધ સાથે લડી લેવા બળ પૂરું પાડશે. ક્રોધને પરાજય આપી રવાધીન અને સ્વતંત્ર બનાવશે. મુક્ત જીવન જીવવાનું માર્ગદર્શન આપશે. આત્માને ઉકળાટ, ઉચાટ, બધું શમી જશે, અકળામણ, અથડામણ બધું અટકી જશે, અપ્રસન્નતા પ્રસન્નતાનું રૂપ લઈ પમરાટ ફેલાવતી બહાર આવશે. - પર્યુષણ પર્વ એટલે દિલના દિવાનખાનામાંથી વેર-ઝેર અને ક્રોધાદિ કષાયના ચરાને દૂર કરવાની સેનેરી તક છે. આ પર્વના પ્રત્યેક અનુષ્ઠાનને સાર સમતા છે. સમતાને જોડવી અને મમતાને તોડવી એ આ પર્વને અર્ક છે. સમતા આત્માનું ઘર છે, અને મમતા પર ઘર છે. પર ઘર ઉપર જે આપણે માલિકી કરીએ તે સરકાર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy