SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન સમયે બેન પાંચ મીટર કાપડ માપવા લઈને બેઠી હતી. જેમ કાપડ માપે છે તેમ કાપડ વધતું જાય છે. પુરું થતું નથી. કાપડ માપતા માપતા તે ઢગલો થઈ ગયો, પણ હજુ પૂરું મપાતું નથી. સાંજ સુધી આ રીતે થયું. ત્યાં બાજુમાં રહેતા શેઠાણી આવ્યા ને કહે છે, હજુ કામ કરવા કેમ નથી આવી? શેઠાણ બાઈને ધમકાવવા લાગી, ત્યારે બાઈએ બનેલી બધી વાત કરી. આથી શેઠાણીને થયું કે મારા ઘેર આવું થાય તો કેવું સારું ! કુદરતને કરવું તે જ રાત્રે શેઠાણીની પરીક્ષા કરવા અતિથિ આવ્યો. શેઠાણીએ બારણું ખેલ્યું. મેટ બંગલો હોવા છતાં ઘાટીની રૂમમાં ભાંગલી ખાટલી સૂવા આપી. ફાટેલા કપડાં બદલાવવા આપ્યા, ને ત્રણ દિવસને સૂકે રોટલે અને છાશ ખાવા આપ્યા, પછી શેઠાણી કહે ભાઈ સૂઈ જાવ. ' શેઠાણી હવે સવાર પડવાની રાહ જુએ છે. કયારે સવાર પડે ને આ અતિથિ મને આશીર્વાદ આપે ! એ તે વહેલી વહેલી ઉઠી. ઘરમાં કચરો કાઢવા લાગી. ત્યાં પેલે અતિથિ જાગ્યો. તેના પહેરેલા કપડા પાછા દઈ દીધા અને કહે બહેન ! હવે હું જાઉં છું. હાથમાં ઝાડૂ હતું ને પેલા અતિથિએ કહ્યું જે કામ કરો છો તે સૂર્યાસ્ત સુધી કરતા » રહો. (હસાહસ) શેઠાણીના હાથમાં ઝાડું હતું, તે મૂકતી નથી. રાડો–બૂમ પાડતી જાય છે ને કચરો કાઢે છે. શેઠ કહે શેઠાણી! ઘરમાં સાત સાત કરે છે. આપ શા માટે ઝાડુ કાઢો છો? બધા છોડાવવા ઘણું કરે છે પણ ઝાડૂ છોડતા નથી ને બેલતા અટરલી નથી. બધા કહે શેઠાણ ગાંડા થઈ ગયા છે ! એમ કરતાં સૂર્યાસ્તને ટાઈમ થયો ત્યારે શેઠાણીએ ઝાડૂ નીચે મૂકયું. કહેવાનો આશય એ છે કે જેવી ભાવના હોય તેવું ફળ મળે છે. પેલી ગરીબ બેને શુદ્ધ ભાવથી અતિથિને સત્કાર કર્યો તે એને સારું ફળ મળ્યું ને શેઠાણીએ તે પિતાના ઘરમાં ઘણું હોવા છતાં ફાટ્યા તૂટ્યા કપડા ને સૂકે રોટલે આ તે એને એવું ફળ મળ્યું, માટે ભાવના શુદ્ધ રાખો. આ પર્વાધિરાજ પર્વને એ દિવ્ય સંદેશ છે કે દાનનો પ્રવાહ વહા. શીયળ વ્રત લે. તપ કરે, શુદ્ધ ભાવના ભા. વધુ ભાવ અવસરે. ૐ શાંતિ. વ્યાખ્યાન નં-૪૬ ભાદરવા સુદ એકમ રવીવાર તા. ૩૦-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! આ મંગલકારી દિવસે ભાવનામાં ભરતી લાવે છે, કર્મોનો ક્ષય કરાવે છે, માનવને સત્યને રાહ ચીંધે છે, પતનની ખીણમાં પટકાતા માનવને ઉથાનની પગદંડી તરફ દોરી જાય છે. પર્યુષણ પર્વ એક દિવ્ય પ્રકાશ છે. જે મોક્ષ માગે ગતિ કરવાને માટે માર્ગ બતાવે છે. જે પ્રકાશમાં આત્માના વૈભવનો પરિચય થાય છે. જે આત્માના અનંત સૌંદર્યને જાણવાને એક અનુભવ પ્રદાન કરે છે. પર્યુષણ સ્વતઃ એક કલ્યાણમય પ્રેરણું છે. જે અપેક્ષાથી વિચાર કરવામાં આવે તે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy