________________
૪રર
શારદા રે મહાકવિ ઘરમાં આવીને પત્ની પાસે બેઠા. બંને ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા હતા, છતાં પોતે ખાધું નહિ ને ગરીબેને આપી દીધું. ધન્ય છે તેમની ઉદાર ભાવનાને! હવે ઘરમાં તે અનાજને એક કણ પણ રહ્યો નથી. માંગવા જવું નથી. બંને શાંતિથી બેઠા છે. બંનેના મનમાં પ્રસન્નતા છે. કરૂણામાંથી ચિત્ત પ્રસન્નતાને જન્મ થાય છે, પણ કરૂણા કયારેક કરૂણાવાનને આકરી કસોટીમાં, દારૂણ વેદનામાં પણ ધકેલી દે છે! અહીં પણ એવું જ બન્યું. પતિ-પત્ની બંને બેઠા છે. ત્યાં બારણે અવાજ આવ્યો. અવાજ સાંભળતા મહાકવિના દિલમાં થયું કે અરેરે..હવે કઈ લેવા આવ્યો હશે તો હું શું આપીશ? તેમનું હૈયું ખેદથી ભરાઈ ગયું. મારી પાસે છે શું? હવે કંઈ બચ્યું નથી. આ યાચકને આપવા માટે. શું તે મારા આંગણેથી ખાલી હાથે પાછો ફરશે? મહાકવિ આ રીતે વિચારતા ભારે પગે ઉભા થયા. તે બારણે યાચક ઉો હતો. તે કહે મા-બાપ! મને બે રોટલી આપોને? આ સાંભળતા કવિની આંખમાં આંસુ આવી ગયા. તેમની આંખમાં વેદનાના ઉનાં આંસુ હતા. તેમણે રડતી આંખે અને ગદ્દ ગદ કંઠે કહ્યું, ભાઈ! માફ કરજે. તું આજ આવ્યો છે મારા આંગણે, પણ ભાઈ! મારી પાસે કાંઈ નથી. ઘરમાં પાશેર અનાજ કે નવટાંક લેટ પણ નથી કે તને આપું. મારા દિલમાં દુઃખ થાય છે કે, તું આજે મારા આંગણેથી પાછો જઈશ? યાચક સમજી ગયો કે આ કવિની પાસે કંઈ જ નહીં હોય, નહિ તે કઈ દિવસ કેઈને પાછો ના વાળે ! યાચક તે ચાલ્યો ગયો. યાચકને ખાલી હાથે પાછો જતે જોઈને મહાકવિનું હૈયું વલેવાઈ ગયું. અરરર..હું ભૂખ્યાને આજે કંઈ ન આપી શક્યો ! મારા આંગણેથી ભૂખ્યો પાછો ગયો ! અંતરમાં ખૂબ આઘાત લાગ્યો. એ આઘાતથી તે ભાંગી પડ્યા અને ચાલતા ચાલતા ગબડી પડયા. પડયા તેવા જ તેમના પ્રાણ ઉડી ગયા. યાચક પાછા ગયે, તેને આઘાતમાં કવિએ પ્રાણ ગુમાવ્યા. આવા દાનવીરના નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયા છે.
આ પર્વના દિવસે આપણને એ જ સૂચન કરે છે કે હે મુમુક્ષુ છો ! આ દિવસમાં દાન–શીયળ–તપ–ભાવનાના તેરણ બંધાવે. પરિગ્રહની મૂચ્છ ઘટાડી યથાશકિત દાન કરે. બ્રહ્મચર્ય વ્રત પાળે. તપ કરે અને ભાવના ભાવો. દાન, શીયળ, તપ કરે, પણ તેમાં ભાવના શુદ્ધ રાખે. જેવી ભાવના હોય તેવું ફળ મળે છે.
એક ઝુંપડીમાં રાતના બાર વાગે કેઈએ સાદ પાડ્યો, બેન! હું પાણીથી ખૂબ ભીંજાઈ ગયો છું. મને થોડી જગ્યા આપો. દયાળુ બેને બારણું ખોલ્યું. પોતાની જગ્યા નાની છે છતાં ઘરની ખાટલીમાં બેસાડ્યા અને ભીના કપડાં બદલાવ્યા. ઘરમાં જે રોટલો હતે તે રોટલો આપ્યો. અતિથિ ના પાડે છે. બેન ! તમે મને સુવા, બેસવાની જગ્યા આપી તેથી તમારો આભાર. બેન ગરીબ ઘણું જ હતી છતાં અમીરી ઘણી હતી. સવાર પડતા અતિથિ કહે બહેન ! હું તારો ઉપકાર નહિ ભૂલું, તારી અમીરી અને મારા પ્રત્યેની લાગણી કેટલી છે! બેન! હું જાઉં. આવજે, સાથે એટલું બોલ્યા કે આપ જે કામ કરે છે તે સાંજ સુધી કરતા રહે. આટલું કહીને અતિથિ ચાલ્યા ગયા. આ